SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ વિમલવાહન જવીની સંયમ-ભાવના સગ ૧ હસ્તિમલ્લ જેવા આચરણ કરે છે તે જ માણસ રેગાદિકથી અસમર્થહસ્ત થતાં કંઠો થઈ જાય છે, પિતાની દૂરદશી શક્તિથી જે ગીધ પક્ષીની પેઠે આચરણ કરે છે તે જ પ્રાણી પરેપદનમાં અશક્ત થઈ આંધળે બની જાય છે. અહા ! પ્રાણુઓનાં શરીર ક્ષણવારમાં ૨મ્ય, ક્ષણમાં અરણ્ય, ક્ષણમાં ક્ષમ, ક્ષણમાં અક્ષમ, ક્ષણમાં દષ્ટ અને ક્ષણમાં અદષ્ટ થઈ જાય છે !!” આવી રીતે ચિંતવતા મને, જપ કરનારને મંત્રશક્તિની પેઠે સંસારેવૈરાગ્ય ધારાધિરૂઢ થયો. પછી તૃણમાં અગ્નિ સમાન અને નિર્વાણપ્રાપ્તિમાં ચિંતામણિ રત્ન સમાન મહાવતરૂપ ચરિત્રને મેં એ મહામુનિની પાસે ગ્રહણ કર્યું.” તેઓ એ પ્રમાણે બેલી રહ્યા એટલે ફરીથી આચાર્યવયે અરિંદમને પ્રણામ કરી, વિવેકી અને ભક્તિવંત રાજા આ પ્રમાણે બોલ્યો-“નિરીહ અને મમતા રહિત આપના જેવા પૂજ્ય પુરુષો અમારા જેવાના પુણ્યથી જ આ પૃથ્વી પર વિહાર કરે છે. અતિશય તૃણથી આચ્છાદાન થયેલા અંધકૃપમાં ગાયની પેઠે લેકે આ અતિ ઘોર સંસારમાં વિષયસંબંધી સુખના ભ્રમવડે પડે છે, તેમાંથી પ્રાણીઓની રક્ષા કરવાને આપ દયાળુ ભગવંત પ્રતિદિન ઘેષણુની પેઠે દેશના આપી છે. આ અસાર સંસારમાં ગુરુની વાણી જ પરમ સાર છે, પણ અતિ પ્રિય એવાં સ્ત્રી, પુત્ર અને બંધુઓ સારરૂપ નથી. હવે મારે વિદ્યુત લેખા જેવી ચંચળ લહમી, સેવતાં જ માત્ર મધુર એવા વિષ સમાન વિષયો અને ફક્ત આ લેકમાં જ મિત્ર સમાન એવાં સ્ત્રી-પુત્રથી સયું ! તેઓની મારે કાંઈ જરૂર નથી, માટે હે ભગવન ! સંસારસમુદ્રને તરવામાં નૌકા સમાન એવી દીક્ષા મને આપો અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હું નગરમાં જઈ મારા પુત્રને રાજ્ય સેપીને આવું ત્યાં સુધી આપ દયાળુ પૂજ્યપાદે આ સ્થાન અલંકૃત કરવું.” પછી ઉત્સાહ કરનારી ગિરાથી આચાએ કહ્યું- હે રાજન ! તમારી ઈચ્છા ઉત્તમ છે. પૂર્વ જન્મના સંસ્કારને લીધે પ્રથમથી જ તમે તત્વ જાણનાર છે તેથી દઢ માણસને હાથને ટેકે આપવાની જેમ તમને દેશના આપવી તે હેતુમાત્ર છે. ગોપાળકના વિશેષપણે કરીને જેમ ગાય કામધેનુ સમાન થાય છે તેમ તમારા જેવા પુરુષોએ ગ્રહણ કરેલી દીક્ષા તીર્થકરપણું સુધીના ફળને આપે છે. તમારી ઈચ્છા પૂર્ણ કરવાને માટે અમે અહીં જ રહીશું, કારણ મુનિઓ ભવ્ય જનના ઉપકારને માટે જ વિચારે છે.” એવી રીતે સૂરિ. મહારાજાએ કહ્યું એટલે રાજાઓમાં સૂર્ય સમાન તે રાજા તેમને પ્રણામ કરીને ઊભે થયે; કેમકે મનસ્વી પુરુષો નિશ્ચિત કાર્યમાં આળસ કરતા નથી. રાજાનું ચિત્ત છે કે આચાર્યના ચરણકમલમાં લગ્ન થયું હતું, તો પણ હઠથી જેમ દુર્ભાગા સ્ત્રીની પાસે જાય તેમ પોતાના મંદિર તરફ ગયે. ત્યાં સિંહાસન ઉપર બેસી પિતાના રાજ્યરૂપી ભુવનના સ્તંભરૂપ મંત્રીઓને આ પ્રમાણે કહ્યું – હે મંત્રીઓ ! આમ્નાય (પરંપરા) થી જેમ આ રાજ્યરૂપી ગૃહમાં અમે રાજા છીએ તેમ સ્વામીના અર્થમાં એક મહાવ્રતવાળા તમે મંત્રીઓ છે. તમારા મંત્રબળથી જ મેં આ મેદિનીને સાધી છે, તેમાં અમારી ભુજાબળને ઉપક્રમ ફક્ત નિમિત્ત માત્ર છે. ભૂમિને ભાર જેમ ઘોદધિ, ઘનવાન અને તનુવાતે ધારણ કરે છે તેમ તમે આ મારી ભૂમિને ભાર ધારણ કર્યો છે. હું તે દેવતાની પેઠે વિષયની આસક્તિમાં પ્રમાદી થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy