SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૨ જું રાજાની મંત્રીઓને હિતશિક્ષા. ૨૨૫ રાત્રિ દિવસ વિવિધ ક્રીડાના રસમાં મગ્ન થયેલું હતું. રાત્રિએ દીવાથી જેમ ખાડો જણાય તેમ અનંત ભવમાં દુખ આપનાર આ પ્રમાદ, ગુરુના પ્રસાદરૂપી દીવાથી આજે મારા જાણવામાં આવ્યું છે. મેં અજ્ઞાનથી ઘણું કાળ સુધી આ આત્માને આત્માવડે જ વંચિત કર્યો છે, કારણ કે પ્રસરતા અંધકારમાં ચક્ષુવાળે પુરુષ પણ શું કરી શકે? અહો! આટલા કાળ સુધી આ દુર્દમ એવી ઈદ્રિયે તોફાની ઘેડાની પેઠે મને ઉન્માર્ગમાં લઈ ગઈ. દુષ્ટ બુદ્ધિવાળા મેં વિભિતક (ભીલામાનું ઝાડ) વૃક્ષની છાયાની સેવા જેવી પરિણામે અનર્થ આપનારી આ વિષયસેવા અદ્યાપિ પર્યત કરી. ગંધહસ્તી જેમ બીજા હાથીઓને મારે તેમ બીજાના પરાક્રમને નહીં સહન કરનારા એવા મેં દિગવિજયમાં નિરપરાધી રાજાઓને માર્યા. બીજા રાજાઓની સાથે સંધિ વિગેરે છ ગુણોને નિરંતર જોડનારે જે હું તેની તાડવૃક્ષની છાયાની જેમ સત્ય વાણી કેટલી? અર્થાત્ બીલકુલ નહીં. મેં જન્મથી બીજા રાજાઓના રાજ્યને છીનવી લેવામાં અદત્તાદાન જ આદર્યું છે. રતિસાગરમાં મગ્ન થયેલા મેં કામદેવને જાણે શિષ્ય હોઉં તેમ નિરંતર અબ્રહ્મચર્ય જ આદર્યું છે. પ્રાપ્ત થયેલા અર્થોથી અતૃપ્ત અને પ્રાપ્ત અર્થો ગ્રહણ કરવાની ઈચ્છાવાળો જે હું તેને આટલા કાળ સુધી બળવાન મૂચ્છ પ્રાપ્ત થયેલી હતી. સ્પર્શ કરેલ એક પણ ચાંડાળ જેમ અસ્પૃશ્યપણાનો કરનાર છે તેમ હિંસા વિગેરે પાપકાર્યોમાંથી એક પાપકાર્ય પણ દુર્ગતિનું કારણ છે; માટે આજે વૈરાગ્યવડે ગુરુની પાસે પ્રાણાતિપાત વિગેરે પાંચ પાપના સ્થાનથી હું વિરામ પામીશ. (પાંચ મહાવ્રત લઈશ.) સાયંકાળે સૂર્ય જેમ પિતાનું તેજ અગ્નિમાં આરોપે તેમ હું મારા કવચહર કુમાર ઉપર આ રાજ્યભાર આરોપણ કરીશ. તમારે મારી પેઠે આ કુમાર તરફ પણ ભક્તિભાવે વર્તવું; અથવા તમને આવી શિક્ષા આપવાની જરૂર જ નથી, કારણ કે જાતિવંતનું એવું શીલ જ હોય છે.” મંત્રીઓએ કહ્યું—“સ્વામિન ! દરમક્ષ પ્રાણીઓને કયારે પણ આવી બુદ્ધિ થતી નથી. પરાક્રમથી જાણે ઈ દ્રો હોય તેવા તમારા પૂર્વજે જન્મથી માંડીને અખંડ શાસનવડે આ પૃથ્વીને સાધતા હતા પણ જ્યારે અનિશ્ચિત શક્તિવાળા થતા ત્યારે તેઓ થુંકની પિઠે રાજ્યને છોડી દઈ ત્રણ રત્નથી પવિત્રિત એવા વ્રતને ગ્રહણ કરતા હતા. આપ મહારાજા આ પૃથ્વીના ભારને પિતાની ભુજાના પરાક્રમ ધારણ કરો છો. તેમાં ઘરની અંદર કદલીના સ્તંભની પેઠે અમે ફક્ત રોભારૂપ થઈ રહેલા છીએ. આ સામ્રાજ્ય જેમ આપને કુળક્રમાગત પ્રાપ્ત થયેલું છે તેવી રીતે અવદાન (પરાક્રમ) સહિત અને નિદાન (નિયાણું) રહિત એવું વ્રતનું ગ્રહણ પણ કમાગત પ્રાપ્ત થયેલું છે. જાણે આપને બીજે ચેતન હોય તે આ કુમાર પૃથ્વી ભારને લીલા કમળની પેઠે ધારણ કરવાને સમર્થ છે. આપને મોક્ષફળવાળી દીક્ષા ગ્રહણ કરવી હોય તે ખુશીથી ગ્રહણ કરે. આપ સ્વામી ઉચ્ચ પ્રકારની ઉન્નતિને પ્રાપ્ત થાઓ તે જ અમારે ઉત્સવ છે ! ! તીક્ષણ ન્યાયમાં નિષ્ઠાવાળા અને સત્વ તથા પરાક્રમથી શોભતા એવા આ કુમારવડે આપની પેઠે આ પૃથ્વી રાજન્વતી થાઓ !” આવાં તેમનાં અનુજ્ઞાવચનથી મુદિત થયેલા મેદિનીપતિએ છડીદાર પાસે શીધ્રપણે કુમારને બોલાવ્યો. જાણે મૂત્તિમાન કામદેવ હોય તે તે કુમાર રાજહંસની પેઠે ચરણન્યાસ કરતે ૧. મોક્ષે જવું જેને દૂર (ઘણે કાળે) છે તેવા. A - 29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy