SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ o પર્વ ૧ લું. પાણિગ્રહણ મહોત્સવ. સ્નાન કરાવ્યું; ગંધકષાયી વસ્ત્રથી તેમનું અંગ લુંછયું અને કેમળ વસ્ત્રથી તેમના કેશ વેષ્ટિત કર્યા. પછી હીરવાણું વસ્ત્રો પહેરાવી બીજા આસન ઉપર બેસારી, તેમના કેશમાંથી મિતીની વૃષ્ટિના ભ્રમને કરાવતું જળ ખેરવી નાખ્યું અને સ્નિગ્ધ ધૂમ્રરૂપી લત્તાથી જેમની શોભા વૃદ્ધિ પામેલી છે એવા તેમના જરા આદ્રકેશ દિવ્ય ધૂપથી ધુપિત કર્યા. ગૌરિક ધાતુ (ગે) થી જેમ સુવર્ણને લેપન કરે તેમ તે સ્ત્રીરત્નના અંગને સુંદર અંગરાગથી લિપ્ત કર્યું અને તેમની ગ્રીવા, ભુજાના અગ્રભાગ, સ્તન અને ગાલ ઉપર જાણે કામદેવની પ્રશસ્તિ હોય તેવી પન્નવલુર આલેખી. જાણે રતિદેવને ઉતરવાનું નવીન મંડળ હોય તેવા તેમના લલાટમાં ચંદનનું સુંદર તિલક કર્યું. તેમના નેત્રે નીલકમળના વનમાં આવતાં ભ્રમરના જેવા કાજળથી શણગાર્યા અને જાણે કામદેવે પિતાના આયુ રાખવાને શસ્ત્રાગાર કર્યું હોય તેમ તેઓને અંડે વિકાસ પામેલા પુષ્પની માળા ગુંથીને બાંધે. પછી ચંદ્રમાનાં કિરણોને તિરસ્કાર કરનારા અને લાંબા છેડાવાળાં વિવાહવો (પાનેતર વગેરે) તેમને પહેરાવ્યાં. પૂર્વ અને પશ્ચિમ દિશાના મસ્તક ઉપર જેમ સૂર્ય અને ચંદ્ર રહે તેમ તેઓના મસ્તક ઉપર વિચિત્ર મણિથી દેદીપ્યમાન થયેલા બે મુગટે ધારણ કરાવ્યા. તેમના બંને કર્ણમાં, પોતાની શોભાવડે રત્નોથી અંકુરિત થયેલી મેરુપર્વતની પૃથ્વીના સર્વ ગર્વને ચારતા એવા મણિમય અવતંસ આપણું કર્યા. કર્ણલતાની ઉપર નવીન પુષ્પગુચ્છની શોભાને વિડંબના કરનારા મોતીના દિવ્ય કુંડળે પહેરાવ્યાં. કંઠમાં વિચિત્ર માણેકની કાંતિથી આકાશને પ્રકાશમાન કરનારા અને સંક્ષેપ કરેલાં ઈંદ્રધનુષની લહમીને હરનારા પદક પહેરાવ્યા. ભુજા ઉપર કામદેવના ધનુષમાં, બાંધેલા વીરપટ્ટની જેવા શોભતા રત્નમંડિત બાજુબંધ બાંધ્યા. તેમના સ્તનરૂપ તટ ઉપર તે સ્થળે ચડતી–ઉતરતી નદીના ભ્રમને કરાવનારે હાર પહેરાવ્યું. તેમના હાથે મતીનાં કંકણે આપ્યાં, તે જાણે જળલતાની નીચે જળથી શોભી રહેલા કયારા હોય તેવા શોભવા લાગ્યા. જેમાં ઘુઘરીઓની શ્રેણિઓ ઘમકાર કરી રહી છે એવી મણિમય કટિમેખલા તેમના કટિ ભાગમાં બાંધી, તે જાણે રતિદેવીની મંગલપીઠિકા હોય તેવી શોભવા લાગી અને જાણે તેમના ગુણને કહેતા હોય તેવા ઝણઝણકાર કરતા રત્નમય ઝાંઝરે તેમના ચરણમાં આરોપણ કર્યા. એવી રીતે બને બાળાઓને તૈયાર કરી, દેવીઓએ તેમને તેડી માતૃભુવનની અંદર સુવર્ણના આસન ઉપર બેસારી. તે વખતે ઈદ્ર આવીને વૃષભ લંછનવાળા પ્રભુને વિવાહ માટે તૈયાર થવાને આગ્રહથી વિજ્ઞપ્તિ કરી. લોકોને વ્યવહારની સ્થિતિ બતાવવી ગ્ય છે અને મારે ભાગ્યકર્મ અવશ્ય ભોગવવું પડે તેમ છે.” એમ વિચારી પ્રભુએ ઇંદ્રની વિનતિ માન્ય કરી. એટલે વિધિને જાણનારા ઈંદ્ર પ્રભુને સ્નાન કરાવી, વિલેપન કરી આભૂષણેથી યથાવિધિ શણગાર્યા. પછી પ્રભુ દિવ્ય વાહનમાં બેસી વિવાહમંડપ તરફ ચાલ્યા એટલે ઈંદ્ર છડીદારની પેઠે આગળ ચાલવા લાગ્યા, અપ્સરાઓ બંને બાજુએ લવણ(લુણ) ઉતારવા લાગી, ઇંદ્રાણીઓ શ્રેયકારી ધવળમંગળ ગાવા લાગી, સામાનિક દેવીએ ઓવારણું લેવા લાગી અને ગંધર્વો તત્કાળ થયેલા હર્ષથી વાજિંત્ર વગાડવા લાગ્યા. એવી રીતે દિવ્ય વાહનમાં બેસીને મંડપદ્વાર સમીપે આવ્યા એટલે પોતે જ વિધિ જાણનારા એવા પ્રભુ સમુદ્રની વેલા જેમ પોતાની મર્યાદાભૂમિએ આવીને અટકે તેમ વાહનમાંથી ઉતરીને વિવાહમંડપના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. ઈ પ્રભુને હાથને ટેકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy