SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દશ પ્રકારના ક૯પવૃક્ષનું સ્વરૂપ સગ ૧ લો પાછળ અને પાર્શ્વ ભાગમાં રક્ષક પુરુષને રાખીને સાર્થપતિ ધનશેઠે પ્રયાણ કર્યું. સાથે જ્યારે તે મહાટવી ઉતરી ગયે ત્યારે સાર્થપતિની આજ્ઞા લઈ ધર્મઘોષ આચાર્ય ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. નદીઓનો સમૂહ જેમ સમુદ્રને પ્રાપ્ત થાય તેમ સાર્થવાહ પણ નિવિદનપણે માર્ગનું ઉલ્લંઘન કરી વસંતપુર પહોંચ્યા. ત્યાં થોડા સમયમાં તેણે કેટલાક ઉપસ્કર વેચ્યા અને કેટલાક નવા ગ્રહણ કર્યા. પછી સમુદ્રથી જેમ મેઘ ભરાય તેમ સર્વત્ર દ્રવ્યાદિકથી ભરપૂર થઈ ધનશેઠ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિતપુરે આ. કેટલેક કાળે આયુષ્ય પૂર્ણ થતાં તે કાળધર્મ પામે. મુનિદાનના પ્રભાવથી તે જ્યાં સર્વદા એકાંત સુષમ નામને આરે વતે છે એવા ઉત્તરકુર ક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ તરફ અને જંબૂવૃક્ષના પૂર્વ ભાગમાં યુગલીઆરૂપે ઉત્પન્ન થયો. તે ક્ષેત્રના યુગલીઆએ ત્રીજા દિવસને છેડે ભેજ્ય પદાર્થની ઈચ્છાવાળા, બસ છપ્પન પૃષ્ટ કરંડકે યુક્ત, ત્રણ કેસના શરીરવાળા, ત્રણ પાપમના આયુષ્યવાળા અ૫ કષાયવાળા, મમતા રહિત અને આયુને અંતે એક વખત જેઓને પ્રસવ થાય છે એવા હોય છે. તેઓને એક અપત્યનું જોડલું થાય છે, તેને ઓગણપચાસ દિવસ સુધી પાળીને પછી તેઓ મૃત્યુ પામે છે અને ત્યાંથી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્તરકુરુ ક્ષેત્રમાં સ્વભાવથી જ શર્કરા જેવી સ્વાદિષ્ટ રેતી છે, શરદુઝતુની ચંદ્રિકા જેવા નિર્મળ જળ છે અને રમણિક ભૂમિ છે. તે ક્ષેત્રમાં માંગ વગેરે દશ પ્રકારના ક૯પવૃક્ષે છે, જેઓ યુગલીઆઓને અયને વાંછિત પદાર્થ આપે છે. તેમાં મઘાંગ નામના કલ્પવૃક્ષે મધ આપે છે; ભૂગાંગ નામના કલ્પવૃક્ષે પાત્ર આપે છે, તુર્યાગ નામના કલ્પવૃક્ષે વિવિધ શબ્દ વડે ઉત્તમ એવા વાજિંત્રે આપે છે, દીપશિખાંગ અને જ્યોતિષ્કાંગ નામના કલ્પવૃક્ષે અદ્દભુત પ્રકાશ આપે છે, ચિત્રાંગ નામના કલ્પવૃક્ષે પુષ્પોની માળાઓ આપે છે, ચિત્રરસ નામના કલ્પવૃક્ષે ભેજન આપે છે, મäગ નામના ક૯પવૃક્ષે આભૂષણ આપે છે, ગેહાકાર નામના કપવો ઘર આપે છે અને અનગ્ન નામના કલ્પવૃક્ષે દિવ્ય વસ્ત્રો આપે છે. એ કલ્પવૃક્ષે નિયત અને અનિયત બંને પ્રકારના અર્થોને આપે છે. ત્યાં બીજા પણ કહ૫વૃક્ષે સર્વ પ્રકારના ઈછિતને આપનારા છે, સર્વ ઈચ્છિત તીથને આપનારા કલ્પવૃક્ષ પ્રાપ્ત થવાથી ધનશેઠને જીવ યુગલી આપણે સ્વર્ગની જેમ વિષયસુખને અનુભવ કરવા લાગ્યા. યુગલીઆનું આયુષ્ય પૂર્ણ કરી તે ધનશેઠને જીવ પૂર્વ જન્મના દાનના ફળથી સૌધર્મ દેવલેકે દેવતા થયો. ત્યાંથી ચ્યવી પશ્ચિમ મહાવિદેહમાંહેની ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વતની ઉપર ગંધાર દેશમાં ગંધઋદ્ધિ નગરને વિષે વિદ્યાધરશિરોમણિ શતબળ નામના રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કુક્ષીથી પુત્રપણે ઉત્પન્ન થયો. બળવડે તે મહાબળવાન હોવાથી તેનું “મહાબળ” એવું નામ પાડ્યું. રક્ષકએ રક્ષા કરેલ અને લાલનપાલન કરેલ મહાબળ કુમાર વૃક્ષની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યો ચંદ્રની પેઠે અનુક્રમે સર્વ કળાઓથી પૂર્ણ થયેલે તે મહાભાગ લેકેના નેત્રને ઉત્સવરૂપ થયે. યેગ્ય સમય આવ્યે એટલે અવસરને જાણનારા માતા-પિતાએ જાણે મૂતિમતી વિનયલમી હોય તેવી વિનયવતી નામની કન્યા સાથે તેના લગ્ન કર્યા. કામદેવના તીક્ષ્ણ હથીયારરૂપ, કામિનીઓને કામણરૂપ અને રતિના લીલાવનારૂપ યૌવનને તે કુમાર પ્રાપ્ત થયું. તેના ચરણ અનુક્રમથી કૂર્મની પેઠે ઉન્નત અને ૧ પાંસળીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy