________________
k
વિષયાનુક્રમણિકા.
ચારિત્ર, ભરતને થયેલ ખેદ, તેણે કરેલ આત્મનિદા ને બાહુબલિની સ્તુતિ, બાહુબલિના રાજ્યે ચદ્રયશાનુ સ્થાપન, ચક્રીનું અચેાધ્યા પાછા જવુ. બાહુબલિની કાયાત્સગ સ્થિતિ, ભગવત પાસે ન જવાની ધારણા. વર્ષાંતે પ્રભુએ બ્રાહ્મી સુંદરીને તેમની પાસે માલવું, તેમનાં વચનેાથી થયેલ માનદશાનું નિવારણ, પ્રશ્ન પાસે આવવા માટે ચરણ ઉપડતાં બાહુબલિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, પ્રભુ પામે આવી કેવળીની પદામાં ખેસવું. પૃષ્ઠ ૧૫૧ થી ૧૮૪
છઠ્ઠા વર્ષમાં—ભરતપુત્ર મરીચિએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા, તેને ચારિત્ર પાળવામાં જણાયેલ મુશ્કેલી, તેણે શેાધેલા નવીન માર્ગ, ત્રિદડી પરિવ્રાજકપણાની નિષ્પત્તિ, તેન થયેલ રાગાત્પત્તિ, મુનિઓએ ન લીધેલી સભાળ, તેથી શિષ્ય કરવાની તેને થયેલ ઈચ્છા, કપિલ રાજપુત્રનું મળવું, તેને થયેલ તેના ધર્માં પર પ્રીતિ, મરીચિએ ભાખેલ ઉસૂત્ર, તેથી થયેલ ભવદ્ધિ, કપિલે તેની પાસે લીધેલ દીક્ષા, ભગવંતના અતિશયાનું વર્ણન, ભગવતનું અષ્ટાપદ પધારવું, અષ્ટાપદનું વર્ણન, દેવે રચેલ સમવસરણ, ભગવા પ્રવેશ, તેમાં મળેલી બાર પદા, ઈંદ્રનું આગમન, ઈંદ્ર ભગવંતની કરેલ સ્તુતિ. ભરતને શૈલપાલકે આપેલ વધામણી, ભરતનું ચતુરંગ સેના સહિત વાંદવા નીકળવું, અષ્ટાપદે પહેાંચવું, અષ્ટાપદ પર ચડી સમવસરણમાં પ્રવેશ, ભરતે કરેલ ભગવંતની સ્તુતિ, ભગવતે આપેલ દેશના, ભરતે લઘુબંધુને રાજ્ય લેવા કરેલ પ્રાના, તેને અસ્વીકાર, ભરતે મંગાવેલ ૫૦૦ ગાડાં અન્ન, તેને પણ રાજપિડ હાવાથી કરેલા અસ્વીકાર, ભરતને થયેલ ખેદ, તેના નિવારણ માટે ઈંદ્રે કરેલ અવગ્રહ સંબધી પૃચ્છા, પ્રભુએ કહેલ પાંચ પ્રકારના અવગ્રહ, લાવેલ અન્ન શ્રાવકોને આપવાના કરેલ નિણૅય, ઈંદ્રનું સ્વરૂપ જોઇ ચક્રીને થયેલ ચમત્કાર, મૂળ રૂપ જોવાની ભરતે બતાવેલ ઇચ્છા, ઈંદ્રે એક આંગળીનુ બતાવવું, ચક્રીએ કરેલ તેને મહેાત્સવ, પ્રભુને અન્યત્ર વિહાર, ભરતે સર્વ શ્રાવકાને કરેલ આમત્રણ, તેમના મુખે કહેવરાવેલ શબ્દો, તે પરથી ભરતે કરેલ વિચાર, રસાઇઆઓએ કરેલ વિજ્ઞપ્તિ, શ્રાવકની પરીક્ષા કરવાના કરેલ નિર્ણય, કાંકિણીરત્નથી કરેલ ત્રણ રેખા, બ્રાહ્મણુ અને યજ્ઞાપવિતની ઉત્પત્તિ, ભરતની આઠ પાટનુ સક્ષિપ્ત વર્ણન, ભરતે રચેલા આવેદ, કાળાંતરે તેનું વિષય થઈ જવું, ભગવંતનુ અષ્ટાપદે પુનઃ પધારવું, ભરતને પડેલ ખબર, તેનુ ત્યાં આવવું, તેણે પ્રભુની કરેલ સ્તુતિ. ભગવતે આપેલ દેશના. ભરતે પૂછેલ ભાવી ધર્મચક્રી તથા ચક્રી સંબંધી પ્રશ્ન, ભગવંતે ૨૪ તીર્થંકર ને ખાર ચક્રવર્તીનું કરેલ વણુન, પ્રંસગેાપાત વાસુદેવ, ખળદેવ તે પ્રતિવાસુદેવનુ પણ કરેલ વણુઅેન. આ ચેાવીશીમાં તીર્થંકર થનાર કોઈ જીવ અહીં છે ? એવી ભરતે કરેલ પૃચ્છા, ભગવતે ચરમ તીર્થંકર થનાર તરીકે બતાવેલ મરીચિ. ભરતનુ તેની પાસે જવુ, ભગવ ંતે કહેલ વાત કહીને ભાવી તી કરપણે કરેલ વંદના, મરીચિને થયેલ કુળમદ, તેથી બાંધેલ નીચ ગાત્ર, ભગવતનું શત્રુંજય પધારવુ, શત્રુંજયતુ વન. ભગવંતની ત્યાં સ્થિતિ, વિહાર સમયે પુંડરીક ગણધરને ત્યાં રહેવાની કરેલ આજ્ઞા, મુનિએ સહિત પુંડરીક ગણધરનું ત્યાં થયેલ નિર્વાણ, ભરતે કરાવેલ પ્રથમ ઉદ્દાર. ભગવંતના પરિવારનું વર્ણન. ભગવંતનુ અનશન માટે અષ્ટાપદ પધારવું. ભગવંતે કરેલ અનશન. ભરતને પડેલી ખબર. ખેમુક્ત ચિત્તે તેનું તત્કાળ ત્યાં આવવા નીકળવું. તેણે કરેલ પ્રભુની ચરણુસેવા. ઈંદ્રાનું તંત્ર આગમન. ભગવંતનું નિર્વાણુ. ભરતને થયેલ પારાવાર ખેદ, રૂદન પ્રવૃત્તિની શરૂઆત. ભરતે કરેલ પ્રલાપ. ઈંદ્રે આપેલા ખાધ. ઇંદ્રોએ કરેલ નિર્વાણુમહાત્સવ. અગ્નિહેાત્રની શરૂઆત. ઈંદ્રે કરેલા ત્રણ સ્તૂપે. ભરતે કરાવેલ સિંહનિષદ્યાપ્રાસાદ. તેનુ વિસ્તારયુક્ત વણૅન. ભરતે કરેલ રક્ષણના દાબસ્ત. ચક્રવર્તીએ કરેલ જિનપૂજા. તેણે કરેલ પ્રભુની સ્તુતિ. ભાવી ૨૩ તીર્થંકરાની પણ સ્તુતિ. ભરતનું અયે ધ્યા આવવુ. તેના ચિત્તની વ્યાક્ષિપ્તતા. મંત્રીએ તેનુ કરેલ નિવારણ. ભરતે ભાગવેલ સાંસારિક બાગ. એકદા તેનુ આદર્શ ભુવનમાં આવવું. આંગળીમાંથી મુદ્રિકાનું નીકળી જવું, સર્વ અંગથી ઉતારેલ આભરણુ. શાભા રહિત શરીર જોઈ ભરતને થયેલ વિચારણા. ભાવની વૃદ્ધિ. ક્ષપકશ્રેણિ પર આવેશહષ્ણુ. કેવળજ્ઞાનની નિષ્પત્તિ. મુનિવેશને સ્વીકાર. આદિત્યયશાના રાજ્યાભિષેક. ભરતમુનિના વિહાર. તેમનું નિર્વાણુ. પૃષ્ઠ ૧૮૫ થી ૨૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org