________________
૩૦૦ સેનાપતિએ સિંધુ નદીના પશ્ચિમ નિકૂટને સાથે સર્ગ ૪ થે, જ્ઞાનથી તેણે ભરતાદ્ધની અવધિ ઉપર આવેલા સગર ચકીને જાણ્યા. તેમની સમીપે આવીને દિવ્ય રન. વીરાસન, ભદ્રાસન અને દેવદુષ્ય વસ્ત્રો આકાશમાં રહીને આપ્યાં. વળી હર્ષ પામીને મહારાજાને સ્વસ્તિવાચકની પેઠે “ઘણું જ ! ઘણે આનંદ પામે ! અને ઘણે કાળ વિજય પામે ! એમ આશીર્વચન કર્યું. પિતાના પ્રિય બાંધવની જેમ તેને ગૌરવતાથી બેલાવી ચક્રવત્તીએ વિદાય કર્યો અને અઠ્ઠમ તપનું પારણું કર્યું તેમજ પિતાના પ્રસાદરૂપી પ્રાસાદમાં સુવર્ણકલશ સમાન તેને અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો.
પછી ચક્રને અનુસરી તમિસા ગુફાની પાસે જઈને તેની સમીપે સિંહની જેમ છાવણી કરી નિવાસ કર્યો. ત્યાં કૃતમાલ નામના દેવને મનમાં ધારીને અઠ્ઠમતપ કર્યું. મહાન પુરુષો પણ કરવા યોગ્ય કાર્યને છોડતા નથી. અઠ્ઠમ તપનું ફળ પરિણામ પામ્યું એટલે તેનું આસન કંપ્યું. તેવા પુરુષોનો અભિગ થતાં પર્વતો પણ કપે છે. કૃતમાલદેવ અવધિજ્ઞાનથી ચક્રવત્તીને આવેલા જાણી સ્વામીની પાસે આવે તેમ આકાશમાં આવી ઊભો રહ્યો. તેણે સ્ત્રી-રત્નને ચોગ્ય ચૌદ તિલક આપ્યાં, સારે વેષ, વસ્ત્રો, ગંધચૂર્ણ, માળા વિગેરે ભેટ કર્યા અને હે દેવ ! આપ જય પામો’ એમ કહી ચક્રવત્તીની સેવા સ્વીકારી દેવતાઓને અને મનુષ્યને ચકવતી સેવવા ગ્ય છે. ચક્રવતીએ પ્રાસાદપૂર્વક બોલાવી તેને વિદાય કર્યો અને પરિવાર સહિત અઠ્ઠમભક્તને અંતે પારણું કર્યું. ત્યાં સગરરાજાએ આદરપૂર્વક કૃતમાલ દેવને અછાન્ડિક ઉત્સવ કર્યો, કારણ કે એ કૃત્ય દેવતાઓને પ્રીતિદાયક છે.”
અષ્ટાબ્લિક ઉત્સવ પૂરો થયા પછી ચક્રવતીએ પશ્ચિમ દિશાના સિંધુનિકૂટને જીતવા જવાને માટે અદ્ધ સૈન્ય સાથે સેનાપતિરત્નને આજ્ઞા કરી. સેનાપતિએ અંજલિ જેડીને પુપમાળાની જેમ એ આજ્ઞાને મસ્તક નમાવી સ્વીકારી. પછી સેનાપતિ ચતુરંગ સિન્યથી પરિવારિત થઈ હસ્તિરત્ન ઉપર ચડી સિંધુના પ્રવાહની સમીપે આવ્યું. પિતાના ઉગ્ર તેજથી જાણે ઈંદ્ર કે સૂર્ય હોય તેમ બળવાન એ તે સેનાપતિ પરાક્રમી તરીકે ભારત. વર્ષમાં વિખ્યાત હતે. સર્વ શ્લેષ્ઠ લેકની ભાષા તે જાણતો હતે, સર્વ લિપિમાં પંડિત હતા અને જાણે સરસ્વતીને પુત્ર હોય તેમ વિચિત્ર સુંદર ભાષણ કરતા હતા. આ ભરતખંડમાં રહેલા, સર્વ નિકૂટ (દેશોના અને જળસ્થળ સંબંધી કિલ્લાઓના જવાઆવવાના માર્ગને તે જાણતા હતા. જાણે શરીરધારી ધનુર્વેદ હોય તેમ સર્વ આયુધમાં તે વિચક્ષણું હતું. તેણે સ્નાન કરી પ્રાયશ્ચિત અને કૌતુકમંડલ કર્યું. શુકલપક્ષમાં જેમ
ડાં નક્ષત્રો દેખાય તેમ છૂટા છૂટા મણિઓના આભૂષણે પહેર્યા, ઇંદ્રધનુષ સહિત મેઘની જેમ ધીર એવા તેણે ધનુષ ધારણું કર્યું, પરવાળાના વિસ્તારવાળા સમુદ્રની જેમ ચર્મરત્ન ધારણ કર્યું અને પુંડરીક કમલથી સરોવરની જેમ ઊંચા કરેલા દંડરત્નથી તે શોભવા લાગ્યું. ખભા ઉપર શ્રીખંડના (ચંદન) સ્થાસક (થાપા) કર્યા હોયની તેમ બે બાજુ વીંઝાતા ચામરોથી તે શોભતા હતા અને ગજવવડે વરસાદની જેમ વાજિંત્રોના નાદવડે આકાશને ગજાવતા હતે. એવી રીતે સજજ થએલા સેનાપતિએ સિંધુ નદીના પ્રવાહ પાસે આવી પિતાના હાથથી ચર્મરત્નને સ્પર્શ કર્યો, એટલે તે વૃદ્ધિ પામીને સિંધુમાં વહાણની આકૃતિવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org