SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ સમવસરણની રચના સગ ૩ છે. હતા. દરેક દ્વારે સુવર્ણમય કમળોથી શોભતી, સ્વચ્છ તથા સ્વાદુ જળથી પરિપૂર્ણ અને મંગળ કળશની જેવી એક એક વાપિકા રચેલી હતી, દ્વારે દ્વારે દેવતાઓએ સુવર્ણની ધૂપઘટીઓ મૂકી હતી. તે ધૂમાડાથી જાણે મરકત મણિઓનાં તોરણેને વિસ્તારતી હોય તેવી જણાતી હતી. મધ્યના ગઢની અંદર ઇશાનકૂણે પ્રભુને વિશ્રામ કરવા માટે દેવતાઓએ દેવછંદ રચ્યું. ત્રીજા ગઢની મધ્યમાં વ્યંતરેએ એક ગાઉ અને ચૌદસે ધનુષ ઊંચું એક ચૈત્યવૃક્ષ રચ્યું, તેની નીચે પ્રભુને બેસવાનું સિંહાસન, દેવચ્છેદક, બે બે ગ્રામ અને છત્રોના ત્રિક પણ વ્યંતરેએ જ કર્યા આવી રીતે દેવતાઓએ સર્વ આપત્તિને હરનારું અને સંસારથી ત્રાસ પામેલા પુરુષને એક શરણરૂપ સમવસરણુ રચ્યું. પછી જાણે બંદીજન હોય તેમ જય જય શબ્દને કરતા કેટીગમે દેવતાઓથી તરફ પરવરેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણનાં નવ કમળો ઉપર અનુક્રમે ચરણકમળને આરોપણ કરનારા પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. મહાપુરુષો પણ આવશ્યક વિધિનું ઉલ્લંઘન કરતા નથી. પછી નીચ નમઃ એ વાકયવડે તીર્થને નમસ્કાર કરી મધ્યના સિંહાસન ઉપર પૂર્વાભિમુખે ભગવંત બેઠા. તે વખતે શેષકાર્યના અધિકારી વ્યંતરેએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકૃત કર્યો. સ્વામીના પ્રભાવથી તે પ્રતિબિંબ પ્રભુના રૂપ જેવા જ થયા, નહીં તે તેઓ કાંઈ પ્રભુની સદશ પ્રતિબિંબ કરવાને સમર્થ નથી. તે અવસરે પૃષ્ઠ ભાગમાં ભામંડળ, આગળ ધર્મચક્ર અને ઇંદ્રધ્વજ તથા આકાશમાં દુંદુભિનાર પ્રગટ થયા. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની દેવીઓ, એ ત્રણ પર્ષદા પૂર્વકારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી અગ્નિકૂણુમાં બેઠી. તેમાં સાધુઓ આગળ બેઠા અને તેમની પછવાડે વૈમાનિક દેવતાની સ્ત્રીઓ અને પછી સાધ્વીઓ ઊભી રહી. ભવનપતિ, તિષી અને ચંતાની દેવીએ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી, પ્રભુને પ્રદક્ષિણા દઈને અનુક્રમે નૈઋત્યદિશામાં ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમદ્વારથી પ્રવેશ કરીને પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનકમે વાયવ્ય દિશામાં બેઠા. ઈન્દ્ર સહિત વિમાનિક દેવાં ઉત્તરદ્વારથી પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી ઈશાનદિશામાં અનુક્રમે બેઠા. તે સમયે ઇંદ્ર અંજલિ જોડી ફરીથી ભગવાનને નમસ્કાર કરીને ભક્તિથી રોમાંચિત શરીરે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! તીર્થકરનામકર્મથી થયેલા સર્વના અભિમુખપણે હમેશાં સન્મુખ થઈને “ તમે સર્વ પ્રજાને આનંદ પમાડો છે. વળી એક એજનના પ્રમાણુવાળા ધર્મદેશનાના “મંદિરમાં કરડે તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ પરિવાર સહિત સમાય છે, અને એક ભાષામાં બેલાતું છતાં પણ સર્વને પિતપતાની ભાષામાં સમજાતું અને મનહર “ લાગે તેવું તમારું વચન જે ધર્મના બેધન કરનારું થાય છે તે પણ તીર્થંકરનામ કર્મો જ પ્રભાવ છે. તમારી વિહારભૂમિની તરફ સવાસ–સવાસે જન સુધી પૂવે “ઉત્પન્ન થયેલા ગરૂપી વરસાદે તમારા વિહારરૂપી પવનની ઊર્મિઓથી પ્રયાસ વિના “લય પામી જાય છે અને રાજાઓએ નાશ કરેલી અનીતિની જેમ આપ જ્યાં વિહાર કરે છે તે પૃથ્વીમાં મૂષક, ટીડ અને સૂડા વિગેરેની ઉત્પત્તિરૂપ દુભિક્ષ ઈતિઓ પણ Jain Education International For Private & Personal use only . www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy