SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ બાહુબલિએ કરેલી ધર્મચક્રની સ્થાપના. સગ ૩ જે. પછી અમે આપને કહેવા આવતા હતા તેવામાં આ૫ અહીં પધાર્યાએ વૃત્તાંત સાંભળી તક્ષશિલા નગરીનો અધિપતિ બાહુબલિ હડપચીએ હાથ મૂકી નેત્રમાં અશ્રયુક્ત થઈ ખેદ કરતે ચિંતા કરવા લાગ્ય–“અરે ! આજે હું પરિજન સહિત સ્વામીની પૂજા કરીશ એ મારે મનોરથ ખારી જમીનમાં વાવેલાં વૃક્ષબીજની પેઠે વ્યર્થ થયો. લોકેના અનુગ્રહની ઈચ્છાથી મેં ઘણું વિલંબ કર્યો તેથી મને ધિક્કાર છે ! આવા સ્વાર્થના બ્રશ વડે મારી મૂતા પ્રગટ થઈ! સ્વામીના ચરણકમળને અવલોકન કરવામાં અંતરાય કરનારી આ વૈરિણી રાત્રિને અને મારી મતિને ધિક્કાર છે ! સ્વામીને હું આ વખતે તે નથી તેથી આ પ્રભાત પણ અપ્રભાત છે, ભાનુ પણ અભાનુ છે અને નેત્ર પણ અનેત્ર છે. “અહા ! ત્રિભુવનપતિ રાત્રે આ સ્થળે પ્રતિમારૂપે રહ્યા અને નિજ બાહુબલિ પિતાના મહેલમાં સૂઈ રહો !” આવી ચિંતાથી વ્યાપ્ત થયેલા બાહુબલિને જોઈ શકરૂપી શલ્યને વિશલ્ય કરનારી વાણીથી તેના મુખ્ય સચિવે કહ્યું- હે દેવ! અહીં આવેલા સવામીને જોયા નહીં એ શોક શા માટે કરે છે ! કેમકે તે પ્રભુ હમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા દેખાય છે. વળી અહીં તેમના વજ, અંકુશ, ચક્ર, કમલ, વિજ અને મત્સ્યથી લાંછિત થએલા ચરણન્યાસ જેવાથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માનો.” સચિવનાં એ પ્રમાણેનાં વાકયે સાંભળી અંતાપુર અને પરિવાર સહિત સુનંદાના પુત્ર બાહુબલિએ પ્રભુના તે ચરણબિ અને વંદના કરી. આ ચરણબિંબને હવે પછી કઈ અતિક્રમ ન કરે એવી બુદ્ધિથી તેની ઉપર તેણે રત્નમય ધર્મચક્ર સ્થાપન કર્યું. આઠ જન વિસ્તારવાળું, ચાર એજન ઊંચું અને સહસ્ત્ર આરાવાળું તે ધર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય એવું શોભવા લાગ્યું. ત્રણ જગત્પતિ પ્રભુના અતિશયના પ્રભાવથી દેવતાઓથી પણ થવું દુષ્કર એવું તે ચક્ર બાહુબલિએ જોયું. પછી તત્કાળ તેણે સર્વ જગ્યાએથી લાવેલાં પુષ્પથી તેની પૂજા કરી, તેથી જાણે ત્યાં ફૂલનો પર્વત હોય એવું જણાવા લાગ્યું. નંદીશ્વરતીરે જેમ ઇંદ્ર અઠ્ઠાઈ મહોત્સવ કરે તેમ તેણે ત્યાં ઉત્તમ સંગીત અને નાટકાદિકથી અદૂભુત અઠ્ઠાઈ સવ કર્યો. પછી તેની પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી તથા ચક્રને નમસ્કાર કરી બાહુબલિ રાજા પિતાની નગરીમાં ગયે. એ પ્રમાણે પવનની પેઠે સ્વતંત્રપણે અને અખલિત રીતે વિહાર કરનારા, વિવિધ પ્રકારના તપમાં નિષ્ઠા રાખનારા, જુદા જુદા પ્રકારના અભિગ્રહ કરવામાં ઉઘુક્ત, મૌનપણું ધારણ કરેલ હેવાથી યવનાડંબ વિગેરે સ્વેચ્છ દેશમાં રહેનારા અનાર્ય પ્રાણીઓને પણ દશનમાત્રથી ભદ્રીક કરનારા અને ઉપસર્ગ તથા પરિષહને સહન કરનારા પ્રભુએ એક હજાર વર્ષ એક દિવસની જેમ વ્યતીત કર્યા. અનુક્રમે તેઓ મહાનગરી અધ્યાના પુમિતાલ નામના શાખાનગરે આવ્યા. તેની ઉત્તર દિશામાં જાણે બીજું નંદનવન હોય તેવા શકટસુખ નામના ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. અષ્ટમ તપ કરીને વટવૃક્ષ નીચે પ્રતિમારૂપે રહેલા પ્રભુ અપ્રમત્તર નામના ગુણસ્થાનને પામ્યા. પછી અપૂર્વકરણમાં આરૂઢ થઈ સવિચાર પૃથફવિતર્કજ નામના શુકલધ્યાનના પહેલા પાયાને પ્રાપ્ત થયા. ત્યાર પછી અનિવૃત્તિ બાદર ગુણઠાણને તથા સૂમસંપાય ગુણઠાણને પામીને તે જ ધ્યાનવડે ક્ષણવારમાં ચૂર્ણ કરેલા ૧ શાખાનગર–પરૂં. ૨ સાતમું ગુઠાણું. ૩ આઠ ગુણઠાણું. ૪ શુકલધ્યાનને પહેલે પાયો. ૫ નવમું ગુણઠાણું. ૬ દશમું ગુણઠાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy