SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અષ્ટાપદ પર સમવસરણની રચના સગ ૬ . આપનારા પવને તરંગિત કરેલા વ્રજપ શેભતા હતા. તે તેની નીચે રચેલા મોતીના સ્વસ્તિકે “સર્વ જગતનું અહીં મંગળ છે એવી ચિત્રલિપિના વિક્રમને કરાવતા હતા. બાંધેલા ભૂમિતળ ઉપર વૈમાનિક દેવતાઓએ રત્નાકરની શોભાના સર્વસ્વ જે રત્નમય ગઢ કર્યો અને તે ગઢ ઉપર માનુષેત્તર પર્વતની સીમા ઉપર રહેલી ચંદ્રસૂર્યનાં કિરણની માળા જેવી માણેકના કાંગરાની પંક્તિઓ રચી. પછી તિપતિ દેવતાઓએ વલયાકારે કરેલું હેમાદ્રિ પર્વતનું શિખર હોય તે નિર્મળ સુવર્ણને મધ્યમ ગઢ કર્યો અને તેના ઉપર રત્નમય કાંગરા કર્યા, તેમાં પ્રેક્ષકોનાં પ્રતિબિંબ પડવાથી જાણે ચિત્રવાળા હોય તેવા તે કાંગરાઓ જણાતા હતા. તે પછી ભવનપતિઓએ કુંડલાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને આપનારે છેલે રૂપાને ગઢ કર્યો અને તેની ઉપર ક્ષીરસાગરના તટના જળ ઉપર રહેલી ગરૂડની શ્રેણી હેાય તેવી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી. પછી જેમ અયોધ્યા નગરીના ગઢમાં કર્યા હતા તેમ યક્ષોએ તે દરેક ગઢમાં ચાર ચાર દરવાજાને માણેકનાં તેણે કર્યા; પિતાનાં પ્રસરતાં કિરણેથી જાણે તે તેર શતગુણ હોય તેવાં જણાતાં હતાં. દરેક દ્વારે “ વ્યંતરોએ નેત્રની રેખામાં રહેલી કાજળની રેખાની પેઠે આચરણ કરતાં ધૂમાડારૂપી ઊર્મિઓને ધારણ કરનારા ધૂપિયા રાખ્યા હતા. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં, ઘરમાં દેવાલયની જે પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવઈ ર. વહાણની મધ્યમાં જેમ કૂવાથંભ હોય તેવું વ્યંતરાએ તે સમવસરણના મધ્યમાં ત્રણ કેશ ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. તે ચૈત્યવૃક્ષની નીચે પોતાનાં કિરણેથી જાણે વૃક્ષને મૂળથી જ પલવિત કરતી હોય તેવી એક રત્નમય પીઠ રચી અને તે પીઠ ઉપર ચિત્યવૃક્ષની શાખાઓના અંત પલથી વારંવાર સાફ થતે રત્ન છંદ રચે; તેની મધ્યમાં પૂર્વ તરફ વિકસિત કમલકેશની મધ્યમાં કર્ણિકાની જેવું, પાદપીઠ સહિત એક રત્નસિંહાસન રચ્યું અને તેની ઉપર જાણે ગંગાની આવૃત્તિ કરેલા ત્રણ પ્રવાહ હોય તેવાં ત્રણ છત્રો બનાવ્યાં. એવી રીતે જાણે અગાઉથી જ તૈયાર હોય અને તે કઈ ઠેકાણેથી લાવીને અહીં મૂકી દીધું હોય તેમ ક્ષણવારમાં દેવ અને અસુરેએ મળીને ત્યાં સમવસરણ રચ્યું. જગત્પતિએ ભવ્યજનોના હદયની જેમ દ્વારરૂપ એ સમવસરણમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. તત્કાળ જેની શાખાના પ્રાંત પલ્લવે પિતાના કર્ણના આભૂષણરૂપ થતા હતા એવા અશોકવૃક્ષને તેમણે પ્રદક્ષિણા કરી. પછી પૂર્વ દિશા તરફ આવી બારીયા એમ બોલી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ તેઓ સિંહાસન ઉપર બિરાજમાન થયા. તરતજ બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર વ્યંતરદેએ ભગવંતનાં ત્રણ રૂપ વિકવ્ય. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની સ્ત્રીઓએ પૂર્વ દ્વારથી પેસી, પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક જિનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો અને પ્રથમ ગઢમાં પ્રથમ ધર્મરૂપી ઉધાનના વૃક્ષરૂપ સાધુએ પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાં બેઠા, તેમના પૃષ્ઠભાગમાં વિમાનિક દેવતાઓની સ્ત્રીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓને સહ ઊભો રહ્યો. ભુવનપતિ, તિષી અને વ્યંતરોની સ્ત્રીઓ દક્ષિકારથી પ્રવેશ કરી પૂવ. વિધિવત પ્રદક્ષિણા નમસ્કાર કરીને નિત્ય દિશામાં બેડી અને તે ત્રણે નિકાયના દેવ પશ્ચિમઢારથી પ્રવેશ કરી, તેવી જ રીતે નમી, અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમેસર્યા જાણી, પિતાનાં વિમાનનાં સમૂહથી ગગનને આચ્છાદિત કરતા ઈંદ્ર ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy