________________
૨૬૪
સહસ્સામ્રવનની શેભા.
સર્ગ ૩ .
અને કેઈ ઊંચા હાથીને સ્કંધ ઉપર ચડતા હતા. હર્ષ પામેલી નગરની સ્ત્રીઓમાંની કેટલીક પિતાના વસ્ત્રના છેડાને ચામરની લીલાથી ચલાયમાન કરતી હતી, કે સ્ત્રીઓ જાણે પૃથ્વીમાં ધર્મબીજ રોપતી હોય તેમ ધાણીવડે પ્રભુને વધાવતી હતી, કેઈ અગ્નિની જેમ સપ્ત શિખાવાળી આરાત્રિક કરતી હતી, કઈ જાણે મૂત્તિવંત યશ (ાય તેવા પૂર્ણપાત્રોને પ્રભુ આગળ ધરતી હતી, કેઈમંગળનિધાન સરખા પૂર્ણકુંભને ધારણ કરતી હતી કઈ સંધ્યાના વાદળાં જેવા વસ્ત્રથી પ્રભુને આકાશમાં અવતરણ કરતી હતી, કેઈ નૃત્ય કરતી હતી, કેઈ મંગળગીત ગાતી હતી અને કઈ ખુશી થઈને સુંદર હાસ્ય કરતી હતી.
તે વખતે આમતેમ દોડતા જાણે ગરૂડનાં ટોળાં હોય તેવા ભકિતવંત વિદ્યાધર, દેવ અને અસુરેથી આકાશ વ્યાપી ગયું અને આત્માને ધન્ય માનતી એવી ચોસઠ ઈન્દ્રોની નાટયસેના સ્વામીની આગળ અનેક પ્રકારનાં નાટક ભજવવા લાગી; તેમજ ઈન્દ્ર પ્રેરેલા ગંધર્વોની સેના પણ હર્ષ સહિત એક સાથે સંગીત કરવા લાગી. સગર રાજાના અનુજીવી નૃત્યકારે પણ દેવતાની સ્પર્ધાથી વિચિત્ર પાત્રોવડે સ્થાને સ્થાને નાટક કરવા લાગ્યા અને અધ્યાનગરીના મંડનરૂપ ગંધર્વરાજ અને રમણીજને વિશ્વની દષ્ટિને બંધન કરનારા
પ્રેક્ષણક પ્રયોગ કરવા લાગ્યા. તે વખતે આકાશ અને પૃથ્વી પર થતા નાટય અને સંગીતના | સ્વરેથી જમીન અને આકાશના મધ્ય ભાગને પૂરી દે એ મેટો ઉત્કટ ઇવનિ ઉત્પન્ન થયું. ત્યાં સંચાર કરતા એવા અનેક રાજાઓ, સામતે અને શાહુકારના સંમથી તૂટી ગયેલા હારના મુક્તાફળવડે પૃથ્વી કાંકરાવાળી થઈ ગઈ. સ્વર્ગ અને પૃથ્વીના ઉન્મત્ત હાથીઓના મદજળથી રાજમાર્ગો કાદવવાળા થઈ ગયા. પ્રભુની સમીપે એકઠા થયેલા એવા સર્વ સુર, અસુર અને મનુષ્પાવડે આ ત્રણ લેક તે એક અધિપતિની સત્તા નીચે હોવાથી એક લોકની જેવા શોભવા લાગ્યા.
ઘણા ડહાપણુવાળા પ્રભુ જે કે નિઃસ્પૃહ છે તે પણ લેકેની દાક્ષિણ્યતાને માટે તેઓના મંગળપચારને પગલે પગલે સ્વીકાર કરતા હતા તેમજ એકઠા મળીને ચાલતા એવા દેવતાઓ અને મનુષ્ય ઉપર તુલ્ય પ્રસાદવાળી દૃષ્ટિથી એક સરખે અનુગ્રહ કરતા હતા. એવી રીતે સુર, અસુર અને મનુષ્યએ જેમનો ઉત્સવ કરે છે એવા પ્રભુ અનુક્રમે સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં પ્રાપ્ત થયા. ઉદ્યાનની તરફ પુષ્પની સુગંધથી ઉન્મત્ત થયેલા ભ્રમરાઓની પંક્તિઓથી જેના અંદરના ભાગ દુરસંચર છે એવા ગાઢ કેતકીનાં વૃક્ષોની વાડ કરેલી હતી; જાણે વેઠીઆ હાય તેવા નગરના મેટા શાહુકારોના કુમારે રમવાની ઈચ્છાથી વનનાં વૃક્ષ અને લતાઓની અંદરના ભાગ સાફ કરેલા હતા; નગરની સ્ત્રીઓ ક્રીડાપ્રસંગે આવીને ત્યાં કુરૂબક, આસોપાલવ, બોરસલી વિગેરે વૃક્ષના દેહદ પૂરતી હતી. વિદ્યાધરોના કુમારે કૌતુકથી વટેમાર્ગુની જેમ બેસીને નીકના સ્વાદુ જળ પીતા હતા; આકાશ સુધી ઊંચા વધેલાં વૃક્ષ ઉપર જાણે હંસના મિથુન હોય તેવાં અનેક ખેચરેનાં જોડાઓ ક્રિીડા માટે આવીને બેસતાં હતાં, દિવ્ય કર્યું અને કસ્તુરીના ચૂર્ણ જેવા ઘુંટી સુધી પડેલા કમળ પરાગથી તે વનની પૃથ્વી તરફ રેતીમય જણાતી હતી, ઉદ્યાનપાલિકાઓ રાયણ, નારંગી અને કરેણક્ષેની તળેના ક્યારાઓ દૂધથી પૂરતી હતી, માળીએાની બાળાઓ પરસ્પર વિચિત્ર ગુંથણીની રચનામાં સ્પર્ધા કરીને પુપેની સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org