SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પd ૨ જુ. પરમાત્માની ઈદે કરેલી સ્તુતિ. ૨૭૧ “પ્રગટ થતી નથી. તમારી કૃપારૂપી પુષ્ઠરાવની વૃષ્ટિથી પૃથ્વી પર સ્ત્રી, ક્ષેત્ર અને દ્રવ્યાદિ કારણેથી ઉત્પન્ન થયેલે વરરૂપ અગ્નિ પણ શાંત થઈ જાય છે. હે નાથ ! અશિવને “ઉછેદ કરવામાં પડતરૂપ તમારે પ્રભાવ પૃથ્વીમાં પરિભ્રમણ કરતા હોવાથી મનુષ્ય “લેકના શત્રુરૂપ મારી વિગેરે રોગો ઉત્પન્ન થતા નથી. વિશ્વના એક વત્સલ અને લેકેના “મને રથને વર્ષનારા તમે વિચરતા હોવાથી ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ થતી નથી. તમારા પ્રભાવથી સિંહના નાદથી હાથીઓની જેમ સ્વરાજ્ય અને પરરાજ્ય સંબંધી મુદ્ર ઉપદ્ર સત્વર નાશ પામે છે. સર્વ પ્રકારના અદ્દભુત પ્રભાવવાળા “અને જંગમ કલ્પવૃક્ષરૂપ તમે પૃથ્વી પર વિહાર કરતાં દુલિંક્ષને ક્ષય થઈ જાય છે. “તમારા મસ્તક ઉપર પાછલા ભાગમાં સૂર્યમંડળના તેજને જય કરનારું એવું ભામં. “ડળ, આપનું શરીર લેકેને દુરાલેક થાઓ એમ ધારીને પિંડકારે થયેલું હોય તેમ “ જણાય છે. હે ભગવન! ઘાતકર્મને ક્ષય થવાથી થયેલે આ ગસામ્રાજ્ય મહિમા “વિશ્વમાં પ્રખ્યાત થયેલ છે, તે કેને આશ્ચર્યનું કારણ નથી ? અનંત કાળથી સંચય “થયેલા અનંત કર્મરૂપી તૃણને સર્વથા પ્રકારે તમારા સિવાય બીજો કોઈ પણ મૂળથી “ઉમૂલન કરી શકતો નથી. ક્રિયાના સમબિહારથી તેવી રીતના ઉપાયમાં તમે પ્રવર્તેલા છે કે જેથી નહીં ઈચ્છતા છતાં પણ લક્ષમીને આશ્રય કરીને રહ્યા છે. મૈત્રીના “પવિત્ર પાત્રરૂપ, હર્ષના આમોદથી શોભતા અને કૃપા તથા ઉપેક્ષા કરનારાઓમાં મુખ્ય “એવા તમને વેગાત્માને હું નમસ્કાર કરું છું.” હવે ઉધાનપાલકોએ ઉદ્યાનમાં અજિતનાથ સ્વામી સમવસર્યા છે' એમ સગરચકીની સમીપે જઈને નિવેદન કર્યું, પ્રભુ સમવસર્યાના વૃત્તાંતથી ચકી એવા હર્ષ પામ્યા કે જે હર્ષ ચક્રરતનની ઉત્પત્તિથી પણ થયું નહીં હોય. સંતુષ્ટ થયેલા ચક્રવત્તીએ તે ઉદ્યાનપાલકને સાડા બાર કેટી સુવર્ણ પારિતોષિકમાં આપ્યું. પછી સ્નાન, પ્રાયશ્ચિત તથા કાતુકમંગળાદિ કરી, ઈન્દ્રની જેમ ઉદાર આકૃતિવાળા ૨નેના અલંકાર ધારણ કરી, સ્કંધ ઉપર હાર દઢ કરી, પિતાના હાથથી અંકુશને નચાવતા સગરરાજા ઉત્તમ હસ્તી ઉપર આગલા આસને આરૂઢ થયા. હાથીના ઊંચા કુંભસ્થળથી જેમની અધમૂત્તિ ઢંકાઈ ગઈ છે એવા ચક્રી અર્ધા ઊગેલા સૂર્યની જેવા શોભવા લાગ્યા. શંખ અને દુંદુભિના શબ્દો દિશાઓના મુખમાં પ્રસરવાથી સુઘાષાદિ ઘટના ઘેષથી દેવતાઓ આવે તેમ સગરરાજાના સૈનિકે એકઠા થઈ ગયા. તે સમય મુગટબંધ હજારો રાજાઓના પરિવારથી ચક્રી જાણે વિકૃત કરેલાં અનેક રૂપને ધારણ કરતા હોય તેવું દેખાતું હતું. મસ્તક ઉપર અભિષિકત થયેલા રાજાઓમાં મુગટરૂપ ચકી મસ્તક ઉપર આકાશગંગાના આવત્તના ભ્રમને આપનારા વેત છત્રથી શોભતા હતા અને બંને તરફ સંચાર કરતા ચામરોથી એ રાજા બે તરફ રહેલા ચંદ્રનાં બિંબથી જેમ મેરુ એપે તેમ આપતા હતા. જાણે સુવર્ણની પાંખેવાળા પક્ષીઓ હોય તેવા સુવર્ણના બખ્તરવાળા અશ્વોથી, સઢ ચડાવેલાં કુવાસ્તંભવાળા વહાણે હોય તેવા ઊંચા ધ્વજાતંભવાળા રથી, નિઝરણવાળા જાણે પર્વતે હોય એવા મા ૧. કર્મક્ષય થવાથી ઉત્પન્ન થતા ૧૧ અતિશનું અહી સુધી વર્ણન છે. ૨ અતિશયપાથી, ૩ આ વાકય વડે મૈત્રી, પ્રમેહ, કરુણુ અને ઉપેક્ષા એ ચાર ભાવનાયુકતપણું પ્રતિપાદન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy