SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ પરમાત્માની વિચારણું. ૨૫૯ રેગને જ નિગ્રહ થતું હતું, જડ સ્થિતિ કમળને જ હતી, દહન અગરુનું જ થતું હતું, ઘર્ષણ શ્રીખંડ(ચંદન)નું જ થતું હતું, મંથન દધિનું જ થતું હતું, પીલવું ઈશુદંડનું જ થતું હતું, ભ્રમરે જ મધુપાન કરતા હતા, મદદય હાથીઓને જ થતું હતું, કલહ સ્નેહપ્રાપ્તિ માટે જ થતો હતો, ભીરુતા અપવાદ થવામાં જ હતી, લેભ ગુણસમૂહને સંપાદન કરવામાં જ હતું અને અક્ષમા દોષને માટે જ રહેલી હતી. અભિમાનવાળા રાજાઓ પણ પોતાના આત્માને એક પેદલરૂપ માની તેમને ભજતા હતા, કારણ કે બીજા મણિએ ચિંતામણિની પાસે દાસરુપ થઈને જ રહે છે, તેમણે દંડનીતિ ચલાવી નહતી એટલું જ નહીં પણ ભ્રકુટીને ભંગ પણ કર્યો નહોતે; તથાપિ સૌભાગ્યવાન પુરુષને જેમ સ્ત્રી વશ થઈને રહે તેમ તેને સર્વ પૃથ્વી વશ થઈને રહેલી હતી. સૂર્ય જેમ પિતાના કિરણોથી સરોવરના જળને આકર્ષે તેમ તેણે પોતાના પ્રબળ તેજથી રાજાઓની લહમીને આકરી હતી. તેમના આંગણુની ભૂમિ રાજાઓએ ભેટ કરેલા હાથીઓના મદજળથી હમેશાં પંકિલ રહેતી હતી. એ મહારાજાના ચતુરાઈથી ચાલતા ઘોડાઓથી સર્વ દિશાઓનું વાહ્યાલી ભૂમિની જેમ સંક્રમણ થતું હતું. સમુદ્રના તરંગોની ગણનાની જેમ તેમના સિન્યના પાયદલ અને રથની સંખ્યા ગણવાને કઈ પણ સમર્થ થતું નહોતું. ગજવાહી, ઘોડેસ્વાર, રથી અને પત્તિઓ એ સર્વ, ભુજાના વીર્યથી શોભતા એ મહારાજાને ફકત સાધન તરીકે જ રહેલા હતા. આવું એિશ્વર્યા પ્રાપ્ત થયા છતાં તેઓ અભિમાન ધારણ કરતા નહીં, અતુલ્ય ભુજબળ છતાં તેમને ગર્વ થતો નહીં, અનુપમ રૂપ છતાં પોતાના આત્માને તેઓ સુંદર માનતા નહીં, વિપુલ લાભ છતાં ઉન્મત્તપણને ભજતા નહીં અને બીજા પણ મદ થવાનાં કારણો છતાં તેઓ કઈ પણ પ્રકારના મદને ધારણ કરતા નહીં, પરંતુ એ સર્વને અનિત્ય જાણી તૃતુલ્ય ગણતા હતા. એવી રીતે રાજ્ય પાળતા અજિત મહારાજાએ કૌમારવયથી માંડીને ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્વક નિર્ગમન કર્યા. એક વખત સભાને વિસર્જન કરી એકાંત સ્થળે બેઠેલા, ત્રણ જ્ઞાનને ધારણ કરનારા અજિતસ્વામી સ્વયમેવ એવું ચિંતવવા લાગ્યા કે “આજ સુધીમાં ઘણાખરા ભેગફળ “કર્મ ભેગવાઈ ગયેલા હોવાથી હવે ગૃહવાસી એવા મારે સ્વકાર્યમાં વિમુખ થઈ રહેવું “ન જોઈએ, કારણ કે આ દેશનું મારે રક્ષણ કરવું જોઈએ, આ શહેર મારે સંભાળવું જોઈએ, આ ગામે મારે વસાવવાં જોઈએ, આ માણસને પાળવા જોઈએ, આ હાથીઓને વધારવા જોઈએ, આ ઘોડાઓનું પિષણ કરવું જોઈએ. આ ભૂત્યનું ભરણપોષણ કરવું બજોઈએ, આ યાચકને તૃપ્ત કરવા જોઈએ, આ સેવકને પિષવા જોઈએ, આ શરણતેને બચાવવા જોઈએ, આ પંડિતેને બેલાવવા જોઈએ, આ મિત્રને સત્કાર કરે બજોઈએ, આ મંત્રીઓને અનુગ્રહ કર જોઈએ, આ બંધુઓને ઉદ્ધારવા જોઈએ, “આ સ્ત્રીઓને રંજિત કરવી જોઈએ અને આ પુત્રને લાલિત કરવા જોઈએ—એવાં એવાં પરકાર્યોમાં પ્રતિક્ષણે આકુળ થયેલા પ્રાણી પિતાના સમગ્ર માનુષજન્મને નિષ્ફળ ગુમાવે છે. એ સઘળાઓના કાર્યમાં વ્યગ્ર થયેલ પ્રાણી, યુક્ત અયુક્ત નહીં વિચારતે મૂઢપણે પશુની જેમ નાના પ્રકારના પાપ આચરે છે. આ મુગ્ધબુદ્ધિવાળે પુરુષ “જેઓને માટે પાપ કરે છે તેઓ, મૃત્યુ માર્ગે ચાલતા એવા તે પુરુષની પાછળ જરા પણ જતા નથી, અહીં જ રહે છે. કદાપિ તેઓ અહિં રહે તે ભલે, પણ અહીં ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy