SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું રાજવીનું અરિંદમાચાર્યને વંદનાથે જવું. ૨૨૧ જન્મ મેળવે છે. તેમાં પણ આદેશમાં જન્મ, સારા કુળની પ્રાપ્તિ અને ગુરુકુળસેવા “એવી દુષ્કર સામગ્રી પામ્યા છતાં પણ, જે પ્રાણી પિતાના કલ્યાણને માટે યત્ન કરતો “નથી તે તૈયાર રાઈ મળ્યા છતાં ભૂખ્યા બેસી રહેનાર માણસ જેવું છે. ઊર્ધ્વગતિ (સ્વર્ગાદિ) અને અધોગતિ (નર્માદિ બંને પિતાને આધીન છે, તે પણ જડબુદ્ધિ પ્રાણી જળની પેઠે અધમુખે જ દડે છે. હું સમય આવશે એટલે સ્વાર્થને સાધીશ” એવો વિચાર રાખીને ધર્મકાર્યથી દૂર રહેનારાઓને ધર્મકાર્ય કર્યા અગાઉ જ વગડામાં “તકરની પેઠે યમદૂત આવીને લઈ જાય છે. પાપ કરીને જેએનું પિષણ કરેલું એવા “સર્વ સ્વજનના જોતાં છતાં પણ કાળ, રાંક જેવા રક્ષણ રહિત જંતુને અકસ્માત્ “આવીને લઈ જાય છે. ત્યાંથી નરગતિને પ્રાપ્ત થયેલ પ્રાણ ત્યાં અનંત વેદના ભગવે છે, કારણ કે માણસને ઋણની માફક કમ પણ જન્માંતરમાં સાથે દોડનારા છે. આ મારી માતા, આ મારો પિતા, આ મારે ભ્રાતા અને આ મારે પુત્ર એવી જે મમતા“બુદ્ધિ છે તે મિથ્યા છે; કારણ કે આ શરીર પણ પિતાનું નથી. જુદા જુદા સ્થાન ગતિ)થી આવેલા એવા એ માતાપિતાદિકની સ્થિતિ, વૃક્ષ પર આવી રહેલા પક્ષીની “પેઠે એક ઠેકાણે થયેલી છે, ત્યાંથી તેઓ, રાત્રે એક ઠેકાણે રહેલા વટેમાર્ગુઓ જેમ “સવારે જુદા જુદા સ્થાન તરફ ચાલ્યા જાય છે તેમ જુદી જુદી ગતિમાં ચાલ્યા જાય છે. “પાણીના રેંટની માફક આ સંસારમાં જ–આવ કરતાં પ્રાણીઓને પિતાને કે પારકો “કેઈ નથી, માટે ત્યાગ કરવાને યોગ્ય જ જે કુટુંબાદિક તેને પ્રથમથી જ ત્યાગ કરે “અને સ્વાર્થને માટે યત્ન કરે; કારણ કે સ્વાર્થભ્રષ્ટ થવું તે જ મૂર્ખતા કહેવાય છે. નિર્વાણ (મોક્ષ) લક્ષણવાળે એ સ્વાર્થ એકાંત અનેક સુખ આપનાર છે અને તે મૂલોત્તરગુણવડે કરીને સૂર્યના કિરણની જેમ પ્રગટ થાય છે.” આવી રીતે રાજા ચિંતવતું હતું તેવામાં ચિંતામણિની જેમ શ્રીમાન અરિંદમ નામના સૂરિમહારાજા ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તેમના આગમનની વાર્તા સાંભળીને જાણે અમૃતને ઘૂંટડે પીધો હોય તેમ રાજા હર્ષ પામે. તત્કાળ મયૂરપત્રનાં છત્રોથી જાણે આકાશને મેઘ સહિત કરતો હોય તેમ તે સૂરિમહારાજાને વાંદવા ચાલ્યું. જાણે લહમીદેવીનાં બે કટાક્ષે હોય તેવા બે ચામર તેની બંને તરફ ઢળાવા લાગ્યા. સુવર્ણના કવચવાળા હોવાથી જાણે સુવર્ણની પાંખેવાળા પક્ષીઓ હોય તેવા અને ગતિવડે પવનને જીતનાર વેગવત ઘડાઓથી તે સર્વ દિશાઓને રૂંધવા લાગ્યું. જાણે અંજનાચલના જંગમ શિખરો હોય તેવા મેટા હાથીઓના ભારથી પૃથ્વીતળને તે નમાવવા લાગ્યું. પિતાના સ્વામીના મનને જાણવાથી તેઓને મન:પર્યવજ્ઞાન થયું હોય તેવા સામંત રાજાઓએ ભક્તિવડે તેને પારિવારિત કર્યો. બંદિલેકેના કેલાહલની જાણે સ્પર્ધા કરતા હોય તેવા આકાશમાં પ્રસરતા મંગલસૂર્યના શબ્દો દૂરથી જ તેનું આગમન સૂચવવા લાગ્યા. હાથણી ઉપર બેઠેલી શૃંગાર રસની નાયિકારૂપ હજારે વારાંગનાઓથી તે પરિવારિત થયે. હસ્તી ઉપર બેસીને એવી રીતે પ્રયાણ કરતા તે રાજા વૃક્ષના સ્થાનરૂપ નંદનવન સમાન તે ૧ મોક્ષપ્રાપ્તિને પક્ષે મૂળગુણ પંચ મહાવ્રતાદિ અને ઉત્તરગુણ પિંડવિદ્ધિ વિગેરે. સૂર્યકિરણની વહિને પક્ષે મૂળ અને ઉત્તરા નક્ષત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy