SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧લું. શ્રીમતીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. તેણે કહ્યું–પ્રિયા ! તે કાંઈ પણ અપરાધ કર્યો નથી, હે સુ! અપરાધ તે મેં જ કર્યો છે કે પૂર્વ ભાવે ઘણું જ છે તપ કર્યો. પૂર્વ જન્મમાં હું વિદ્યાધરને રાજા હતું ત્યારે ભેગકાર્યમાં જાગૃતિ અને ધર્મકાર્યમાં પ્રમાદવાળે હતો. મારા સુભાગ્યે પ્રેરેલ હોય તેમ સ્વયં બુદ્ધ નામના મંત્રીએ એક માસ શેષ આયુ રહ્યું ત્યારે મને જૈનધર્મને બોધ કર્યો અને મેં તેને સ્વીકાર કર્યો. તે ટૂંકી મુદતમાં કરેલા ધર્મના પ્રભાવથી, હું આટલો કાળ શ્રીપ્રભ વિમાનને સ્વામી રહ્યો, પરંતુ હવે હું વીશ, કારણ કે અલભ્ય વસ્તુ કયારે પણ મળી શકતી નથી.” તે એવી રીતે બેલે છે તેવામાં છે આજ્ઞા કરેલ ધર્મા નામે દેવ તેની પાસે આવીને કહેવા લાગ્યો–આજે ઈશાનક૯૫ના સ્વામી નંદીશ્વરાદિક દ્વીપમાં જિનેન્દ્રપ્રતિમાની પૂજા કરવાને જવાના છે, માટે તમે પણ તેની આજ્ઞાથી ચાલે.” એવું સાંભળી અહો ભાગ્યવશાત્ સ્વામીને હુકમ પણ સમયને ઉચિત જ થયે” એમ બેલતે હર્ષ પામીને પિતાની વલ્લભા સહિત ત્યાં જવા ચાલે. નંદીશ્વર દ્વીપમાં જઈ તેણે શાશ્વતી અહસ્ત્રતિમાની પૂજા કરી અને પૂજા કરતાં ઉપજેલા પ્રમોદથી પિતાને ચ્યવન કાળ વિસરી ગયો. પછી સ્વચ્છ ચિત્તવાળે તે દેવ બીજા તીર્થો પ્રત્યે જતે હતે. તેવામાં આયુષ્ય ક્ષીણ થવાથી ક્ષીણ તેલવાળા દીપકની પેઠે તે માર્ગમાં જ અભાવ પ્રત્યે પામ્ય-ચવી ગયે. જંબુદ્વીપમાં સાગરની સમીપે રહેલા પૂર્વ વિદેહમાં, સીતા નામની મહાનદીના ઉત્તર તટ તરફ પુષ્કલાવતી નામની વિજયને વિષે, લાહોર્મલ નામના મહાટા નગરના સુવર્ણચંઘ રાજાની લક્ષ્મી નામે સ્ત્રીની કુક્ષીથી તે લલિતાંગ દેવને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. આનંદથી પ્રફુલ્લિત થયેલા માતાપિતાએ પ્રસન્ન થઈ શુભ દિવસે તે પુત્રનું વાઘ નામ પાડ્યું. લલિતાંગદેવના વિયેગથી દુઃખાત્ત થયેલી સ્વયંપ્રભા દેવી પણ કેટલેક કાળે ધર્મકાર્યમાં લીન થઈ, ત્યાંથી એવી અને તે જ વિજયમાં પુંડરીકિણી નગરીના વજસેન રાજની ગુણવતી નામે સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ તે અતિશય શોભાવાળી હોવાથી માતાપિતાએ તેને શ્રીમતી એવું નામ પાડયું. જેના હસ્તપલવ વિલાસ કરી રહ્યા છે એવી અને કમળાંગી તે બાળા ઉદ્યાનપાલિકાથી જેમ લતા લાલિત થઈ વૃદ્ધિ પામે તેમ ધાત્રીઓથી લાલિત થયેલી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. પિતાની સ્નિગ્ધ કાંતિથી જાણે ગગનતળને પલવિત કરતી હોય એવી તે રાજબાળાને–સુવર્ણની મુદ્રિકાને જેમ રત્ન પ્રાપ્ત થાય તેમ–ચૌવન પ્રાપ્ત થયું. એકદા સંધ્યાની અભ્રલેખા જેમ પર્વત ઉપર ચડે તેમ તે પિતાના સર્વતોભદ્ર નામના મહેલ ઉપર ચડી. તેવામાં અનેરમ નામે ઉદ્યાનમાં કોઈ મુનીશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્યાં જતા દેવતાઓ તેના જેવામાં આવ્યા. તેઓને જોઈ આવું મેં પૂર્વે જેયેલું છે' એમ વિચારનારી તે બાળાને રાત્રિના સ્વપ્નની પેઠે પૂર્વજન્મનું સ્મરણ થયું. જાણે હૃદયમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના જ્ઞાનને ભાર વહન કરવાને અસર મર્થ હોય તેમ તે ક્ષણવારમાં મૂચ્છ પામી પૃથ્વી ઉપર પડી ગઈ. સખીઓએ ચંદનાદિક વડે ઉપચાર કરવાથી સંજ્ઞા આવી, એટલે ઊઠીને પિતાના ચિત્તમાં વિચારવા લાગી કે પૂર્વ જન્મમાં લલિતાંગ નામે દેવ મારા પતિ હતા, તે સ્વર્ગથી ચવેલા છે, પણ હાલ તે કયાં અવતરેલા છે તેની ખબર ન હોવાથી મને પીડા થાય છે. મારા હદયમાં તે જ સંક્રાંત થયેલા છે અને તે જ મારા હૃદયેશ્વર છે; કારણ કે કપૂરના પાત્રમાં લવણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy