SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. મંગળપાઠકની વાણી. તપ કહેવાય છે. તથા પ્રાયશ્ચિત, વૈચાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારનાં અત્યંતર તપ કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનારને વિષે અદ્વિતીચ ભકિત, તેના કાર્યનું કરવું, શુભની જ ચિંતા અને સંસારની નિંદા કરવી તે ભાવના કહેવાય છે. એ ચાર પ્રકારને ધર્મ અપાર ફળ મેક્ષફળ)ને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યએ સાવધાન થઈને તે સાધવા ગ્ય છે.” ઉપર પ્રમાણે દેશના સાંભળી ધનશેઠે કહ્યું “ સ્વામિન ! આ ધર્મ ઘણે કાળે મારા સાંભળવામાં આજે આવ્યો છે, આટલા દિવસ સુધી હું મારા કર્મથી ઠગાયો છું. એ પ્રમાણે કહી ગુરુના ચરણકમળને તથા બીજા મુનિઓને વંદન કરી પોતાના આત્માને ધન્ય માનતે પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયે. એવી ધર્મદેશનાથી પરમાનંદમાં મગ્ન થયેલા સાર્થવાહે તે રાત્રિને ક્ષણવત્ નિગમન કરી. શયન કરી ઊઠેલા તે સાર્થવાહના સમીપ ભાગે પ્રાતઃકાળે કેઈમંગળપાઠક સંખના જેવી ગંભીર અને મધુર ધ્વનિવડે આ પ્રમાણે બે -“ધનબંધકારથી મલિન થયેલી, પશ્વિનીની શેભાને ચોરનારી અને પુરુષના વ્યવસાયને હરનારી રાત્રિવર્ષાઋતની પેઠે ચાલી ગઈ છે, જેમાં તેજસ્વી અને પ્રચંડ કિરણવાળે સૂર્ય ઉદય પામેલે છે અને જે પુરુષને વ્યવસાય કરવામાં સહદ સમાન છે એવા આ પ્રાતઃકાળ શરદઋતુના સમયની માફક વૃદ્ધિ પામત જાય છે. જે શરદઋતુના સમયમાં-તત્ત્વબોધવડે બુદ્ધિવંત પુરુષોના મનની પેઠે સરોવર અને સરિતાઓના જળ નિર્મળ થવા લાગ્યાં છે, આચાર્યના ઉપદેશવડે સંશય રહિત થયેલા ગ્રંથની સયના કિરણોથી શુષ્ક પંકવાળા માર્ગો ઘણા સુગમ થયેલા છે. માર્ગના ચીલાની અને ચક્રધારાની અંદર જેમ શકટની શ્રેણિએ ચાલે તેમ નદીઓ પિતાના બંને તટની મધ્યમાં ધીમે ધીમે વહન થવા લાગી છે અને રસ્તાઓ પકવ થયેલા શ્યામ, નીવાર, વાલુંક અને કુંવલાદિકથી જાણે પાંથાનું આતિથ્ય કરતા હોય તેવા જણાય છે. તે શરદઋતુ પવને કરી ચલિત થયેલા ઇક્ષુવનના શબ્દોથી જાણે પ્રવાસીઓને યાનાધિરૂઢ થવાને સમય સૂચવતી હોય તેવી લાગે છે. વાદળાંઓ સૂર્યના પ્રચંડ કિરણેથી તપેલા પાંથલેકેને ક્ષણ વાર છત્રરૂપ થવા લાગ્યા છે. સંઘના સાંઢડાઓ પિતાની કેડ્યોથી ભૂમિનું ભેદન કરે તે જાણે સુખયાત્રા કરવા માટે પૃથ્વીનું વિષમપણું ટાળતા હાયની તેવા જણાય છે. અગાઉ માર્ગમાં જળના પ્રવાહે ગર્જના કરતા અને પૃથ્વી ઉપર ઉછળતા જોવામાં આવતા હતા, તે આ વખતે વર્ષાઋતુના મેઘની માફક નાશ પામી ગયા છે. ફળવડે નમ્ર થયેલી વલ્લીઓથી અને પગલે પગલે નિર્મળ જળનાં ઝરણુથી માર્ગો પથ લેકેને યત્ન સિવાય પાથેયવાળા થયેલા છે; અને ઉત્સાહ ભરેલા ચિત્તવાળા ઉદ્યમી લેકે રાજહંસની પેઠે દેશાંતર જવાને ઉતાવળ કરવા લાગ્યા છે.” મંગલપાઠકના એવા શબ્દ સાંભળીને, “એણે મને પ્રયાણસમય જણાવ્યું એમ વિચારી સાર્થવાહે પ્રયાણભેરી વગડાવી. પૃથ્વી અને આકાશના મધ્ય ભાગને પૂરી દેનાર ભેરીનાદથી, ગેપાલના ગેજીંગના શબ્દથી જેમ ગાયને સમૂહ ચાલે તેમ સર્વ સાથે ત્યાંથી ચાલ્યા. ભવ્ય પ્રાણીરૂપી કમળાને બંધ કરવામાં પ્રવીણ મુનિઓથી પરિવૃત્ત આચાર્ય કિરવડે પરિવૃત્ત સૂર્યની પેઠે ત્યાંથી વિહાર કર્યો. સર્વ સંઘની રક્ષાને માટે આગળ. ૧ તુચ્છ ધાન્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy