________________
ધનસાર્થવાહે આપેલ મુનિદાન
સર્ગ ૧ લે. આપ ક્ષમા કરે. મહાત્મા લેક સર્વ સહન કરવાથી હમેશાં સવસહાની ઉપમાને પામેલા જ હોય છે.”
આવું સાર્થવાહનું વચન સાંભળી સૂરિએ કહ્યું – “સાર્થવાહ ! માર્ગમાં હિંસક પશુ ઓથી અને ચાર લોકોથી તમે અમારી રક્ષા કરી છે તેથી અમારો સર્વ પ્રકારને સત્કાર તમે કર્યો છે. તમારા સંઘના લેકે જ અમને ગ્ય અન્નપાનાદિ આપે છે તેથી અમને કંઈ પણ દુઃખ થયું નથી; માટે હે મહામતિ ! જરા પણ ખેદ કરશે નહીં. ” સાર્થવાહે કહ્યું
સંત પુરુષે નિરંતર ગુણને જ જુએ છે, તેથી આપ દેષ સહિત એ જે હું તેને માટે એ પ્રમાણે કહે છે, પરંતુ હું હવે સર્વ રીતે મારા પ્રમાદથી લજિજત થાઉં છું માટે આપ પ્રસન્ન થાઓ અને સાધુઓને આહાર લેવા મારી સાથે મોકલે, જેથી હું ઈછાં પ્રમાણે આહાર આપું.” સૂરિ બોલ્યા-“વર્તમાન યુગવડે જે અકૃત, અકારિત અને અચિત્ત અન્નાદિક હોય તે અમારા ઉપયોગમાં આવે છે એમ તું જાણે છે.” એવી રીતે સૂરિએ કહ્યા પછી “જે આપને ઉપયોગમાં આવશે તે જ હું સાધુઓને વહેરાવીશ..” એમ કહી નમસ્કાર કરી સાર્થવાહ પિતાના આવાસ પ્રત્યે ગયે. તેની પછવાડે જ બે સાધુ વહોરવાને ગયા, પણ દૈવયોગે તેના ઘરમાં સાધુને વહેરાવવા ગ્ય કાંઈ પણ અન્નપાનાદિક તે સમયે હતું નહીં. પછી સાર્થવાહે આમતેમ જોવા માંડયું, તેવામાં જાણે પિતાનું નિર્મળ અંત - કરણ હોય તેવું તાજું ધૃત જોવામાં આવ્યું. સાર્થવાહે કહ્યું-આ “ તમારે ક૯પશે ?” એટલે સાધુએ ઈચ્છું છું” એમ કહી પાત્ર ધર્યું. પછી હું ધન્ય થયે, હું કૃતાર્થ થયે, હું પુણ્યવંત થયે,” એવું ચિંતવન કરવાથી જેનું શરીર માંચિત થયું છે એવા સાથે પતિએ સાધુને સ્વહસ્તે ઘ્રત વહોરાવ્યું, જાણે આનંદાશ્રવડે કરીને પુણ્યાંકુરને ઉત્પન્ન કરતો હોય એવા તે સાર્થવાહે વ્રતદાન કર્યા પછી તે બે મુનિને વંદના કરી, એટલે મુનિઓ સર્વ કલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર જે “ધર્મલાભ” આપી નિજાશ્રમ પ્રત્યે ગયા. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ અને દુર્લભ એવું બેધિબીજ પ્રાપ્ત થયું, રાત્રે ફરીને સાર્થવાહ મુનિઓના આશ્રમમાં ગયે. ત્યાં આજ્ઞા માગી, ગુરુમહારાજને વંદન કરી બેઠે, એટલે ધર્મઘોષસૂરિએ તેને મેઘના જેવી ગિરાથી શ્રુતકેવળીના જેવી નીચે પ્રમાણે દેશના આપી–
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મેક્ષને આપનાર છે અને સંસારરૂપી વનને ઉલ્લંઘન કરવામાં માર્ગ દેશક છે. ધર્મ માતાની પેઠે પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની પેઠે ઉજવળ ગુણોને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે સુખને મહા હમ્પ૪ છે, શત્રુરૂપ સંકટમાં વર્મપ છે, શીતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવાને ઘર્મ છે અને પાપના મર્મને જાણનાર છે. ધર્મથી જીવ રાજા થાય છે, ધર્મથી બળદેવ થાય છે, ધર્મથી અર્ધચકી થાય છે, ધર્મથી ચકવરી થાય છે, ધર્મથી દેવ અને ઇંદ્ર થાય છે, ધર્મથી રૈવેયક અને અનુત્તર વિમાનમાં અહમિંદ્ર દેવપણને પામે છે અને ધર્મથી તીર્થકર પદને પણ પ્રાપ્ત થાય છે. જગત્માં ધર્મથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. દુર્ગતિમાં પડતા જંતુઓને ધારણ કરે છે તેથી તે “ધમ કહેવાય છે. તે ધર્મ દાન, શીલ,
૧ પૃષી ૨ સમકિત. ૩ માર્ગ બતાવનાર. ૪ મહેલ. ૫ બખાર. ૬ ઉણતા. ૭ વાસુદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org