SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ وق પર્વ ૧ લું. વિવાહ સંબંધી ઈંદ્રની વિજ્ઞપ્તિ. એમ કહી નેત્રરૂપી કુમુદને ચાંદની સમાન તે બાળાને સ્વીકાર કર્યો. ત્યાર પછી એકદા સૌધર્મક, પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા, અને જગત્પતિના ચરણમાં પ્રણામ કરી તેમની આગળ પાળાની પેઠે ઊભા રહી અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–“હે નાથ ! જે અજ્ઞ માણસ જ્ઞાનના નિધિરૂપ એવા સ્વામીને પિતાના વિચારથી વા બુદ્ધિથી કેઈ કાર્યમાં પ્રવર્તાવે છે તે ઉપહાસના સ્થાનરૂપ થાય છે, પણ હમેશાં સ્વામી પિતાના ભત્યને ઘણું પ્રસાદથી જુએ છે, તેથી તેઓ કઈ વખત સ્વચ્છંદતાથી પણ બેસી શકે છે, તેમાં પણ જે પિતાના સ્વામીને અભિપ્રાય જાણીને બેલે છે તે ખરા સેવકે કહેવાય છે. હે નાથ ! હું આપનો અભિપ્રાય જાણ્યા સિવાય કહું છું, તેથી આપ મારા ઉપર અપ્રસાદ કરશે નહીં. હું જાણું છું કે આપ ગર્ભાવસથી જ વીતરાગ છે અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હોવાથી ચેથા પુરુષાર્થ (મોક્ષ) ને માટે જ સજજ થયેલા છે; તથાપિ હે નાથ ! મોક્ષમાર્ગની પેઠે લોકોને વ્યવહારમાર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાને છે, તેથી તે લોકવ્યવહારના પ્રવર્તન માટે હું આપનો પાણિગ્રહણ મહોત્સવ કરવાની ઈચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઓ ! હે સ્વામિન્ ! ભુવનમાં ભૂષણરૂપ, રૂપવતી અને આપને એગ્ય એવી સુનંદા અને સુમંગલા ને પરણવાને આપ યોગ્ય છે.” તે સમયે :વામી પણ અવધિજ્ઞાનવડે પિતાને ત્રાશી લાખ પૂર્વ સુધી ભેગવવાનુ દેઢ ભેગકર્મ છે અને તે અવશ્ય ભેગવવું જ પડશે, એમ જાણું મસ્તક ધુણાવી સાયંકાળના કમલની પેઠે અધમુખ થઈને રહ્યા. ઈંદ્ર સ્વામીને અભિપ્રાય જાણુને વિવાહકમના આરંભને માટે તત્કાળ દેવતાઓને ત્યાં લાવ્યા. ઇંદ્રના હુકમથી તેના આભિગિક દેવતાઓએ જાણે સુધર્મા સભાને અનુજ (નાને ભાઈ) હેય તે એક સુંદર મંડપ ત્યાં ર. તેમાં આપણે કરેલા સુવર્ણ, માણેક અને રૂપાના તંભેમેરુ, રોહણાચલ અને વૈતાઢવ્ય પર્વતની ચૂલિકા જેવા શેભતા હતા. તેમાં મૂકેલા સુવર્ણમય ઉદ્યોતકારી કુંભે જાણે ચક્ર વતીના કાંકણીરત્નનાં મંડલે હોય તેવા શોભતા હતા અને ત્યાં સૂવર્ણવેદિકાઓ પોતાના પ્રસરતા કિરણોથી જાણે બીજા તેજને સહન નહીં કરવાથી સૂર્યના તેજને આક્ષેપ કરતી હોય તેવી જણાતી હતી. તેમાં પ્રવેશ કરનારાઓ મણિમય શિલાની ભીંતેમાં પ્રતિબિંબિત થઈ ઘણું પરિવારવાળા જણાતા હતા. રત્નના સ્તંભ ઉપર પૂતળીઓ નૃત્ય કરવાથી શ્રાંત થયેલી નર્તકીઓના જેવી શોભતી હતી. તે મંડપની દરેક દિશાએ સંતાનવૃક્ષ (કલ૫વૃક્ષ) નાં તેણે કર્યા હતાં, તે જાણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યો હોય તેવા શોભતા હતા અને સ્ફટિકના દ્વારની શાખા ઉપર નીલમણિ તોરણે રચ્યા હતા, તે શરઋતુની મેઘમાલામાં રહેલી પિપટની પંક્તિઓના જેવા સુંદર લાગતા હતા. કેઈ ઠેકાણે સ્ફટિકથી બાંધેલી ભૂમિ ઉપર નિરંતર કિરણે પડવાથી તે મંડપ ક્રીડા કરવાની અમૃત સરસીનાર વિલાસને વિસ્તાર હતો, કેઈઠેકાણે પદ્મરાગ મણિની શિલાઓના કિરણે પ્રસરતા તેથી તે કસુંબી અને વિસ્તારવાળા દિવ્ય વસ્ત્રોના સંચયવાળો દેખાતો હતે, કઈ ઠેકાણે નીલમણિની શિલાઓના ઘણા મનોહર કિરણેના અંકુરો પડવાથી તે જાણે ફરીથી વાવેલા માંગલિક વાંકુરવાળો હોય તે શોભત હતો અને કેઈ ઠેકાણે મરક્તમય પૃથ્વીના કિરણો અખંડિત પડતા હતા તેથી તે ત્યાં ૧ અજ્ઞાની. ૨ અમૃત-તલાવડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy