SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ બાહુબલિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન અને કેવળ દશન. સર્ગ ૫ મે અર્થે જાઓ. હાલમાં ઉપદેશને સમય વતે છે. પ્રભુની આજ્ઞા મસ્તકે ચડાવી, તેમના ચરણમાં નમસ્કાર કરી, બ્રાહ્મી અને સુંદરી બાહુબલિ પાસે જવા ચાલી. મહાપ્રભુ ઋષભદેવજી પ્રથમથી જ તે બાહુબલિના માનને જાણતા હતા, તે પણ એક વર્ષ સુધી તેની ઉપેક્ષા કરી હતી, કારણ કે તીર્થકર અમૂઢ લક્ષ્યવાળા હોય છે, તેથી અવસરે ઉપદેશ આપે છે. આર્યા બ્રાહ્મી અને સુંદરી તે પ્રદેશમાં ગયાં, પણ રજથી આચ્છન્ન થયેલા રનની જેમ ઘણી વેલડીઓથી વીંટાઈ ગયેલા તે મહામુનિ તેમના જેવામાં આવ્યા નહીં. વારંવાર શેધ કરતાં તે બંને આર્યાએ વૃક્ષની જેવા થઈ રહેલા એ મહાત્માને કઈ પ્રકારે ઓળખ્યા. ઘણું નિપુણતાથી તેમને જાણી તે બંને આર્યાએ મહામુનિ બાબલિને ત્રણ દક્ષિણું કરીને વંદના કરી ૫છી આ પ્રમાણે કહ્યું – “હે ચેષ્ટા ! ભગવાન એવા આપણું પિતાજી અમારે મુખે તમને કહેવરાવે છે કે હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયેલા પુરૂષને કેવળજ્ઞાન થતું નથી. એમ કહી તે બંને ભગવતી જેમ આવી હતી તેમ ચાલી ગઈ. મહાત્મા બાહુબલિ તે વચનથી અંતઃકરણમાં વિસ્મય પામી આવી રીતે વિચારવા લાગ્યા- અહા ! સાવદ્યાગને ત્યાગ કરનારા અને વૃક્ષની જેમ કાર્યોત્સર્ગમાં રહેનારા મારે આ અરણ્યમાં હસ્તી ઉપર આરોહણ કયાંથી ? આ બંને આર્યાં ભગવાનની શિષ્યા છે. તે ક્યારે પણ અસત્ય ભાષણ કરે નહિ તે આમાં શું સમજવ ? અરે હા ! બહ કાળે મારા જાણવામાં આવ્યું કે વતથી મોટા અને વયથી નાના એવા મારા ભાઈ અને હું કેમ નમસ્કાર કરું ? એવું જે મને માન થયું છે તે રૂપી હાથી ઉપર હું નિર્ભયપણે આરૂઢ થયેલ છું. ત્રણ જગતના ગુરુની ઘણું કાળ મેં સેવા કરી, તે પણ જળચર જીવને જેમ જળમાં તરતાં આવડે નહીં, તેમ મને વિવેક ઉત્પન્ન થયે નહીં; જેથી પૂર્વે વ્રતને પ્રાપ્ત થયેલા એ મહાત્મા બ્રાતાઓને “એ કનિષ્ટ છે' એમ ધારી તેમને વાંદવાની ઈચ્છા મને થઈ નહીં. હવે હમણુ જ ત્યાં જઈને એ મહાસુનિઓને વંદના કરું.' એમ વિચારી મહાસત્વ બાહુબલિએ પિતાનો ચરણ ઉપાડયો, તે જ વખતે ચોતરફ થી જેમ લતા અને વેલડિયો ગુટવા લાગી તેમજ ઘાતિકર્મ પણ બુટવા લાગ્યા અને તે જ પગલે એ મહાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેમને એવા સૌમ્ય દશનવાળા એ મહાત્મા ચંદ્ર જેમ સૂર્યની પાસે જાય તેમ કાષભસ્વામીની પાસે ગયા. ત્યાં તીર્થકરને પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરી જગતને નમવા યોગ્ય બાહુબલિ મુનિ પ્રતિજ્ઞાને તરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા. ॐ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि बाहुबलिसंग्रामदीक्षाकेवलज्ञानसंकीर्तनो नाम पञ्चमः सर्गः ॥५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy