SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ઇ કરેલ પ્રભુસ્તુતિ. ૧લા સત્વર આવ્યા અને ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, સ્વામીને ત્રણ પ્રદક્ષિણ દઈ નમસ્કાર કરી, ભક્તિવાન ઈંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે ભગવન ! જે કે ઉત્તમ યોગીઓથી પણ આપના ગુણ સર્વ પ્રકારે જાણવા અશકય છે, તે સ્તુતિ કરવાને યોગ્ય એવા તે આપના ગુણે કયાં અને નિત્ય પ્રમાદી એ હું સ્તોતા કયાં ? તથાપિ હે નાથ ! હું યથાશક્તિ તમારા ગુણાને સ્તવીશ. શું લંગડો મનુષ્ય દીર્ઘ માગે ચાલે તે તેને કેઈ નિવારે ? હે પ્રભુ! આ સંસારરૂપી આતપના કલેશથી પરવશ થયેલા પ્રાણીઓને જેના ચરણની છાયા છત્રની છાયાનું આચરણ કરે છે એવા આપ અમારી રક્ષા કરે. હે નાથ! સૂર્ય જેમ પરોપકારને માટે પ્રકાશે છે તેમ ફકત લેકને માટે જ વિહાર કરતા એવા આપ કૃતાર્થ છે. મધ્યાહના સૂર્યની જેમ આ૫ પ્રભુ પ્રગટ થયે, દેહની છાયાની જેમ પ્રાણીઓનાં કર્મ ચોતરફથી સંકેચ પામી જાય છે. જેઓ હમેશાં તમને જુએ છે તે તિર્યંચને પણ ધન્ય છે અને જે તમારા દર્શનથી શૂન્ય છે તે સ્વર્ગમાં રહેલ હોય તે પણ અધન્ય છે. હે ત્રિજગત્પતિ ! જેઓના હૃદયરૂપી ચૈત્યમાં તમે એક અધિદેવતા રહેલા છે તે ભાવિકજને ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ છે. હું આપની પાસે એક જ પ્રાર્થના કરું છું કે ગામેગામ અને નગરનગર વિહાર કરતા આપ કદાપિ મારા હૃદયને છોડશે નહીં.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, પંચાંગે ભૂમિના સ્પર્શ કરવાપૂર્વક પ્રણામ કરી સ્વગપતિ ઇંદ્ર પૂર્વ અને ઉત્તર દિશાના મધ્યમાં બેઠા. પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા, એ વૃત્તાંત તરત જ શિલપાલક પુરુષોએ આવી ચક્રીને કહ્યા કારણ કે તેઓને તે કાર્યને માટે જ ત્યાં રાખ્યા હતા. ભગવાનની જ્ઞપ્તિ કરનારા એ લોકોને દાતાર ચક્રીએ સાડાબાર કોટી સુવર્ણ આપ્યું. તે પ્રસંગે જે આપવું તે થોડું જ છે. પછી મહારાજાએ સિંહાસન ઉપરથી ઊઠી, તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, વિનયથી પ્રભુને પ્રણામ કર્યા અને પછી પાછા સિંહાસન ઉપર બેસી, ઈંદ્ર જેમ દેવતાને બોલાવે તેમ ચક્રીએ પ્રભુને વંદન કરવા જવાને માટે પિતાના સૈનિકોને બોલાવ્યા. વેલાથી સમુદ્રની ઊંચી તરંગપંક્તિની જેમ ભરતરાયની આજ્ઞાથી સર્વ રાજાઓ ચાતરફથી આવીને એકઠા થયા. હાથીઓ ઊંચે સ્વરે ગર્જના કરવા લાગ્યા અને ઘડાઓ ખૂંખારવા લાગ્યા, તે જાણે સ્વામી પાસે જવાને પિતાના અધિરેહક (રવાર) ને ત્વરા કરાવતા હોય તેવા જણાતા હતા. પુલકિત અંગવાળા રથિક અને પેદલ લેકે તત્કાળ હષપૂર્વક ચાલવા લાગ્યા. કારણ કે ભગવાન પાસે જવામાં રાજાની આજ્ઞા તેમને સુવર્ણ અને સુગધના જેવી થઈ પડી. મેટી નદીનાં પૂરના જળ જેમ બે કાંઠામાં સમાય નહીં તેમ અયોધ્યા અને અષ્ટાપદ પર્વતની વચમાં તે સેના સમાતી ન હતી. આકાશમાં વેતછત્ર અને મયુરછત્રને સંગ થવાથી ગંગા અને યમુનાના વેણીસંગ જેવી શોભા થઈ રહી. અશ્વારોના હાથમાં રહેલાં ભાલાંઓ પોતાનાં સ્કરણાયમાન કિરણેથી જાણે તેઓએ બીજાં ભાલાઓ ઊંચા કર્યા હોય તેવાં શેતાં હતાં. હાથીઓની ઉપર આરૂઢ થયેલા વીરકુંજરે હર્ષથી ઉત્કટપણે ગર્જના કરતા હતા, તેથી જાણે હાથીની ઉપર બીજા હાથી આરૂઢ થયા હોય તેવું લાગતું હતું. સર્વ સૈનિકે જગત્પતિને નમવાને માટે સ્તચકીથી પણ અધિક ઉત્સુક થયા હતા કારણ કે ખનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy