SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ માગધતીથપતિને કોપ. સગ ૪ થે. અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર, અવિચારી અને પિતાને વર માનનાર ક્યા કુબુદ્ધિ પુરુષે મારી સભામાં આ બાણ નાંખ્યું ? એ કે પુરુષ ઐરાવત હાથીના દાંતને છેદીને પિતાનાં કર્ણાભૂષણ કરવાને ઈચ્છે છે? આ કેશુ પુરુષ ગરુડની પાંખને મુગટ કરવાને ધારે છે ? શેષના મસ્તક ઉપર રહેલી મણિમાલાને ગ્રહણ કરવાની કે ઉમેદ રાખે છે ? સૂર્યના ઘડાને હરણ કરવાની ઈચ્છાવાળે એ કે પુરુષ છે કે જેના ગર્વને જેમ સર્ષના પ્રાણ હરણ કરે તેમ હું હરણ કરીશ.” એવી રીતે બોલી તે માગધ પતિ વેગથી ઊભે થયે, રાફડામાંથી સર્પની પેઠે તેણે મ્યાનમાંથી ખડગ ખેંચ્યું અને આકા. શમાં ધૂમ્રકેતુના ભ્રમને આપનાર અને કંપાવવા લાગે. સમુદ્રની વેલાની માફક દુર્વાર એ તેને સર્વ પરિવાર પણ એક સાથે કે પાટેપ સહિત તત્કાળ ઉભું થઈ ગયું. કઈ પિતાના ખગોથી આકાશને જાણે કૃષ્ણ વિદ્યુમય હોય તેવું કરવા લાગ્યા અને કઈ પિતાના ઉજજવળ વસુનંદોથી જાણે અનેક ચંદ્રવાળું હોય તેવું કરવા લાગ્યા. કેઈ મૃત્યુના દાંતની શ્રેણિથી જાણે બનાવ્યા હોય તેવા પિતાના તીકણુ ભાલાઓને ચાતરક ઉલાળવા લાગ્યા કેઈ અગ્નિની જિહા જેવી ફરસીએ ફેરવવા લાગ્યા કેઈ રાહુની જેવા પર્યતા ભાગવાળા મુગ પકડવા લાગ્યા કેઈ વજીની ધાર જેવા ઉત્કટ ત્રિશૂળને ગ્રહણ કરવા લાગ્યા અને કેઈ યમરાજના દંડ જેવા પ્રચંડ દંડને ઉગામવા લાગ્યા. કેટલાએક શત્રુને વિરોટ કરવામાં કારણુરૂપ પિતાના બાહુનું આસ્ફાટન કરવા લાગ્યા, કેટલાએક મેઘનાદના જેવા ઉર્જિત સિંહનાદ કરવા લાગ્યા, કેટલાએક “મારે, મારે એમ કહેવા લાગ્યા, કેટલાએક “પકડે, પકડે એમ કહેવા લાગ્યા અને કેટલાએક “ઊભા રહો, ઊભા રહો તથા કેટલાએક “ચાલે, ચાલો” એમ બોલવા લાગ્યા. આવી રીતે માગધપતિને સર્વ પરિવાર વિચિત્ર કેપની ચેષ્ટાવાળો થઈ ગયે. પછી અમાત્યે આવીને બાણને સારી રીતે જોયું એટલે તેની ઉપર જાણે દિવ્ય મંત્રાક્ષરે હેાય તેવા ઉદાર અને મેટા સારવાળા નીચે પ્રમાણે અક્ષર જોયા. સાક્ષાત્ સુર, અસુર અને નરના ઈશ્વર એવા કષભસ્વામીના પુત્ર ભરત ચક્રવતી તમને એ આદેશ કરે છે કે જે રાજ્યનું અને જીવિતવ્યનું કામ હોય તે અમારી પાસે તમારું સર્વસ્વ મૂકી દઈને અમારી સેવા કરે. આવા અક્ષરે ઈ મંત્રીએ અવધિજ્ઞાનથી વિચારી-જાણી, તે બાણ સર્વને બતાવી ઊંચે સ્વરે કહ્યું–અરે સર્વ રાજલક ! સાહસ કરનારા, અર્ધબુદ્ધિથી ઊલટા પિતાના સ્વામીને અનર્થ આપનારા અને એવી રીતે પિતાની જાતને સ્વામિભક્ત માનનારા તમને ધિક્કાર છે ! આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર-શ્રીકષભસ્વામીના પુત્ર ભરતરાજા પ્રથમ ચકવતી થયા છે. તેઓ આપણી પાસેથી દંડ માગે છે અને ઈંદ્રની પેઠે પ્રચંડ શાસનવાળા તેઓ આપણને સર્વને પિતાની આજ્ઞામાં રાખવાને ઈચ્છે છે. કદાપિ સમુદ્રનું શોષણ થાય, મેરુપર્વત ઉપાડાય, યમરાજને હણી નંખાય, પૃથ્વી અવળી કરી નંખાય. વજને દળી નંખાય અને વડવાગ્નિ બુઝાવી દેવાય તે પણ પૃથ્વીમાં ચક્રવતી છતાય નહીં તેથી હે બુદ્ધિમંત રાજા ! ટૂંકી બુદ્ધિવાળા આ લોકોને વારે અને દંડ તૈયાર કરી ચક્રવર્તીને પ્રણામ કરવા ચાલે. ગંધહસ્તીના મદને સુંઘીને જેમ બીજા હસ્તી શાંત થઈ જાય તેમ મંત્રીની આવી વાણી સાંભળીને તથા બાણાક્ષર જોઇને માગણપતિ શાંત થઈ ગયું. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy