SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. ચારે ગતિના દુઃખેનું વર્ણન. વળી એ નારકીઓની વાત તે દૂર રહી, પરંતુ પ્રત્યક્ષ દેખાય છે એવા જળચર, સ્થળચર અને આકાશચારી તિર્યંચ પ્રાણીઓ પણ પોતાના પૂર્વ કર્મવડે પ્રાપ્ત થયેલા અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. જળચર જીવોમાંનાં કેટલાક તો એક બીજાનું ભક્ષણ કરી જાય છે, કેટલાકને બગલાંઓ ગળી જાય છે. ત્વચાના અથી મનુષ્ય તેઓની ત્વચા ઉતારે છે, માંસની પેઠે તેઓ ભુંજાય છે, ખાવાની ઈચ્છાવાળા તેઓને પકાવે છે અને ચરબીની ઈચ્છા વાળા તેઓને ગાળે છે. સ્થળચર જંતુઓમાં નિર્બળ મૃગ વગેરેને સબળ સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઈચ્છાથી મારી નાખે છે. મૃગયામાં આસક્ત ચિત્તવાળા માંસની ઈચ્છાથી અથવા ક્રીડા નિમિત્તે તે નિરપરાધી પ્રાણીઓને વધ કરે છે અને બળદ વિગેરે પ્રાણીઓ ક્ષુધાતૃષા-ટાઢ તડકે સહન કરે, અતિભાર વહન કરે અને ચાબુક-અંકુશ-પણને માર ખમ વગેરે ક્રિયાથી ઘણી વેદના પામે છે. આકાશચારી પક્ષીઓમાં તેતર, શુક, પત અને ચકલા વગેરેને તેઓના માંસની ઈચ્છાવાળા બાજ, સિંચાનક અને ગીધ પક્ષીઓ પકડીને ખાઈ જાય છે તથા શિકારીએ એ સર્વને નાના પ્રકારના ઉપાયથી પકડી ઘણી વિટંબના પમાડે છે. તે તિર્યંચોને બીજા શસ્ત્ર તથા જળાદિકના પણ અનેક ભય હોય છે, માટે પોતપોતાના પૂર્વકર્મનું નિબંધન જેને પ્રસાર ન રોકી શકાય એવું છે. જેઓને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે તેમાં પણ કેટલાક પ્રાણુઓ જન્મથી જ આંધળા, બહેરા, પંગુ અને કેઢીઓ થાય છે, કેટલાએક ચેરી કરનારા અને પરસ્ત્રીગમન કરનારા પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષાથી નિગ્રહ પામે છે અને કેટલાક નાના પ્રકારના વ્યાધિઓથી પીડાતા પિતાના પુત્રોથી પણ ઉપેક્ષાને પામે છે. કેટલાએક મૂલ્યથી વેચાયેલા (નેકર, ગુલામ વગેરે) ખચ્ચરની પેઠે પિતાના સ્વામીની તાડના તર્જના અમે છે, ઘણે ભાર ઉપાડે છે અને ક્ષુધા તૃષાનાં દુઃખ સહન કરે છે. • પરસ્પરના પરાભવથી કલેશ પામેલા અને પિતપોતાના સ્વામીના સ્વામીત્વથી બદ્ધ થયેલા દેવતાઓને પણ નિરંતર દુઃખ રહેલું છે. સ્વભાવથી દારૂણ અને અપાર એવા આ સંસારમાં, સમુદ્રમાં જેમ જળજંતુઓને પાર નથી તેમ દુઃખને પણ પાર નથી. ભૂતપ્રેતાદિકથી સંકલિત સ્થાનમાં જેમ મંત્રાક્ષ તેનો પ્રતિકાર કરનાર હોય છે, તેમ દુઃખના સ્થાનરૂપ આ સંસારમાં જિનપજ્ઞ ધર્મ સંસારદુઃખને પ્રતિકાર કરનાર છે. અતિ ભારથી જેમ વહાણ સમુદ્રમાં ડૂબી જાય તેમ હિંસાથી પ્રાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, માટે કદાપિ હિંસા કરવી નહીં. હંમેશા અસત્યને ત્યાગ કરો, કારણ કે અસત્ય બોલવાથી વંટેળીઆથી જેમ તૃણ ભમે તેમ માણસ આ સંસારમાં ચિરકાળ ભમ્યા કરે છે. કેઈનું પણ અદત્ત લેવું નહીં એટલે કે કઈ પણ ચીજની ચેરી કરવી નહીં, કારણ કે કાવચ ફળના સ્પર્શની જેમ અદત્ત લેવાથી કયારે પણું સુખ થતું નથી. અબ્રહ્મચર્યને ત્યાગ કરવો. કારણ કે અબ્રહ્મચર્ય રાંકની પેઠે ગળે પકડીને માણસને નરકમાં લઈ જાય છે. પરિગ્રહ એકઠે કરડે નહીં, કારણ કે ઘણા ભારથી વૃષભ કાદવમાં ખેંચી જાય છે, તેમ માણસ પરિગ્રહના વશથી દુઃખમાં ડૂબી જાય છે. જેઓ હિંસા વગેરે પાંચ અવ્રતનો દેશથી પણ ત્યાગ કરે છે તેઓ ઉત્તરોત્તર કલ્યાણસંપત્તિના પાત્ર થાય છે.” જિનેશ્વરે કહેલો ધર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy