SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ક્ષુદ્ર હિમાચલકુમાર દેવને સાધ. સર્ગ ૪ થે પિઠે આકાશમાં તેર જન જઈને તે બાણ તેની આગળ પડ્યું. અંકુશને જોઈને ઉન્મત્ત હસ્તીની જેમ શત્રુના બાણને જોઈને તત્કાળ તેનાં નેત્ર રકત થઈ ગયાં; પણ બાણને ગ્રહણ કરી તેની ઉપરના સર્પ સમાન ભયકારક નામાક્ષર વાંચી દીપકની પેઠે તે શાંત થઈ ગયે. તેથી પ્રધાનપુરુષની જેમ તે બાણને પણ સાથે રાખી ભેટે લઈને તે ભરતેશ્વર પાસે આવ્યો. આકાશમાં રહીને ઊંચે સ્વરે જયજય શબ્દ કહી બાણુકારક પુરુષની પેઠે તેણે ચક્રીને બાણ અર્પણ કર્યું અને પછી દેવવૃક્ષનાં પુષ્પોની માળા, ગશીર્ષ ચંદન, સવૈષધિ અને પદ્મદ્રહનું જળ-એ સર્વ રાજાને ભેટ કર્યા, કારણ કે તેને સારરૂપ તે જ હતું. બીજાં કડાં, બાજુબંધ અને દિવ્ય વો ભેટને મિષે મહારાજાને દંડમાં આપ્યાં અને કહ્યું – સ્વામિન્ ! ઉત્તર દિશાને છેડે તમારા ભૂત્યની પેઠે હું રહીશ” એ પ્રમાણે કહીને તે વિરામ પામ્યું એટલે મહારાજાએ સત્કાર કરી તેને વિસર્જન કર્યો. પછી ક્ષુદ્રહિમાલયનું જાણે શિખર હોય અને શત્રુઓને જાણે મનોરથ હોય તેવો પોતાને રથ પાછો વાળે. ત્યાંથી ઋષભ પુત્ર રાષભકૂટ પર્વતે ગયા અને હસ્તી જેમ પિતાના દાંતવડે પર્વતને પ્રહાર કરે તેમ થશીર્ષથી ત્રણ વખત તેને તાડન કર્યું. પછી સૂર્ય જેમ કિરણુકેશને ગ્રહણ કરે તેમ ચક્રવતીએ રથને ત્યાં સ્થાપન કરી હાથમાં કાંકિણીરત્ન ગ્રહણ કર્યું. તે કાંકિણીરત્નથી તેના પૂર્વ શિખર ઉપર લખ્યું કે “અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રાંતભાગમાં હું ભરત નામે ચક્રી થયો છું.” એવા અક્ષરે લખી ચક્રવતી પોતાની છાવણીમાં આવ્યા અને તેને નિમિત્તે કરેલા અષ્ટમ તપનું પારણું કર્યું. પછી હિમાલયકુમારની પેઠે તે રાષભકૂટપતિને ચક્રની સંપત્તિને વેગ્ય અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો. - ગંગા અને સિંધુ નદીની મધ્ય ભૂમિમાં જાણે સમાતા ન હોય તેથી આકાશમાં ઉછળના અશ્વોથી, સિન્યના ભારથી ગ્લાનિ પામેલી પૃથ્વીને છાંટવાને ઈચ્છતા હોય તેમ મદજળના પ્રવાહને ઝરતા ગંધહસ્તીઓથી, ઉત્કટ ચક્રધારાથી પૃથ્વીને સીમંતથી અલંકૃત કરતા હોય તેવા ઉત્તમ સ્થાથી અને જાણે નરઢતને બતાવતા હોય તેવા અતિ પરાક્રમવાળા ભૂમિમાં પ્રસરતા કેડેગમે દિલથી વટાયેલા ચક્રવતી, અશ્વસ્વારને અનુવતી થઈને ચાલનારા જાત્ય મતંગજની જેમ ચક્રના અનુગત થઈ વૈતાઢય પર્વતે આવ્યા. જ્યાં સબર ઓ શ્રી આદીશ્વર ભગવંતના અનિંદિત ગીતે ગાતી હતી એવા તે પર્વતના ઉત્તર નિતંબમાં મહારાજાએ છાવણી કરી. ત્યાં રહીને તેમણે નામિવિનમિ નામના વિદ્યાધરની ઉપર દંડને માગનારુ બાણું પ્રેર્યું. બાણુને જોઈ તે બંને વિદ્યાધરપતિઓ ઝપાટેપ કરી પરસ્પર આ પ્રમાણે વિચાર કટ્વા લાગ્યા. જબૂદીપના ભરતખંડમાં આ ભરત રાજા પ્રથમ ચક્રવતી ઉત્પન્ન થયા છે. ઋષભકુટ પર્વત ઉપર ચંદ્રબિંબની જેમ પોતાનું નામ લખીને પાછા વળતાં તે અહીં આવ્યા છે. હસ્તીના આરેઠકની પેઠે તેણે આ વૈતાઢય પર્વતના પાર્શ્વ ભાગમાં પડાવ નાંખ્યો છે. બધે ઠેકાણે જય પામવાથી પોતાની ભુજામાં ગવિત થયેલે તે આપણી પાસેથી પણ જય મેળવવા ઈચ્છે છે અને તેથી હું માનું છું કે તેણે આ ઉદંડ દંડરૂપ બાણ આપણું ઉપર નાખ્યું છે. આવી રીતે વિચાર કરી તે બંને જણા યુદ્ધને માટે તૈયાર થઈ પિતાના અન્યથી ગિરિશિખરને આચ્છાદન કરવા લાગ્યા. સૌધર્મ અને ઈશાનપતિના દેવસૈન્યની પેઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy