SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ : હo નિર્નામિકાનું સ્વયંપ્રભા તરીકે ઉપજવું સગ ૧લે. - કેવળી ભગવાનના મુખથી એવી હકીક્ત સાંભળીને નિર્નામિકાને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને લોહના ગળાની પેઠે તેની કર્મગ્રંથિ ભેદાણ. તેણીએ તે મુનીશ્વર પાસે સમ્યફ પ્રકારે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, સર્વજ્ઞપ્રણીત ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને પરલેકરૂપ માર્ગમાં પાથેય+ તુલ્ય અહિંસાદિ પાંચ અણુવ્રત પણ આદર્યા. પછી મુનિ મહારાજાને પ્રણામ કરી જાણે કૃતાર્થ થઈ હોય એમ માનતી તે નિર્નામિકા ભારે લઈ પિતાને ઘરે ગઈ. તે દિવસથી તે સુબુદ્ધિમાન બાળાએ પોતાના નામની પેઠે યુગધર મુનિની ગિરાને વિસ્મરણ નહીં કરતાં નાના પ્રકારનાં તપ કરવા માંડ્યાં. તે યૌવનવતી થઈ તે પણ તે દુગતાને કઈ પરણ્ય નહિ, કારણ કે કડવું તુંબડું પાકી ગયું હોય તે પણ તેનું કઈ ભક્ષણે કરતું નથી. હાલમાં વિશેષ વૈરાગ્યથી અને ભાવથી તે નિર્નામિકા યુગધર મુનિની પાસે અનશનવ્રત ગ્રહણ કરીને રહેલી છે, માટે હે લલિતાંગ દેવ ! તમે ત્યાં જાઓ અને તેને તમારું દર્શન કરાવે, જેથી તમારામાં આસક્ત થયેલી તે મૃત્યુ પામીને તમારી પત્ની: થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” પછી લલિતાંગ દેવે તેમ કર્યું અને તેના ઉપર રાગવતી થયેલી તે સતી મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે તેની પત્ની થઈ. જાણે પ્રણય ક્રોધથી નાશી ગયેલી સ્ત્રી પાછી પ્રાપ્ત થઈ હોય તેમ પોતાની પ્રિયાને પ્રાપ્ત કરી લલિતાંગ દેવ અધિક ક્રીડા કરવા લાગે; કેમકે ઘણે તાપ લાગ્યો હોય ત્યારે છાયા પ્રીતિને માટે જ થાય છે. એવી રીતે ક્રીડા કરતાં કેટલેક કાળ ગયા પછી લલિતાંગદેવને પિતાના વનના ચિન્હ જોવામાં આવ્યાં. જાણે તેને વિયાગ થવાના ભયથી હેય તેમ રત્નાભરણે નિસ્તેજ થવા લાગ્યાં, મુકુટની માળાઓ પ્લાન થવા લાગી અને તેનાં અંગવ મલિન થવા લાગ્યાં. જ્યારે દુખ નજીક આવે છે ત્યારે લક્ષ્મીપતિ પણ લક્ષ્મીથી મુક્ત થઈ જાય છે. એ સમયે તેને ધર્મને અનાદર અને ભેગમાં વિશેષ આસકિત થઈ જ્યારે અંતસમય આવે છે ત્યારે ઘણું કરીને પ્રાણુઓની પ્રકૃતિમાં ફેરફાર થાય જ છે. તેના પરિજનેના મુખમાંથી અપશુકનમય-શેકકારક અને વિરસ વચને નીકળવા લાગ્યાં. કહ્યું છે કે બોલનારાના મુખમાંથી ભાવિકાને અનુસરનારી જ વાચા નીકળે છે. જન્મથી પ્રાપ્ત થયેલી લક્ષમી અને લજ્જારૂપ પ્રિયાએ, જાણે તેણે કાંઈ અપરાધ કર્યો હોય તેમ તેને છોડી દીધો. કીડીને જેમ મૃત્યુ સમયે જ પાંખો આવે છે તેમ તે અહીન અને નિદ્રારહિત હતું, તે પણ અંતસમય નજીક આવવાથી તેને દીનતા અને નિદ્રા પ્રાપ્ત થઈ. હદયની સાથે તેના સંધીબંધ શિથિલ થવા લાગ્યા. મહા બળવાન પુરુષથી પણ અકંપ્ય એવા તેના કલ્પવૃક્ષો કંપવા લાગ્યા. તેના નિરોગી અંગ અને ઉપાંગના સાંધાઓ જાણે ભવિષ્ય કાળે આવવાની વેદનાની શંકાથી હોય તેમ ભગ્ન થવા લાગ્યા. જાણે બીજાઓને સ્થાયીભાવ જેવાને અસમર્થ હેય તેમ તેની દૃષ્ટિ પદાર્થ ગ્રહણ કરવામાં જોવામાં અસમર્થ થવા લાગી. ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખને ભય લાગ્યો હોય તેમ તેનાં સર્વ અંગો કંપયમાન થવા લાગ્યાં અને ઉપર મહાવત બેઠેલે હેય એવા ગજેંદ્રની પેઠે તે લલિતાંગદેવ, રમ્ય-કીડા પર્વતે, સરિતા, વાપિકા, દીઈિકા અને ઉદ્યાનમાં પણ પ્રીતિને પામ્યો નહિ તેની આવી સ્થિતિ જોઈ દેવી સ્વયંપ્રભાએ કહ્યું- હે નાથ ! આપને શું શું અપરાધ કર્યો છે કે આપ આમ વિહળચિત્ત જણાએ છે?” + ભાતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy