________________
શ્રી ધર્મઘોષસૂરિએ કહેલ દાનનું સ્વરૂપ.
રાગ ૧ લે. ધર્મોપગ્રહ દાનના દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, દેયશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ એવા પાંચ પ્રકાર થાય છે. તેમાં ન્યાયપાર્જિત દ્રવ્યવાળો, સારી બુદ્ધિવાળે, આશંસા વિનાને, જ્ઞાનવાનું તથા આપીને પશ્ચાત્તાપ નહિ કરનારે દાન આપે તે દાયકશુદ્ધ દાન કહેવાય છે. આવું ચિત્ત, આવું વિત્ત અને આવું પાત્ર મને પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ થયે છું એમ માનનારે તે શુદ્ધ દાયક કહેવાય છે. સાવદ્ય વેગથી વિરકત, ત્રણ ગૌરવથીર વર્જિત, ત્રણ ગુપ્તિ ધારક, પાંચ સમિતિ પાળનાર, રાગદ્વેષથી વર્જિત, નગર–નિવાસ-સ્થાન–શરીરઉપકરણદિકમાં મમતા રહિત, અઢાર સહસ્ત્ર શીલાંગના ધારણ કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનાર, ધીર, સુવર્ણ અને લેહમાં સમદષ્ટિમાન, ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં સ્થિતિ કરનાર, જિતેંદ્રિય, કુક્ષિસંબલ," હમેશાં શકિત પ્રમાણે નાના પ્રકારનાં તપ કરનાર, અખંડિતપણે સત્તર પ્રકારના સંયમને પાળનાર, અઢાર પ્રકારનાં બ્રહ્મચર્યને ધારણ કરનાર-એવા ગ્રાહકને દાન દેવું તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. બેંતાળીશ દેષથી રહિત અશન, પાન, ખાદ્ય, સ્વાદ અને વસ્ત્ર, સંસ્તારકાદિકનું જે દાન તે દેયશુદ્ધ દાન કહેવાય છે. ચાચ કાળે પાત્રને દાન આપવું તે કાળશદ્ધ દાન અને કામના રહિત શ્રદ્ધાથી આપવું તે ભાવશુદ્ધ દાન કહેવાય છે. દેહ વિના ધર્મનું આરાધન થતું નથી અને અન્નાદિક વિના દેહ રહેતે નથી, માટે હમેશાં ધર્મોપગ્રહદાન દેવું. જે માણસ અશનપાનાદિ ધર્મોપગ્રહદાન સુપાત્રને આપે છે તે તીર્થને અવિચ્છેદ કરે છે અને પરમપદને પામે છે.
સાવદ્યાગનું જે પ્રત્યાખ્યાન કરવું તેને શીલ કહે છે અને તે દેશવિરતિ તથા સર્વ વિરતિ એવા બે પ્રકારે છે. તેમાં દેશવિરતિના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એવા બાર પ્રકાર છે. સ્થૂલ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ અણુવ્રત જિનેશ્વરે કહ્યા છે. દિગવિરતિ, ભોગપભોગ વિરતિ અને અનર્થદંડ વિરતિ એ ત્રણ ગુણવ્રત કહેવાય છે અને સામાયિક, દેશાવગાશિક, પૌષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. એ પ્રકારને દેશવિરતિ ગુણ શુશ્રુષા વગેરે ગુણવાળા, યતિધર્મના અનુરાગી, ધર્મપચ્ચ ભેજનને ઈચ્છનારા, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણ યુકત સમકિતને પામેલા, મિથ્યાત્વથી નિવૃત્ત થયેલા અને સાનુબંધ ક્રોધના ઉદયથી વર્જિત એવા ગૃહમેધી૧૦ મહાત્માઓને ચારિત્રમેહનીને નાશ થવાથી ઉત્પન્ન થાય છે. સ્થાવર અને ત્રસજીવોની હિંસાદિકનું સર્વથા વર્જવું તે સર્વવિરતિ કહેવાય છે અને તે સિદ્ધરૂપી મહેલ પર ચડવાને નિસરણીરૂપ છે. એ સર્વવિરતિ પ્રકૃતિથી અલ્પ કષાયવાળા, ભવસુખમાં વિરાગી અને વિનયાદિ ગુણેને વિષે રક્ત એવા મહાત્મા મુનિઓને પ્રાપ્ત થાય છે.
જે કર્મને તપાવે તે તપ કહેવાય છે. તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. અનશન, ઊંદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય
૧ પાપસહિત. ૨ રસગૌરવ, અદ્ધિગૌરવ, સાતા ગૌરવ. ૩ મનગુપ્તિ, વચનગુપ્તિ, કામગુપ્તિ ૪ ઈમ સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનનિક્ષેપણ સમિતિ, પાષ્ઠિાપનિકા સમિતિ. ૫ ઉદરપતિ માત્ર જ આહારને ગ્રહણ કરનાર. ૬ સંથારો વગેરે. ૭ વાંછો. ૮ ધર્મના ઉપભ્રંભ–ભૂત દાન. ૯ ધર્મ અવશેચ્છા. ૧૦ ગૃહસ્થ. ૧૧ સંસારસુખથી વિરક્ત,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org