SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પાણિગ્રહણની તૈયારીઓ, સગ ૨ જે. લાવેલા લીલા અને મંગળમય વંશની શંકાને ઉત્પન્ન કરાવતું હતું. તે મંડપમાં ઉપર ત દિવ્ય વસ્ત્રને ઉલેચ (ચંદર) હતો તે જાણે તેના મિષથી આકાશગંગા કૌતુક જેવાની ઇચ્છાથી ત્યાં આવી હોય તેમ જણાતું હતું અને ચંદરવાની તરફ થંભે ઉપર મોતીની માળાઓ લટકાવેલી હતી, તે જાણે આઠ દિશાઓના હર્ષના હાસ્ય હોય તેવી જણાતી હતી. મંડપના મધ્ય ભાગમાં દેવીઓએ રતિના નિધાનરૂપ રત્નકળશની આકાશ સુધી ઊંચી ચાર શ્રેણીઓ સ્થાપના કરી હતી. તે ચાર શ્રેણિના કુંભને ટેકે આપનારા લીલા વાંસે વિશ્વને ટેકે આપનારા સ્વામીના વંશની વૃદ્ધિને સૂચવતા હતા. તે સમયે–“હે રંભા ! માળાને આરંભ કર, હે ઉર્વશી ! દૂર્વા તૈયાર કર, વૃતાચિ ! વરને અર્થ દેવાને માટે ઘી અને દધિ વગેરે લાવ, હે મંજુષા ! સખીઓને ધવલ મંગળ સુન્દર રીતે ગવરાવ, હે સુગધે! તું સુગંધી વસ્તુઓ તયાર કર, હે તિજોત્તમા ! દ્વારદેશમાં ઉત્તમ સાથિયા કર, હે મેના ! તું આવેલા લોકોને યોગ્ય આલાપની રચનાથી સન્માન આપ, હે સુકેશિ ! વધુ અને વરેને માટે કેશાભરણ તૈયાર કર, હે સહજન્યા ! જન્યયાત્રા (જાન) માં આવેલા પુરુષોને સ્થાન બતાવ, હે ચિત્રલેખા ! માતૃભુવનમાં વિચિત્ર ચિત્ર આલેખ, હે પૂર્ણિમેં ! તું પૂરું પાત્ર શીવ્ર તૈયાર કર, હે પુંડરીક ! તું પુંડરીકથી પૂર્ણ કુંભોને શણગાર, હે અશ્લોચા ! તું વરમાંચીને યેગ્ય સ્થાનમાં સ્થાપન કર, હે હંસપાદિ! તુ વધૂવરની પાદુકાને સ્થાપન કર, હે પુંજિકસ્થલા ! તું શીવ્ર વેદિકા ગેમયથી લીપ, હે રામા ! તું બીજે કેમ રમે છે ? હે હેમા ! તું સુવર્ણને કેમ જુએ છે ? હે દ્વતસ્થલા! તું જાણે ગાંડી થઈ હોય તેમ વિસંસ્થૂલ કેમ થઈ ગઈ છે ? હે મારીચિ ! તું શું વિચાર કરે છે? હે સુમુખિ ! તું ઉભુખી કેમ થઈ છે ? હે ગાંધવિ ! તું આગળ કેમ નથી રહેતી ૧ હે દિયા ! તું ફેગટ કીડા કેમ કરે છે ? હવે લગ્નસમય નજીક આવે છે તેથી પિોતપોતાના વિવાહચિત કાર્યમાં સર્વ રીતે ઉતાવળ કરે.” આ પ્રમાણે અપ્સરાઓના પરસ્પર એક બીજાના નામ આપી સરસ કલાહલ થવા લાગ્યો. પછી કેટલીએક અપ્સરાઓએ સુનંદા અને સુમંગલાને મંગલસ્નાન કરાવવાને માટે આસન ઉપર બેસાર્યા. મધુર ધવળમંગળ ગાતાં ગાતાં પ્રથમ તેમને સર્વ અંગે સલથી અત્યંગ કર્યું, પછી જેની રજના પંજથી પૃથ્વી પવિત્ર થયેલી છે એવી તે બન્ને કન્યાએને સૂક્ષ્મ પીઠીથી તેઓએ ઉદ્વર્તન કર્યું. જાણે તેમના અંગમાં લીન થયેલા નવ અમૃત કુંડ હેય તેમ તેમના બંને ચરણ, બંને હાથ, બંને જાનુ, બંને ખભા અને એક કેશમાં એમ નવ શ્યામ તિલક કર્યા અને ત્રાકમાં રહેલા કસુંબાના સૂત્રોથી તેમના સવ્ય અને અપસવ્ય અંગમાં જાણે સમાચતુરન્સ સંસ્થાનને તપાસતી હોય તેમ તેઓએ સ્પર્શ કર્યો. એવી રીતે અપ્સરાઓએ સુંદર વર્ણવાળી તે બાળાઓને ધાત્રીઓની પેઠે પ્રયત્ન વડે તેમને ચાપલ્યપણાથી વારતી હોય તેમ વર્ણકમાં નાંખી. હર્ષથી ઉન્મત્ત થયેલી તે અપ્સરાઓએ વર્ણકનું જાણે સદર હેાય તેવું ઉદ્વર્ણક પણ તે જ વિધિથી કર્યું. પછી જાણે પિતાની કુલદેવતા હોય તેમ તેઓને બીજા આસન ઉપર બેસારીને સુવર્ણકુંભના જળથી ૧. વણકમાં નાંખી એટલે પીઢીવાળી કરી. પીઠીયાતા કર્યા પછી બહાર જવાતું નથી, તેથી અપ્સ રાએ તેમને ચપલપણાથી રોકનારી ધાત્રીએ હોલની ! એવી કવિએ ઉભેક્ષા કરી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy