SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. સાગરચંદ્રની સરળતા. શેઠ પાસે માગણી કરી. ત્યારે “આગળ તમારા પુત્રે ઉપકાર કરવાવડે મારી પુત્રીને ખરીદ કરેલી જ છે.” એમ કહી પૂર્ણભદ્ર શેઠે તેનું વચન સ્વીકાર્યું. પછી શુભ દિવસે અને શુભ લગ્ન તેમના માતાપિતાએ સાગરચંદ્રનો પ્રિયદર્શના સાથે વિવાહ કર્યો. ઈચ્છિત દુંદુભી વાગવાથી જેમ હર્ષ થાય તેમ મનવાંછિત વિવાહ થવાથી વધુવર ઘણે હર્ષ પામ્યા. સમાન અંતઃકરણવાળા હોવાથી જાણે એક આત્માવાળા હોય તેમ તેઓની પ્રીતિ સારસપક્ષીની પેઠે વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રવડે જેમ ચંદ્રિકા શેભે તેમ નિરંતર ઉદયકાંક્ષી અને સૌમ્ય દર્શનવાળી પ્રિયદશના સાગરચંદ્ર વડે શોભવા લાગી. ચિરકાળથી ઘટના કરનાર દેવના યોગથી તે શીલવંત, રૂપવંત અને સરળતાવાળા દંપતીને ઉચિત એગ થયે. પરસ્પર વિશ્વાસ હોવાથી કોઈ વખતે પણ તેઓમાં અવિશ્વાસ તો થતું જ નહીં, કારણ કે સરળ આશયવાળા કદાપિ વિપરીત શંકા કરતા નથી. એક વખત સાગરચંદ્ર બહાર ગયા હતા તેવામાં અશોકદર તેને ઘરે આવ્યું અને પ્રિયદર્શીનાને કહેવા લાગ્યો “સાગરચંદ્ર હંમેશાં ધનદત્ત શેઠની સ્ત્રી સાથે એકાંત કરે છે તેનું શું પ્રયોજન હશે ?” સ્વભાવથી જ સરળ એવી પ્રિયદર્શના બેલી-તેનું પ્રયોજન તમારા મિત્ર જાણે અથવા સવા તેમનું બીજું હૃદય એવા તમે જાણે. વ્યવસાયી એવા મહપુરુષના એકાંત સૂચિત કાર્યો કર્ણ જાણી શકે ? અને જે જાણે તે ઘરે શા માટે કહે?” અશોકદરે કહ્યું- “તમારા પતિને તેની સાથે એકાંત કરવાનું જે પ્રયોજન છે તે હું હું જાણું છું પણ કહી કેમ શકાય ? પ્રિયદર્શનાએ કહ્યું-તેવું શું પ્રજન છે? અશોકદર-“હે સુબુ ! જે પ્રયજન મારે તમારી સાથે છે તે પ્રયોજન તેને તેની સાથે છે.” એવી રીતે તેણે કહ્યું તે પણ તેના ભાવને નહીં સમજનારી અને સરળ આશયવાળી પ્રિયદર્શના બેલી-તમારે મારી સાથે શું પ્રયોજન છે?” તેણે કj-“હે સુશુ ! તારા પતિ સિવાય રસ એવા બીજા કયા સચેતન પુરુષને તારી સાથે પ્રયજન ન હોય?” કર્ણમાં સૂચી સોય) જેવું અને તેની દુષ્ટ ઈચ્છાને સૂચવનારું અશક્તત્તનું વચન સાંભળી પ્રિયદર્શના સકેપ થઈ ગઈ અને નીચું મુખ રાખી આક્ષેપ સહિત બેલી–“રે અમર્યાદ ! રે પુરુષાધમ ! તે આવું કેમ ચિંતવ્યું ? અને ચિંતવ્યું તે કહ્યું કેમ ? મૂખના આવા સાહસને ધિક્કાર છે ! વળી રે દુષ્ટ ! મારા મહાત્મા પતિની તું અવળી રીતે પિતાના જેવી સંભાવના કરે છે તો મિત્રના મિષથી શત્રુ જેવા તને ધિકકાર છે. જે પાપી ! તું અહી થી ચાલે જા, ઊભો ન રહે. તારા દર્શનથી પણ પાપ થાય છે.” એવી રીતે તેણીએ અપમાન કરેલ અદત્ત ચેરની પેઠે શીઘપણે ત્યાંથી નીકળ્યો. જાણે ગૌહત્યા કરનારો હોય તે, પાપરૂપી અંધકારથી મલિન મુખવાળો અને વિમનસ્ક અશક્તત ચાલે જતું હતું, તેવામાં સામા આવતા સાગરચંદ્ર તેને દીઠે. સ્વચ્છ અંતઃકરણવાળા સાગરચંદ્ર “હે મિત્ર ! તમે ઉદ્વિગ્ન કેમ જણાઓ છે ? એમ પૂછયું, એટલે માયાના પર્વત જેવા અશકદરે દીર્ઘ નિઃશ્વાસ મૂકી, જાણે કસ્ટથી દુઃખી થયો હોય તેમ હેઠ ચડાવીને કહ્યું- હે ભ્રાતા ! હિમાલય પર્વતની નજીક રહેનારાઓને ઠરી જાને હેતુ જેમ ૧ કચવાતા મનવાળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy