________________
પર્વ ૧ લું. શ્રી ધર્મઘોષસૂરિની દેશના
૧૧ તપ અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. તેમાં જે દાનધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન એવા નામથી ત્રણ પ્રકારે કહ્યો છે. ધર્મને નહિ જાણનાર પુરુષને વાચના અને દેશનાદિકનું દાન આપવું અગર જ્ઞાનના સાધનાનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાનવડે પ્રાણી પિતાનું હિતાહિત જાણે છે અને તેથી જીવાદિ તને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે. વળી જ્ઞાનદાનથી પ્રાણી ઉજજવળ કેવળજ્ઞાન પામી, સર્વકના અનુગ્રહકારી લેકાગ્ર ઉપર આરૂઢ થાય છે એટલે મોક્ષપદને પામે છે.
મન, વચન અને કાયાએ કરીને જીવને વધ કર નહી, કરાવ નહી અને કરનારની અનુમોદના કરવી નહીં તેનું નામ અભયદાન કહેવાય છે. તે જીવ-સ્થાવર અને વ્યસન ભેદથી બે પ્રકારના છે, અને તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકાર છે. પર્યાપ્તપણના કારણરૂપ છ પર્યાપ્તિઓ-આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન એ નામની છે. તે પર્યાપ્તિઓ એકેંદ્રિયને ચાર, વિકલૈંદ્રિયને પાંચ અને પંચંદ્રિય જીને છે એમ અનકમે હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તે એકેન્દ્રિય સ્થાવરો કહેવાય છે. તેમાં પહેલાં ચાર છે, તે સૂક્ષમ અને બાદર એવા બે પ્રકારના છે અને વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદવાળી છે. તેમાં પણ સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. ત્રસ જી દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચું. દ્રિય, એમ ચાર પ્રકારના છે. તેમાં પંચેન્દ્રિયના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ છે. જેઓ મન અને પ્રાણ પ્રવૃત્ત કરી શિક્ષા, ઉપદેશ અને આલાપને જાણે છે તે સંશી કહેવાય છે અને તેઓથી વિપરીત તે અસંશી કહેવાય છે. સ્પશન, રસન (જિહુવા ); ધ્રાણ (નાસિકા ), ચક્ષુ અને શ્રેત્ર (કાન) એ પાંચ ઇંદ્રિય છે અને તેઓના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ વિષયે છે. દ્વિદ્રિય જીવમાં કૃમિ, શંખ, ગંડલા, જળ, કપર્દિકા અને છીપ વગેરે વિવિધ આકૃતિવાળા પ્રાણીઓ છે, જૂ, માંકણુ, મંકડા અને લીખ વગેરેને ત્રીંદ્રિય જંતુઓ કહ્યા છે, અને પતંગ, મક્ષિડા(માખી), ભ્રમર અને ડાંસ વગેરેને ચતુરિંદ્રિય ગણ્યા છે. જળ, સ્થળ ને આકાશચારી તિય, તેમજ નારકી, મનુષ્ય અને દેવતા એ સર્વને પંચેંદ્રિય જીવ કહ્યા છે. આ પ્રકારના સર્વ જીવોના પર્યાય (આયુખ્ય)નો ક્ષય કરે, તેઓને દુઃખ આપવું અને તેઓને કલેશ ઉત્પન્ન કરવો એ ત્રણ પ્રકારે વધ કહેવાય છે. તે ત્રણે પ્રકારના જીવવધને ત્યાગ કરે તેનું નામ અભયદાન કહેવાય છે. જે પુરુષ અભયદાન આપે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ આપે છે; કારણ કે વધથી બચાવે જીવ જે જીવે છે તે તેને ચારે પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે છે. દરેક પ્રાણીને રાજ્ય, સામ્રાજ્ય અને દેવરાજ્ય કરતાં પણ જીવિતવ્ય વધારે પ્રિય છે અને તે જ કારણથી અશુચિમાં રહેલા કૃમિને અને સ્વર્ગમાં રહેલા ઈંદ્રને પણ પ્રાણપહારી ભય સરખા છે. માટે સુબુદ્ધિ પુરૂષે નિ૨ ત૨ સંવ જગતને ઈટ એવા અભયદાનને વિષે અપ્રમત્ત થઈને પ્રવર્તવું જોઈએ. અભયદાન દેવાથી મનુષ્ય પરભવે મને હર શરીરવાળો, દીર્ધાયુષી, આરોગ્યવંત, રૂપવંત, લાવણ્યમાન તથા શક્તિમાન થાય છે.
૧ પિતાને હોય તેટલી પર્યાપ્તિ પૂરી કરે તે પતિ કહેવાય છે અને પૂરી કર્યા અગાઉ મરણ પામે છે તે અપર્યાપ્ત કહેવાય છે. ૨ બેઇકી, તેતી અને ચૌરંકી૩ કેડીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org