SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ બીજું શ્રી અજિતનાથ ચરિત્ર. ટા સનાં-જંબુદ્વીપના મહાવિદેહમાં વત્સવિજયનું, સુસીમા નગરીનું તથા વિમળવાહન રાજાનું વર્ણન. વિમળવાહન રાજાને થયેલ વૈરાગ્યવાસના. અરિંદભાચાર્યનું પધારવું, મુનિમંડળની સ્થિતિ. રાજાનું સૂરિને વાંદવા જવું. રાજાના પૂછવાથી સૂરિએ કહેલ પોતાના વૈરાગ્યનું કારણ. રાજાએ બતાવેલ ચાસ્ત્રિ લેવાની ઈચ્છા. ઘેર આવી પુત્રને રાજ્ય આપવાને મંત્રીઓને જણાવેલ વિચાર. મંત્રીઓએ આપેલ અનુકૂળ ઉત્તર. પુત્રને બોલાવી રાજ્ય લેવાની કરેલ આના. પુત્ર સાથે થયેલ ઉત્તર–પ્રત્યુત્તર. પુત્રનું રાજ્ય પર સ્થાપન. પુત્રે કરેલ નિષ્ક્રમણોત્સવ. વિમળવાહને લીધેલ દક્ષા ગુરુએ આપેલી દેશના, આઠ પ્રવચનમાતા તથા બાવીશ પરિષહનું વર્ણન. વિમળવાહને કરેલું વીશ સ્થાનકનું આરાધન, તીર્થંકરનામકર્મનું બાંધવું. પ્રાંતે અનશન કરી વિજય નામના અનુત્તર વિમાનમાં ઉપજવું. પૃષ્ઠ ૨૧૮ થી ૨૩૨ - રીના સમ–ભગવંતના ને સગરચક્રીના માતાપિતાનું વર્ણન. બંનેની માતાએ દીઠેલા ચૌદ ચૌદ સ્વનનું પૃથક પૃથક વર્ણન, ભગવંતની માતા પાસે ઈંદ્રનું આગમન, ઈદ્રની આજ્ઞાથી કુબેરે વિનીતાનગરીને દ્રવ્યાદિવડે પૂર્ણ કરવી, રાજાએ બોલાવેલ રન પાઠકે, તેમણે કહેલ વનફળ, દેવીઓએ કરેલી પ્રભુની માતાની સેવા, અજિતનાથજીનો જન્મ, દિગકુમારીઓએ કરેલ પ્રતિકર્મ, તેમણે કરેલ જન્મત્સવનું વિસ્તૃત વર્ણન, ઇંદ્રને આસનકંપ, દેવકૃત જન્મોત્સવનું વિસ્તારથી વર્ણન. અચુક તથા સૌધર્મે કરેલી જિનરતુતિ, વૈજયંતીને થયેલ પુત્રજન્મ, બન્નેની જિતશત્રુ રાજા પાસે ગયેલ વધામણી, તેમણે કરેલે અપૂર્વ જન્મોત્સવ, બંને કુમારના નામકરણને ઉત્સવ. પૃષ્ઠ ૨૧૯ થી ૨૫૪ વીના માં-અજિતનાથ ને સગરકુમારની બાલ્યાવસ્થા, સગરકુમારનું અધ્યાપન. સગરે કરેલ અભ્યાસ, પ્રભુ પાસેથી મેળવેલ વિશેષ કળાલાભ. બંનેની યૌવનાવસ્થા, બંનેના રૂપનું વર્ણન, બંનેને વિવાહ, જિતશત્રુ રાજાએ બતાવેલી ચારિત્રેચ્છા, અજિતનાથનું રાજ્યપદે અને સગરકુમારનું યુવરાજપદે સ્થાપન, પ્રભુએ કરેલ પિતાનો નિષ્ક્રમણોત્સવ, પ્રભુની રાજ્યસ્થિતિનું વર્ણન, એકદા ભગવંતને થયેલ શુભ વિચારણ. જાગૃત થયેલ તીવ્ર ત્યાગવૃત્તિ, સગરને રાજ્ય લેવાનું કહેવું. તેણે બતાવેલી સાથે રહેવાની દઢ લાગણી, ભગવંતના આગ્રહથી તેણે કરેલ રાજ્યનો સ્વીકાર, સગરનો રાજ્યાભિષેક, ભગવંતે આપેલ સંવત્સરી દાન, ઈકોનું ત્યાં આવવું. ભગવંતના દીક્ષા મહોત્સવનું વિસ્તારયુક્ત વર્ણન. ભગવંતે અંગીકાર કરેલ ચારિત્ર, અંકે કરેલ પ્રભુની સ્તુતિ, ભગવંતે કરેલ પ્રથમ પારણું. ભગવતને છાઘસ્થિક વિહાર, ભગવંતે કરેલ તપ તથા સહેલ પરિષહ. ગુણસ્થાનકે ચડવું. પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનને મહિમા કરવા ઈંદ્રોનું ત્યાં આગમન. દેએ રચેલ સમવસરણ, ભગવંતને તત્ર પ્રવેશ. ઈકે કરેલ અતિશયના વર્ણનગર્ભિત પ્રભુની સ્તુતિ. સગરચક્રીને મળેલ વધામણું. તેનું વાંદવા નીકળવું. સમવસરણમાં આવીને તેમણે કરેલ પ્રભુની સ્તુતિ. ભગવંતે આપેલી અતિ વિસ્તારવાળી દેશના, તેમાં વર્ણ વેલું ધર્મસ્થાનના ચાર પાયાનું સ્વરૂપ. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચયમાં પાંચ પ્રકારના વિષયનું તથા આઠ કર્મોનું સંક્ષિપ્ત વર્ણન. સંસ્થાનવિચ માં લેકનાલિકા, ચૌદ રાજલક. ઊર્ધ્વ, અધો ને તિર્થો લેકનું સવિસ્તર વર્ણન. ક્ષેત્રસમાસને કરી દીધેલ સંપૂર્ણ સમાવેશ, સગચક્રીના પિતાની દીક્ષાયાચના. તેમણે લીધેલ દીક્ષા. ગણધરોની સ્થાપના. બલિનું ઉછાળવું, યક્ષયક્ષિણીની સ્થાપના, ભગવંતે કરેલ વિહાર. ભગવંતનું કૌશાંબી પધારવું. પ્રભુ પાસે આવેલ એક બ્રાહ્મણ બ્રાહ્મણી. તેમની સાથે થયેલ મેગમ પ્રશ્નોત્તર, ગણધરે પૂછેલ ખુલાસો, ભગવંતે કહેલ શુદ્ધભટ્ટ ને સુલક્ષણાનું સમક્તિના મહિમાગર્ભિત વૃત્તાંત, તે બંનેએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા. તેમને થયેલ કેવળજ્ઞાન. ભગવંતને અન્યત્ર વિહાર. પૃષ્ઠ ૨૫૪ થી ૨૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy