SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ભરતરાજાનું પ્રભુ વંદનાર્થે અષ્ટાપદે આગમન. સગ ૬ હૈ. મ્યાન ખગથી પણ ઘણું તીક્ષણ થાય છે. તે સર્વના કેલાહલે દ્વારપાળની પેઠે મધ્યમાં રહેલા ભરત રાજાને “સર્વ સૈનિકે એકઠા થયા છે એમ નિવેદન કર્યું. પછી મુનીશ્વર જેમ રાગદ્વેષના જયથી મનઃશૌચ કરે તેમ મહારાજાએ સ્નાનથી અંગશૌચ કર્યું અને પ્રાયશ્ચિત્ત તથા કૌતુકમંગળ કરીને પિતાના ચરિત્રની જેવા ઉજજવળ વસ્ત્ર ધારણ કર્યા. મસ્તક ઉપર ત છત્રથી અને બંને બાજુએ શ્વેત ચામરેથી શોભતા તે મહારાજા પિતાના મંદિરની અંતર્વેદિકા પ્રત્યે ગયા અને સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ વેદિકા ઉપર આરૂઢ થયેલા તે મહીપતિ સૂર્ય જેમ ગગનની મધ્યે આવે તેમ મહાગજ ઉપર ચડયા. ભેરીશંખ અને આનક વિગેરે ઉત્તમ વાજિંત્રોના મોટા શબ્દોથી ફુવારાના જળની જેમ આકાશભાગને વ્યાપ્ત કરતા, મેઘની જેમ હાથીઓના મદજળથી દિશાઓને વ્યાપ્ત કરતા, તરવડે સાગરની જેમ તુરંગથી પૃથ્વીને આચ્છાદન કરતા અને કલ્પવૃક્ષથી જોડાયેલા યુગલીઆની જેમ હર્ષ અને ત્વરાથી યુકત થયેલા મહારાજા અંતપુર અને પરિવાર સહિત થોડીવારમાં અષ્ટાપદે આવી પહોંચ્યા. સંયમ લેવાની ઈચ્છાવાળો પુરુષ જેમ ગૃહસ્થધમંથી ઉતરીને ઊંચા ચારિત્રધર્મ ઉપર આરૂઢ થાય, તેમ મહાગજ ઉપરથી ઉતરીને મહારાજા એ મહાગિરિ ઉપર ચડયા. ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, એટલે આનંદરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘ સમાન પ્રભુ તેમના જેવામાં આવ્યા. પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણું કરી, તેમના ચરણમાં નમન કરી, મસ્તકે અંજલિ જેડી ભરતે આ પ્રમાણે સ્તુતિ કરી—“હે પ્રભુ ! મારી જેવાએ તમારી સ્તુતિ કરવી તે કુંભથી સમુદ્રનું પાન કરવા જેવું છે, તથાપિ હું તમારી સ્તુતિ કરીશ; કેમ કે હું ભક્તિથી નિરંકુશ છું. હે પ્રભો ! દીપકના સંપર્કથી જેમ વાટે પણ દિપકપણને પામે છે, તેમ તમારા આશ્રિત ભવિજનો તમારી તુલ્ય થાય છે. તે સ્વામિન ! મદ પામેલા ઈદ્રિયરૂપી હસ્તી દ્રોને નિર્મદ કરવામાં ઔષધરૂપ અને માર્ગને બતાવનાર તમારું શાસન વિજય પામે છે. હે ત્રિભુવનેશ્વર ! તમે ચાર ઘાતિકમને હણીને બાકીનાં ચાર કર્મની જે ઉપેક્ષા કરે છે તે લોકકલ્યાણને માટે જ કરે છે એમ હું માનું છું. હે પ્રભુ ! ગરૂડની પાંખમાં રહેલા પુરુષે જેમ સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, તેમ તમારા ચરણમાં લગ્ન થયેલા ભવ્યજને આ સંસારસમુદ્રનું ઉલ્લંઘન કરે છે. હે નાથ ! અનંત કલ્યાણરૂપ વૃક્ષને ઉલ્લસિત કરવામાં દેહદરૂપ અને વિશ્વની મેહરૂપી મહાનિદ્રામાં પ્રાતઃકાળ સમાન તમારું દર્શન જયવંત વસે છે. તમારા ચરણકમલના સ્પર્શથી પ્રાણીઓનાં કર્મ વિદારણું થઈ જાય છે, કેમકે ચંદ્રનાં મૃદુ કિરણથી પણ હાથીના દાંત કુટે છે. મેઘની વૃષ્ટિની જેમ અને ચંદ્રની ચંદ્રિકાની જેમ હે જગન્નાથ ! તમારે પ્રસાદ સવને સરખો જ છે.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, નમસ્કાર કરી, ભરતપતિ સામાનિક દેવતાની જેમ ઈદ્રના પૃષ્ઠભાગે બેઠા. દેવતાઓની પછવાડે સર્વ પુરુષે બેઠા અને પુરુષોની પાછળ સર્વ નારીઓ ઊભી રહી. પ્રભુના નિર્દોષ શાસનમાં જેમ ચતુર્વિધ ધર્મ રહે તેમ સમવસરણના પ્રથમ કિલ્લામાં આવી રીતે ચતુર્વિધ સંઘ બેઠે; બીજા પ્રાકારમાં પરસ્પર વિરોધી છતાં પણ જાણે સ્નેહવાળા સાદર હાય તેમ થઈ સર્વ તિર્યંચ હર્ષ સહિત બેઠા: ત્રીજા કિલ્લામાં આવેલા રાજાઓનાં સર્વ વાહને (હસ્તી, અશ્વાદિ) દેશનાં સાંભળવાને ઊંચા કર્ણ કરીને રહ્યા, પછી ત્રિભુવનપતિએ સર્વ ભાષામાં પ્રવર્તતી અને મેઘના શબ્દ જેવી ગંભીર ગિરાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy