SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. ભરત મહારાજાને અઠ્ઠમ તપ. ૧૧૧ ચાર દિશાની વિજયલકમીને બોલાવવાને માટે રાખી હોય તેવી ટહુકાર શબ્દ કરતી ચાર ઘંટાઓ તે રથની સાથે બાંધેલી હતી. તરતજ ઈંદ્રના સારથિ માતલિની જેમ રાજાના ભાવને જાણનારા સારથિએ રહિમનું ચાલન કરીને ઘોડાને હંકાર્યા. મહાહસ્તીરૂપી ગિરિવાળે, મોટા શકટરૂપી મકરના સમૂહવાળો, ચપળ અશ્વરૂપી કલ્લોલવાળો, વિચિત્ર શસ્ત્રરૂપી ભયંકર સર્પોવાળે, ઉછળતી પૃથ્વીની રજરૂપી વેલાવાળે અને રથના નિર્દોષરૂપી ગર્જનાવાળો જાણે બીજે સમુદ્ર હેય એ તે રાજા સમુદ્રના તટ ઉપર આવ્યો, પછી મસ્યસમૂહના આરવે કરીને જેમાં જળને નિર્દોષ વૃદ્ધિ પામે છે એવા તે સમુદ્રમાં ચક્રવત્તી એ રથની નાભિ (ધરા) સુધી જળમાં રથને પ્રવેશ કરાવ્યો. પછી એક હાથ ધનુષના મધ્યભાગમાં રાખી એક હાથ પણછને છેડે રાખી પણછ ચડાવીને પંચમીના ચંદ્રને અનુસરનારું ધનુષ કર્યું અને પોતાના હાથથી જરા ધનુષની પણછ ખેંચીને જાણે ધનુર્વેદને આદ્ય ઓંકાર હોય તે ઊંચે પ્રકારે ટંકાર કર્યો. પછી પાતાળદ્વારમાંથી નીકળતા નાગની જેવું પિતાના નામથી અંક્તિ થયેલું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. સિંહના કણ જેવી મુષ્ટિવડે ખડાના અગ્રભાગથી તેને પકડી રાખીને શત્રુઓમાં વજદંડ સમાન તે બાણ પણુછ સાથે જોડી દીધું. સેનાના કર્ણભૂષણરૂપ પદ્મના નાળવાની તુલનાને ધારણ કરતું તે સુવર્ણમય બાણ ચક્રવતીએ કર્ણ સુધી આકર્ષણ કર્યું. મહીપતિના નખરના પ્રસાર પામતાં કિરણેથી તે બાણ જાણે પિતાના સહેદરથી વીંટાઈ રહ્યું હોય તેમ શેભતું હતું. આકર્ષણ કરેલા ધનુષના અંતરભાગમાં રહેલું તે પ્રદીપ્ત બાણ મૃત્યુના ફાડેલા મુખની અંદર ચંચળ જણાતી જિહાની લીલાને ધારણ કરતું હતું. તે ધનુષના મંડળના ભાગમાં રહેલ મધ્ય લોકપાળ-ભરતરાજા, મંડળની અંદર રહેલા સૂર્યની પેઠે મહાદારૂણ લાગતા હતા. તે વખતે આ રાજા મને સ્થાનથી ચલિત કરશે અથવા મારે નિગ્રહ કરશે એમ ધારીને હોય તેમ લવણસમુદ્ર ક્ષોભ પામવા લાગ્યું. પછી પૃથ્વી પતિએ બહાર, મળે, મુખે અને પુખડામાં નાગકુમાર, અસુરકુમાર અને સુવર્ણકુમારાદિક દેવતાઓએ અધિષ્ઠિત કરેલા, દૂતની પેઠે આજ્ઞાકારી અને શિક્ષાઅક્ષરવડે ભયંકર તે બાણને માગધ તીર્થના અધિપતિ ઉપર મૂકયું. ઉત્કટ પાંખોના સુસવાટથી આકાશને શબ્દાયમાન કરતું તે બાણ તત્કાળ ગરુડની જેવા વેગથી નીકળ્યું. મેઘથી જેમ વિદ્યુદંડ, ગગનથી જેમ ઉલકાગ્નિ, અગ્નિથી જેમ તણખાઓ, તપસ્વીથી જેમ તે લેશ્યા, સૂર્યકાંત મણિથી જેમ અગ્નિ અને ઈંદ્રની ભુજાથી છૂટતું વજ જેમ શેભે તેમ રાજાના ધનુષથી નીકળતું તે બાણ શોભવા લાગ્યું. ક્ષણવારમાં બાર ચાજન ઉલંઘન કરીને તે બાણ હૃદયની અંદર શલ્યની પેઠે માગધપતિની સભામાં જઈને પડયું. દંડના ઘાતથી જેમ સર્ષ કે પાયમાન થાય તેમ અકાળે બાણ પડવાથી માગધપતિ કપાયમન થયો. ભયંકર ધનુષની પેઠે તેની બંને ભ્રકુટી ચઢીને ગાળ થઈ ગઈ, પ્રદીપ્ત અગ્નિના તણખા જેવાં તેનાં નેત્ર લાલ થઈ ગયાં, ધમણની પેઠે તેની નાસિકા કુલવા લાગી અને જાણે તક્ષક સપના નાના ભાઈ હોય તેવા અધરદલને તે ફુરાવા લાગે. આકાશમાં ધૂમ્રકેતુની જેમ લલાટમાં રેખાઓને ચડાવી, ગારૂડી પુરુષ જેમ સર્પને ગ્રહણ કરે તેમ પોતાના દક્ષિણ હસ્તથી આયુધને ગ્રહણ કરી અને વામ હસ્તથી શત્રુના કપાળની પેઠે આસન ઉપર તાડન કરી વિષજવાળા જેવી વાણીથી તે બે – A - 16 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy