SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્નામિકાને કેવલી-સમાગમ. સગ ૧ લે. લઈને જા. પિોતાની માતાની અડાયા છાણના અગ્નિ જેવી દહન કરનારી વાણી સાંભળીને રૂદન કરતી તે બાળા ૨જુ લઈને પર્વત ભણી ચાલી. તે સમયે તે પર્વતના શિખર ઉપર એકરાત્રિ પ્રતિમાઓ રહેલા યુગધર નામે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી સંનિહિત રહેલા દેવતાઓએ કેવળજ્ઞાનના મહિમાને ઉત્સવ કરવાને આરંભ કર્યો હતે. પર્વતની નજીકના નગર અને ગ્રામવાસી લોકો એ સમાચાર સાંભળી તે મુનીશ્વરને વંદન કરવા ઉતાવળા ઉતાવળા આવતા હતા. નાના પ્રકારના અલંકાર અને ભૂષણેથી શોભિત થયેલા લોકોને આવતા જોઈ જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ વિસ્મય પામીને નિર્નામિકા ઊભી રહી. પરંપરાએ લોકોનું આગમન-કારણ જાણું દુઃખના ભારની પેઠે કાના ભારાને છેડી દઈ ત્યાંથી ચાલી અને બીજા લોકેની સાથે પર્વત ઉપર ચઢી. તીર્થો સર્વને માટે સાધારણ છે. તે મહામુનિને ચરણને કલ્પવૃક્ષ સદશ માનનારી નિર્નામિકાએ આનંદથી તેમને વંદના કરી. કહ્યું છે કે ગતિને અનુસરનારી મતિ થાય છે. મુનીશ્વરે મેઘની જેવી ગંભીર વાણીથી લેકસમૂહને હિતકારી અને આહલાદકારી ધર્મદેશના આપી-કાચા સૂત્રના ભરેલા ખાટલાની ઉપર આરોહણ કરનારની જેમ મનુષ્યને વિષયનું સેવન સંસારરૂપ ભૂમિને વિષે પાડવાને માટે જ છે. જગતમાં પુત્ર, મિત્ર અને કલત્ર વિગેરેને સમાગમ એક ગ્રામમાં રાત્રિનિવાસ કરી સૂતેલા વટેમાર્ગ છે . છે. ચોરાશી લાખ યોનિમાં ભમતાં જેને જે અનંત દુખને ભાર છે તે પિતાના કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલે છે.” આ પ્રમાણેની દેશના સાંભળી અંજલી જોડી નિર્નામિકા બેલી–હે ભગવન! આપ ( રાય અને રંકને વિષે સમદષ્ટિવાળા છે તેથી હું વિજ્ઞપ્તિ કરીને પૂછું છું કે આપે સંસારને દુઃખના સદનરૂપ કહ્યા, પરંતુ મારાથી અધિક દુઃખી કઈ છે ?” | કેવળી ભગવતે કહ્યું “હે દુખી બાળા ! હે ભદ્રે ! તારે તે શું દુઃખ છે, તારી કરતાં પણ અત્યંત દુઃખી જીવે છે તેની હકીકત સાંભળ. જેઓ પિતાના દુષ્કર્મના પરૂિ ણામથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલાકનાં શરીર ભેદાય છે, કેટલાકનાં અંગ છેકાય છે અને કેટલાકનાં મસ્તક જુદાં પડે છે, તે નરક ગતિમાં પરમાધાર્મિક અસુરેથી કેટલાક પ્રાણીઓ તલ પીલવાની પેઠે યંત્રથી પીલાય છે, કેટલાક કષની જેમ દારૂણ કરવાથી વેરાય છે અને કેટલાએક સ્ફોટા લેહના ઘણથી લેહપાત્રોની પેઠે કુટાય છે. તે અસુરે કેટલાકને શૂળીની શય્યા ઉપર સુવાડે છે, કેટલાકને વસ્ત્રની પેઠે શિલાતળ સાથે અફાળે છે અને કેટલાકના શાકની પેઠે ખંડ ખંડ કરે છે. તે નારકી જીનાં શરીર વક્રિય હેવાથી તરત ફરીથી મળી જાય છે, એટલે તે પરમધામિકે પુનઃ તેવી રીતે પીડિત કરે છે. એવી રીતનાં દુઃખ ભેગવતાં તેઓ કરુણ સ્વરથી આઠંદ કરે છે. ત્યાં તૃષિત થયેલા જીને વારંવાર તપાવેલા સીસાને રસ પાય છે અને છાયાની ઈચ્છાવાળા પ્રાણીઓને અસિપત્ર+ નામના વૃક્ષ નીચે બેસાડે છે. પિતાના પૂર્વ કર્મનું સ્મરણ કરતા તે નારકે મુહૂર્ત માત્ર પણ વેદના વિના રહી શકતા નથી. હે વત્સ ! તે નપુંસકવેદી નારકીઓને જે દુઃખ થાય છે તે સર્વનું વર્ણન પણ માણસને દુખ ઉત્પન્ન કરે છે. * તરવાર જેવા પાંદડાવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy