________________
તીર્થંકરનામકર્મની પ્રાપ્તિ.
સર્ગ ૧ લે. ઈર્ષ્યા કરવાથી બાંધેલા દુષ્કૃતનું આલેચન નહી કરવાથી તેઓએ સ્ત્રીનામકર્મ–સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. તે છ મહર્ષિઓએ અતિચાર રહિત અને ખડની ધારા જેવી પ્રવ્રયાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી ધીર એવા તે છ મુનિઓ બંને પ્રકારની સંલેખનાપૂર્વક પાદપેપગમન અનશન અંગીકાર કરી સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા.
, इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये
प्रथमे पर्वणि धनादि द्वादशभववर्णनो नाम प्रथमः सर्गः ॥१॥
સ બીજો. તે
આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહની અંદર શત્રુઓથી નહી છતાયેલી એવી અપરાજિતા નામે નગરી હતી. તે નગરીમાં પિતાના પરાક્રમથી જગતને આકાંત કરનાર અને લક્ષમીથી જાણે ઈશાનંદ્ર હોય તે ઈશાનચંદ્ર નામે રાજા હતા. ત્યાં ઘણી લક્ષમીવાળો ચંદનદાસ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ધર્મિષ્ઠ પુરુષમાં અગ્રેસર અને જગતને આનંદ આપવામાં ચંદન જેવો હતો. તેને જગતના નેત્રને આનંદ ઉત્પન્ન થવાના કારણરૂપ સાગરચંદ્ર નામે પુત્ર હતા. સમુદ્ર જેમ ચંદ્રને આહલાદર આપે તેમ તે પુત્ર તેના પિતાને આહ્લાદ આપતા હતા. સ્વભાવથી જ સરળ, ધાર્મિક અને વિવેકી–એ તે આખા નગરને એક મુખમંડન થઈ પડ્યો હતો. એક વખત તે વણિકપુત્ર, ઇશાનચંદ્ર રાજાના દર્શન માટે અને સેવાને માટે આવેલા સામત રાજાઓથી વ્યાપ્ત થયેલા રાજભવનમાં ગયે. ત્યાં આસન. તાંબુલદાન વગેરે સત્કારપૂર્વક તે વણિકતને, તેના પિતાની પેઠે રાજાએ ઘણા સ્નેહથી જોયે.
તે સમયે કોઈ એક મંગલપાઠક, રાજદ્વારમાં આવી શંખના ધ્વનિને પરાભવ કરનારી ગિરાથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“રાજન ! આજે તમારા ઉધાનમાં જાણે ઉદ્યાનપાલિકા હોય તેવી અનેક પુષ્પો સજજ કરનારી વસ તલસ્મી વૃદ્ધિ પામેલી છે. વિકાસ પામેલા પાની સુગંધથી દિશાઓના મખને સુગંધી કરનાર તે ઉદ્યાનને ઈદ્ર જેમ નંદન વનને શેભાવે તેમ આપ શેભા.” આવી મંગલપાઠકની વાણું શ્રવણ કરી રાજાએ દ્વારપાળને આજ્ઞા કરી–“આપણું નગરમાં એવી ઉદૂષણ કરા કે કાલે પ્રાતઃકાળે
૧ જીતનાર. ૨ આનંદ. ૩ વાણુથી. ૪ સાદ પડાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org