________________
૪૮ અશોકદત્તની દુર્જનતા
સગે બીજે પ્રગટ છે તેમ આ સંસારમાં નિવાસ કરનારાઓને ઉગનાં કારણ પ્રગટ જ છે. તે પણ ઠેકઠેકાણે થયેલા ત્રણની જેમ આ વૃત્તાંત તે ગુપ્ત રાખી શકાય તેમ પણ નથી અને પ્રકાશ પણ કરી શકાય તેમ નથી.”
એવી રીતે કહી પિતાના નેત્રમાં કપટ અશુને દેખાવ કરી અશોકદર મૌન રહ્યો એટલે નિષ્કપટી સાગરચંદ્ર વિચાર કરવા લાગે-“અહો ! આ સંસાર અસાર છે, જેમાં આવા પુરુષોને પણ અકસ્માત આવા સંદેહના સ્થાન પ્રાપ્ત થાય છે, ધૂમાડો જેમ અગ્નિને સૂચવે તેમ વૈર્યથી નહીં સહેવાતે એ એને અંતઃઉગ બળાત્કારે એનાં અથઓ સૂચવે છે. એવી રીતે ચિત્કાળ વિચાર કરીને તેના દુઃખથી દુઃખિત થયેલે સાગરચન્દ્ર ફરીથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહેવા લાગ્ય– હે બંધુ ! જે અપ્રકાશ્ય ન હોય તે આ તમારા ઉદ્વેગનું કારણ હમણાં જ મને કહો અને મને તમારા દુઃખનો ભાગ આપીને તમે અલ્પ દુખવાળા થાઓ.
અશકદત્તે કહ્યું- હે મિત્ર ! પ્રાણુતુલ્ય એવા તમારી પાસે બીજું પણ અપ્રકાશ્ય ન હોય તે આ વૃત્તાંત તે કેમ જ અપ્રકાશ્ય હાય ? તમે જાણે છે કે સંસારમાં સ્ત્રીઓ, અમાવાસ્યાની રાત્રી જેમ અંધકારને ઉત્પન્ન કરે તેમ અનર્થોને ઉત્પન્ન કરનારી છે. - સાગરચંદ્રે કહ્યું- હે ભાઈ ! પરંતુ હમણું તમે સર્પિણના જેવી કઈ રીના સંકટમાં પડ્યા છે ?
" અશોકદર કૃત્રિમ લજજાને દેખાવ કરીને બે-“પ્રિયદર્શના મને ઘણા વખતથી અયોગ્ય વાત કહા કરતી હતી, પણ કેઈ વખત પોતાની મેળે જ લજજા પામીને રહેશે એમ ધારી મેં સલજપણે કેટલાક વખત સુધી તેની અવજ્ઞાપૂર્વક ઉપેક્ષા કરી, તે પણ તે તે અસતીને યોગ્ય વચને કહેવાથી વિરામ પામી નહીં. અહા ! સ્ત્રીઓને કેવો અસદ આગ્રહ હોય છે ! હે બંધુ! આજે હું આપને શોધવા માટે તમારે ઘેર ગયો હતો એવામાં છળને જાણનારી એવી એ સ્ત્રીએ રાક્ષસીની પેઠે મને કયો, પણ હસ્તિ જેમ બંધનથી છૂટે થાય તેમ હું તેના રધથી ઘણે યત્ન છૂટે થઈ ઉતાવળો અહીં આવ્યો. માર્ગમાં મેં વિચાર્યું કે–આ સ્ત્રી મને જીવતા સુધી છોડશે નહીં, માટે મારે સ્વયમેવ આત્મઘાત કરે કે કેમ? અથવા અપમૃત્યુથી મૃત્યુ પામવું પણ યોગ્ય નથી, કારણ કે મારી પક્ષમાં તે સ્ત્રી મારા મિત્રને આ પ્રમાણે જ કહેશે કે અન્યથા કહેશે ? માટે હું પિતે જ મારા મિત્રને આ સર્વ વાત કહું, જેથી સ્ત્રીમાં વિશ્વાસ કરીને એ વિનાશ પામે નહિ, અથવા એ પણ યુક્ત નથી, કારણ કે મેં તે સ્ત્રીને મરથ પૂર્ણ કર્યો નથી તે તેનું દુશીલ કહીને શા માટે ક્ષત ઉપર ક્ષાર નાંખ્યા જેવું કરું ? એમ વિચાર કરતો હતે તેવામાં તમે મને જોયો. તે બાંધવ! એ મારા ઉદ્વેગનું કારણ જાણે.” અશોકદત્તનાં આવાં વચન સાંભળી જાણે હલાહલ ઝેરનું પાન કર્યું હોય તેમ વાયુ વિનાના સમુદ્રની પેઠે સાગરચંદ્ર સ્થિર થઈ ગયો.
સાગરચંદે કહ્યું–ીઓને એમજ ઘટે છે, કારણ કે ખારી જમીનના નવાણુના જળમાં ખારાપણું જ હોય છે. જે મિત્ર ! હવે ખેદ ન કરે, સારા વ્યવસાયમાં પ્રવર્તે,
૧ ગુમાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org