SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ રાજાની આચાર્યને તેમના સંયમ ગ્રહણ સંબંધી પૃચ્છા સર્ગ ૧ લે. ઉદ્યાન સમીપે આવ્યું. પછી રાજાઓમાં કુંજર સમાન રાજાએ હાથી ઉપરથી ઉતરીને સિંહ જેમ પર્વતની ગુફામાં પ્રવેશ કરે તેમ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો અને આચાર્ય મહારાજાને જોયા. તે આત્મારામ મહામુનિ વાના બખ્તરની પેઠે કામદેવના બાણથી અભેદ્ય, રાગરૂપી રેગમાં ઔષધ સમાન, દ્વેષરૂપી શત્રુમાં દ્વિષતપ (શત્રુઓને તપાવનાર), ક્રોધરૂપી અગ્નિમાં નવીન મેઘ સમાન, માનરૂપી વૃક્ષમાં ગજ સમાન, માયારૂપી સપિણમાં ગરૂડ સમાન, લેમરૂપી પર્વતમાં વજ સમાન, મેહરૂપી અંધકારમાં સૂર્ય સમાન, તારૂપી અગ્નિમાં અરણિ સમાન, ક્ષમારૂપી સર્વવના પૃથ્વી સમાન અને બેધિબીજરૂપી જળની એક નીક સમાન હતા. તેમની ચોતરફ સાધુઓને સમુદાય બેઠેલે હ; તેમાંના કોઈ ઉત્કટિક આસને બેઠા હતા, કઈ વીરાસન કરી બેઠેલા હતા, કેઈ વજાસનને સેવતા હતા, કઈ પદ્માસને બેઠેલા હતા, કેઈ દેહિક આસનથી રહેલા હતા, કેઈ ભદ્રાસને રહ્યા હતા, કેઈ દંડાસન કરી બેઠા હતા, કેઈ વઘુલિક આસન કરી રહ્યા હતા, કેઈ ક્રૌંચપક્ષીવત્ આસન કરી બેઠા હતા, કઈ હંસાસન કરી રહ્યા હતા, કેઈ પર્યકાસને બેઠા હતા, કેઈ ઉષ્ટ્રાસન કરી બેઠા હતા, કઈ ગરુડાસન કરી રહ્યા હતા, કોઈ કપાલીકરણ કરી બેઠા હતા, કેઈ આમ્રકુજાસને રહ્યા હતા, કોઈ સ્વસ્તિકાસન ધારણ કરી બેઠા હતા, કઈ દંડપદ્માસન કરી રહ્યા હતા, કઈ સપાશ્રય આસને રહ્યા હતા, કેઈ કાત્સગે રહ્યા હતા અને કઈ વૃષભાસન કરી રહ્યા હતા. રણભૂમિમાં સુભટેની પેઠે વિવિધ ઉપસર્ગોને સહન કરતા તેઓ પિતાના શરીર ઉપર પણ નિરપેક્ષપણું રાખીને પિતાના પ્રતિશ્રવ (અંગીકૃત) ને વિર્વાહ કરતા હતા, અંતરંગ શત્રુઓને જીતતા હતા, પરિષહને સહન કરતા હતા અને તપધ્યાનમાં તેઓ સમર્થ હતા. રાજાએ આચાર્ય પાસે આવી વંદના કરી, તે વખતે થયેલી પુલકાવળીના મિષથી જાણે અંકુરિત થયેલી ભક્તિને ધારણ કરતે હેય તે તે જણાતો હતે. આચાર્ય મહારાજાએ મુખ પાસે મુખવસ્ત્રિકા રાખી સર્વ કલ્યાણની માતારૂપે ધર્મલાભએવી આશિષ આપી. પછી કાચબાની પેઠે શરીર સંકેચી, અવગ્રહભૂમિ છોડીને રાજા અંજલિ જેડી ગુરુમહારાજાની આગળ બેઠો અને એકતાનવાળું મન કરી ઈંદ્ર જેમ તીર્થંકર પાસેથી દેશના સાંભળે તેમ આચાર્યવય પાસેથી દેશના સાંભળી. શરદૂઋતુથી જેમ ચંદ્રની ઉજ્વલતા વિશેષ થાય તેમ તે દેશનાથી રાજાને ભવવૈરાગ્ય વિશેષ થયે. પછી આચાર્યના ચરણને વાંદી, અંજલિ જેડી, વિનયગર્ભિણી ગિરાથી રાજાએ આ પ્રમાણે કહ્યું – “હે ભગવંત! સંસારરૂપી વિષવૃક્ષના અનંત દુખ રૂપ ફળને અનુભવ કરતાં છતાં પણ મનુષ્ય વૈરાગ્યને ભજતા નથી, તેમ છતાં આપને સંસારને વિષે વૈરાગ્ય કેમ ઉત્પન્ન થયે? તેમાં કાંઈ પણ આલંબન કારણભૂત હોવું જોઇએ. માટે આપ કૃપા કરીને કહે.” તેણે એવી રીતે પૂછવાથી પિતાના દાંતનાં કિરણેની ચંદ્રિકાથી આકાશતળને ઉજજવળ કરતાં આચાર્ય મહારાજા પ્રસન્ન થઈને બોલ્યા- હે નૃપ ! આ સંસારમાં બુદ્ધિવંતને સર્વ વૈરાગ્યના જ કારણ છે, તેમાં કોઈ ને કોઈ કારણ વૈરાગ્યના હેતુ વિશેષપણે થાય છે. હું પૂર્વે ગૃહવાસમાં હતો ત્યારે એક દિવસે હાથી, ઘોડા, રથ અને પાયદળ સહિત દિગવિજય કરવાને નીકળે. તેવામાં માર્ગની અંદર ચાલતાં એક ઘણે સુંદર બગીચો મારા જેવામાં આવ્યો. વિશાળ વૃક્ષની છાયાથી મનહર એ તે બગીચે, જગતમાં ભ્રમણ કરવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy