SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાને ઉપદેશઃ પુત્રને પ્રત્યુત્તર. સગ બીજે. આપણે અનુભટ એવા મનહર ઉષવાળા હોઈએ તો જ આપણી નિંદા ન થાય, માટે તારે યૌવન અવસ્થામાં પણ ગૂઢ પરાક્રમવાળા રહેવું જોઈએ. જગતમાં સામાન્ય અર્થને વિષે પણ વણિકે આશંકાયુકત વૃત્તિવાળા કહેવાય છે. સ્ત્રીઓનું શરીર જેમ ઢાંકેલું જ શોભાને પામે છે તેમ હંમેશાં આપણી સંપત્તિ, વિષયકીડા અને દાન-એ સર્વે ગુપ્ત જ શેભે છે. જેમ ઊંટના પગમાં બાંધેલું સોનાનું ઝાંઝર શોભે નહીં તેમ પોતાની જાતિને અનુચિત કર્મ શેભતું નથી, માટે હે વહાલા પુત્ર ! પિતાની કુળ પરંપરાથી આવેલા યોગ્ય વ્યવહારમાં પરાયણ થઈ આપણે સંપત્તિની પેઠે ગુણને પણ પ્રચ્છન્ન રાખવા. અને સ્વભાવથી જ કપટયુકત ચિત્તવાળા દુજને હોય છે તેથી તેમને સંસર્ગ છોડી દેવે; કારણ કે દુર્જનનો સંગ હડકાયાના ઝેરની પેઠે કાળગે વિકારને પામે છે. તે વત્સ! તારો મિત્ર અશોકદત્ત, કઢને રોગ પ્રસાર પામ્યાથી જેમ શરીરને દૂષિત કરે તેમ વધારે પરિચયથી તને દૂષિત કરશે. એ માયાવી, ગુણિકાની પેઠે હમેશાં મનમાં જુદા, વચનમાં જુદે અને ક્રિયામાં પણ જુદે છે.” એ પ્રમાણે શેઠ આદરપૂર્વક ઉપદેશ કરી મૌન રહ્યા એટલે સાગરચંદ્ર મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્ય-પિતાજી આ ઉપદેશ કરે છે તેથી હું ધારું છું કે પ્રિયદર્શના સંબંધી વૃત્તાંત તેમના જાણવામાં આવ્યો છે અને આ માટે મિત્ર અશોકદર પિતાજીને સંગ કરવાને અગ્ય લાગે છે. માણસના મદભાગ્યપણને લીધે જ આવા શિખામણ દેનાર) વડીલે હોતા નથી. ભલે એમની મરજી પ્રમાણે થાઓ.” એમ ક્ષણવાર મનમાં વિચારી સાગરચંદ્ર વિનયયુકત નમ્ર વાણીથી બેલ્ય-“પિતાજી ! આપ આદેશ કરે તે મારે કરવું જ જોઈએ, કેમકે હું તમારો પુત્ર છું. જે કાર્ય કરવામાં ગુરુજનેની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તેવું કામ કરવાથી સયું, પરંતુ કેટલીક વખત દૈવયોગે અકસ્માત્ એવું કાર્ય આવી પડે છે કે જે વિચાર કરવાના થોડા સમયને પણ સહન કરી શકતું નથી. જેમ કે મૂખ માણસને પણ પવિત્ર કરતાં પર્વવેળા વીતી જાય તેમ કેટલાએક કાર્યને કાળ વિચાર કરતાં વીતી જાય છે. એ પ્રાણસંશયનો કાળ પ્રાપ્ત થશે તો પણ તે પિતાજી! હવેથી હું એવું કાર્ય કરીશ કે જે આપને લજજ પમાડે તેવું નહીં હોય. આપે અશોકદર સંબંધી વાત કરી; પણ તેના દોષથી હું દોષિત નથી અને તેના ગુણથી હું ગુણ નથી. હંમેશને સહવાસ, સાથે ધૂલિકીડા, વારંવાર દર્શન, તુલશે જાતિ, સરખી વિદ્યા, સમાન શીલ, સમાન વય, પરોક્ષે પણ ઉપરીપણું અને સુખદુઃખમાં ભાગ પાડવાપણું-વગેરે કારણેથી મારે તેની સાથે મિત્રતા થઈ છે. તેનામાં હું કાંઈ પણ કપટ જેતે નથી, માટે તે મારા મિત્ર સંબંધી આપને કોઈએ મિથ્યા કહેલ છે. કારણ કે અહી લાકે સર્વને ખેદ પમાડનારા જ હોય છે. કદાપિ ત તે માયાવી હશે તે પણ મને શું કરશે ? કેમકે “એક ઠેકાણે રાખ્યા છતાં કાચ તે કાચ જ રહેશે અને મણિ તે મણિ જ રહેશે.” એવી રીતે કહીને સાગરચંદ્ર મૌન રહ્યો એટલે શેઠે કહ્યું-“પુત્ર ! તું બુદ્ધિવાનું છે તે પણ મારે કહેવું જ જોઈએ, કારણ કે પારકા અંતઃકરણે જાણવા મુશ્કેલ છે.” પછી પુત્રના ભાવને જાણનારા શેઠે શીલાદિક ગુણોથી પૂર્ણ એવી પ્રિયદર્શનાને માટે પૂર્ણભદ્ર ૧ ગુપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy