________________
પર્વ ૧ લું
સાગરચંદ્રની વીરતા અને પિતાની હિતશિક્ષા. સર્વ લેકેએ આપણું ઉધાનમાં જવું.” પછી રાજાએ પોતે સાગરચંદ્રને આદેશપ કર્યો, “તમારે પણ આવવું” સ્વામીની પ્રસન્નતાનું એ લક્ષણ છે. તે પછી રાજાએ વિસર્જન કરેલ વણિકપુત્ર હર્ષ પામી પોતાને ઘેર આવ્યું. ત્યાં અશોકદર નામના પોતાના મિત્રને રાજાની આજ્ઞા સંબંધી સર્વ વાત કહી.
બીજે દિવસે પ્રાતઃકાળે રાજા પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. ત્યાં નગરના લોકે પણ આવ્યા હતા, કારણ કે પ્રજા રાજાને અનુસરનારી હોય છે.' મલયાચલના પવનની સાથે જેમ વસંતઋતુ આવે તેમ સાગરચંદ્ર પણ પિતાના મિત્ર અશકદત્ત સાથે ઉદ્યાનમાં આવ્યું. કામદેવના શાસનમાં રહેલા સર્વ લેક પુષ્પ ચૂંટી નૃત્ય ગીત વગેરેથી કીડા કરવામાં પ્રવત્ય. સ્થળે સ્થળે એકઠા થઈને ક્રીડા કરતા. નગરજને નિવાસ કરેલ કામદેવરૂપી રાજાના પડાવની તુલના કરવા લાગ્યા. જાણે અન્ય ઈદ્રિયના વિષયનો જય કરવાને ઉઠેલા હોય તેવા પગલે પગલે ગાયન અને વાઘોના ધ્વનિ પ્રવર્તાવા લાગ્યા. તેવામાં નજીકના કોઈ વૃક્ષની ગુફામાંથી “ રક્ષા કરે, રક્ષા કરો” એવો કોઈ સ્ત્રીના અકસ્માત્ વનિ નીકળ્યો. એવી વાણી સાંભળતાં જ જાણે તેનાથી આકર્ષિત થયો હોય તેમ સાગરચંદ્ર “આ શું છે ?' એમ સંજમ પામીને દોડયો. ત્યાં જઈને જુવે છે તો વ્યાઘ જેમ મૃગલીને પકડે તેમ પૂર્ણભદ્ર શેઠની પ્રિયદર્શના નામે કન્યાને બંદીવાનેએ પકડેલી તેણે દીઠી. જેમ સની ગ્રીવા ભાંગીને મણિ ગ્રહણ કરે તેમ સાગરચંદ્ર એક બંદીવાનના હાથમાંથી છરી ખેંચી લીધી. આવું તેનું પરાક્રમ જોઈ બીજા બંદીવાને નાસી ગયા; કારણ કે જવલ્યમાન અશિને જઈ યાદો પણ નાસી જાય છે, એવી રીતે સાગરચંદ્ર, કઠીઆરા લોકેની પાસેથી આગ્રલતાની જેમ પ્રિયદર્શનાને છોડાવી. તે સમયે પ્રિયદર્શનાને વિચાર થયે-“પરોપકાર કરવાના વ્યસની પુરુષોમાં મુખ્ય એવો આ કોણ હશે ? અહો ! મારા સદ્ભાગ્યની સંપત્તિઓથી આકર્ષણ કરેલ આ પુરુષ અહીં આવી ચડડ્યો તે સારું થયું કામદેવના રૂપને તિરસ્કાર કરનાર એ પુરુષ મારો ભર્તાર થાઓ.” એમ ચિંતવન કરતી પ્રિયદર્શના પોતાના મંદિર તરફ ગઈ. સાગરચંદ્ર પણ જાણે પરવાઈ ગયે હોય તેમ પ્રિયદર્શનાને પિતાના હૃદયમાં રાખી અશોકદર મિત્રની સાથે પિતાને ઘેર ગયે. તેના પિતા ચંદનદાસે પરંપરાથી એ વૃત્તાંત જા. તે વૃત્તાંત ગુપ્ત પણ કેમ રહે ? ચંદનદાસે એ વૃત્તાંતથી પોતાના હૃદયમાં વિચાર્યું-“આ પુત્રને પ્રિયદર્શના ઉપર રાગ થયો છે તે યુક્ત છે; કેમકે કમલિનીને રાજહંસ સાથે જ મિત્રાઈ થાય છે, પરંતુ સાગરચંદ્રે આવું ઉદ્ભટાણું કર્યું તે યુકત નથી, કારણ કે પરાક્રમવાળા પણ વણિકોએ પિતાનું પરાક્રમ પ્રકાશિત કરવું નહીં. વળી સાગરચંદ્ર સ્વભાવે સરળ છે તેને માયાવી અશોકદત્તની સાથે મિત્રાઈ થઈ છે તે કદલીના વૃક્ષને જેમ બદરી વૃક્ષનો સંગ હિતકર નથી તેમ હિતકારક નથી, એમ ઘણી વાર સુધી વિચાર કરી, સાગરચંદ્ર કુમારને બોલાવી, જેમ ઉત્તમ હસ્તિને તેને મહાવત શિક્ષા આપવાને આરંભ કરે તેમ મીઠાં વચનથી શિક્ષા આપવાનો આરંભ કર્યો.
વત્સ સાગરચંદ્ર ! સર્વ શાસ્ત્રને અભ્યાસ કરવાથી તું વ્યવહારને સારી રીતે જાણે છે તે પણ હું તને કાંઈક કહું છું. આપણે વણિકે કળાકૌશલ્યથી જીવનારા છીએ, તેથી
૧ આજ્ઞા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org