SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન ૧૫. એવા લેભને હણીને પછી જ્યકૃતઅવિચાર નામના શુકલધ્યાનમાં બીજા પાયાને પામીને અંત્યક્ષણે ક્ષણવારમાં ક્ષીણમેહ' નામના ગુણઠાણાને પ્રાપ્ત થયા. પછી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અંતરાયકર્મને નાશ કરવાથી સર્વ ઘાતિકને તેમણે નાશ કર્યો. એ પ્રમાણે વ્રત લીધા બાદ સહસ્ર વર્ષ વીત્યા પછીના ફાગુન માસની કૃષ્ણ એકાદશીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યું હતું એવે વખતે પ્રાતઃકાળમાં પ્રભુને જાણે હાથમાં રહેલ હોય એમ ત્રણે જગતને બતાવનારું ત્રિકાળવિષય જ્ઞાન , કેવળ જ્ઞાન) ઉત્પન્ન થયું. તે સમયે દિશાઓ પ્રસન્ન થઈ, વાયુ સુખાકારી વાવા લાગ્યો અને નારકીના જીવને પણ ક્ષણવાર સુખ થયું. હવે જાણે સ્વામીને કેવળજ્ઞાનના ઉત્સવને માટે પ્રેરતા હોય તેમ સર્વ ઇવેના આસન તે વખતે કંપાયમાન થયાં. જાણે પિતાના દેવલોકના દેવતાઓને બોલાવવાના કાર્યમાં ઉધત થઈ હોય તેમ દેવલોકમાં સુંદર શબ્દવાળી ઘંટા વાગવા માંડી. પ્રભુના ચરણ સમીપે જવાને ઈચ્છતા એવા સૌધર્માધિપતિએ ચિંતવન કર્યું કે તરત જ અરાવણ દેવ ગજરૂપે થઈ તેમની સમીપે આવ્યો. સ્વામીને જોવાની ઈચ્છાથી જાણે જંગમ મેરુપર્વત હોય તેમ પોતાના શરીરને લક્ષજન પ્રમાણ વીસ્તારીને તે હસ્તી ભવા લાગ્યો. તેના અંગની બરફ જેવી શ્વેત કાંતિવડે તે હસ્તી જાણે ચોતરફ દિશાઓને ચંદનનું વિલેપના કરતે હેાય એમ જણાતું હતું. તેના ગંડસ્થળમાંથી ઝરતા અતિસુગંધી મદજળવડે તે સ્વર્ગની અંગભૂમિને કસ્તુરીના સ્તબકથી અંકિત કરતે હતે. જાણે બે બાજુએ પંખા હોય તેવા પિતાના ચપલ કર્ણતાલવડે કપલતળમાંથી ઝરતા મદના ગંધથી અંધ થયેલા મયુરોના સમૂહને તે નિવારતે હતે. પિતાના કુંભસ્થળના તેજથી તેણે બાળસૂર્યના મંડલને પરાભવ કર્યું હતું અને અનુક્રમે પુષ્ટ અને ગળાકાર એવી શુંઢથી તે નાગરાજને અનુસરતા હતે. મધુ જેવી કાંતિવાળા તેનાં નેત્ર અને દાંત હતા, તામ્રપત્રના જેવું તેનું તાળવું હતું અને સંભાની જેવી ગેળ તથા સુંદર તેની ચીવ હતી. ગાત્રના અંતરાળ ભાગ વિશાળ હતા, પણછ ચડાવેલા ધનુષ જે પૃષ્ઠ ભાગ હતા, કૃશ ઉદર હતું અને ચંદ્રમંડળના જેવા નખમંડળથી તે મંડિત હતો. તેને નિઃશ્વાસ દીધું અને સુગંધી હતો, તેની કાંગુલી સુંઢને અગ્રભાગ) દીર્ધ અને ચલિત હતું અને તેના એણપલ્લવ, ગુહેંદ્રિય અને પુછ ઘણાં લીધું હતાં. બે બાજુએ રહેલા ચંદ્ર અને સૂર્યથી જેમ મેરુ પર્વત અંકિત હોય છે તેમ છે પડખે રહેલી બે ઘંટાએથી તે અતિ હતે. દેવવૃક્ષના પુષ્પથી ગુથેલી તેની બે બાજુની દેરડીઓ હતી. જાણે આઠ દિશાની લીમીની વિષમભૂમિઓ હેાય તેવા સુવર્ણપટ્ટથી અલંકૃત કરેલાં આઠ લલાટ અને આઠ મુખવડે તે શોભતો હતો. જાણે મોટા પર્વતનાં શિખર હોય તેવા ૮૮, કાંઈક વાંકા, વિસ્તારવાળા અને ઉન્નત એવા દરેક મુખમાં આઠ આઠ દાંત શેતા હતા. દરેક દાંત ઉપર સ્વાદુ અને નિર્મળ જળવાળી એક એક પુષ્કરિણી હતી, તે દરેક વર્ષ પર પર્વત ઉપર રહેલા દ્રહ જેવી શોભતી હતી. દરેક પુષ્કરિણુમાં આઠ આઠ કમલ હતાં, તે જાણે જળદેવીએ જળની બહાર મુખ કર્યા હોય તેવાં જણાતાં હતાં. પ્રતિકમલે આઠ આઠ વિશાળ પત્ર હતા, તે જાણે કીડા કરતી દેવાંગનાઓને વિશ્રામ લેવાના દ્વીપ ( ૧ બારમું ગુણાણ ૨ પુષ્કરિણી–વાવ. - A - 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy