SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મ’ગળાચરણ, સગ ૧ વા. तो मां मूर्ध्नि, निर्मलीकारकारणम् । वारिप्लवा इव नमेः, पांतु पादनखांशवः ॥२३॥ નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતા એવા જળના પ્રવાહની માક (આત્માને) નિ`ળ કરવાના કારણરૂપ “શ્રી નમિ” ભગવાનના ચરણનાનખાના કિરણા તમારી રક્ષા કરી. ॥ ૨૩ ॥ यदुवंशसमुद्रेदुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूसाद्वोऽरिष्टनाशन ||२४|| યદુવ શરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્માંરૂપી વનખંડમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમિ” ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. ૫ ૨૪ ૫ कमठे धरणेंद्रे च, स्वोचितं कर्म कुर्वति । प्रभोस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ २५ ॥ કમઠ અને ધરણેન્દ્ર, કે જે પાતપેાતાના ચેાગ્ય કર્મી કરતા હતા, તથાપિ તે ઉપર જેમની મનેાવૃત્તિ સરખી છે એવા શ્રી પાર્શ્વનાથ” પ્રભુ તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાઓ. ॥ ૨૫ L कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः ईषद्बाष्पादयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥२६॥ જે શ્રી વીરભગવાન”ના નેત્રા, અપરાધ કરનારા પ્રાણી ઉપર પણ દયાને સૂચવનારી કીકીઓવાળા છે અને (તેવી દયાવડે જ) જરા અશ્રુથી ભીંજાયેલા થઈ ગયેલા છે તેવા તે નેત્રાનું કલ્યાણ થાઓ. ॥ ૨૬ u + આ લેાકમાં મઠ અને ધરણેન્દ્ર પેાતાને યાગ્ય કામ કરતા હતા, તેા પણ તેમાં પ્રભુની તુલ્ય મનોવૃત્તિ હતી.” એવા અ બતાવી ગ્રંથકર્તાએ પાર્શ્વનાથ ભગવાનનું અપૂર્વ સમષ્ટિમાહાત્મ્ય બતાવ્યું છે; કારણ કે કમઠ તાપસ જે પ્રભુના પૂર્વભવના વૈરી હતા તે “મેષમાળી” નામે દેવતા થયા હતા, તે પેાતાને યોગ્ય ક્રમ (ઉપસર્ગ) કરતા હતા, અને જે ધરણેદ્ર હતો તેને પ્રભુએ પૂર્વી ભવમાં (સર્પાવતારમાં) અગ્નિથી બચાવ્યા હતા, તેથી તે ધરશેદ્ર થઈ પ્રભુના ઉપસર્ગને દૂર કરવારૂપ પેાતાને યેાગ્ય ક્રમ કરતા હતા, તથાપિ પ્રભુએ તે બન્નેમાં મનાવૃત્તિ તુમ રાખી તે અપૂ સમદષ્ટિમાહાત્મ્ય છે. * આ લેાકના ભાવા ઉપર એક એવી કથા છે કે સગમ” નામના દેવતાએ મહાવીરસ્વામીને છ માસ સુધી ઉપસ કર્યાં હતા, તથાપિ મહાવીરસ્વામી કઇ પણ ક્ષેાભ પામ્યા ન હતા. આવી ભગવાનની દતા જોઈ તે દેવે સ્વર્ગમાં જવાની ઇચ્છાથી પ્રભુને કહ્યું—“હે દેવ ! હે આમ ! તમે સ્વેચ્છાથી ભિક્ષા માટે કા, હવે હું તમને ઉપદ્રવ કરીશ નહિં.” આવુ તેનુ કહેવું સાંભળી મહાવીરસ્વામીએ કહ્યું હું સ્વેચ્છાથી જ ભિક્ષા માટે કરું છું, કાઈના કહેવાથી નથી કરતા.' આવું પ્રભુનું વચન સાંભળી તે દૈવ સ્વસ્થાને જવા ચાહ્યા, એટલે તેને જોઇ મહાવીરસ્વામીના નેત્રમાં અશ્રુ આમાં ૐ; અહા ! આ દેવ મને ઉપસર્ગ કરવાથી ક` બાંધવાને લીધે દુ:ખી થશે.' જુઓ, કેવી પ્રભુની માળુતા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy