SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું. પરમાત્માની દેશના-આર્ય ક્ષેત્રોનાં નામ. ૨૮૩ અને લવણસમુદ્ર સંબંધી એમ સર્વ ક્ષેત્ર, ૫ અને સમુદ્ર સંબંધી સાદે કરીને જુદા જુદા વિભાગ કહેવાય છે. મનુષ્યના આર્ય અને સ્વેચ્છ એવા બે ભેદ છે. આ ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ અને ભાષાના ભેદથી છ પ્રકારના છે. ક્ષેત્રા પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેમાં આ ભરતક્ષેત્રમાં સાડી પચીશ દેશમાં ઉત્પન્ન થયેલા આર્ય કહેવાય છે. એ આર્યદેશ પિતાનાં નગરથી આવી રીતે ઓળખાય છે. રાજગૃહી નગરીથી મગધ દેશ, ચંપાનગરીથી અંગદેશ, તામ્રલિસીથી બંગદેશ, વારાણસીથી કાશીદેશ, કાંચનપુરીથી કલિંગદેશ, સાકેત (અધ્યા)પુરીથી કેશલદેશ, હસ્તીનાપુરથી કુરુદેશ, શૌર્યપુરથી કુશાત્ત દેશ, કાંપિલ્યપુરથી પંચાલદેશ, અહિચ્છત્રાપુરીથી જાંગલદેશ, મિથિલાપુરીથી વિદેહદેશ, દ્વારાવતી (દ્વારકા)પુરીથી સૌરાષ્ટ્ર (સોરઠ) દેશ, કૌશાંબીપુરીથી વત્સદેશ, ભદ્રિલપુરથી મલયદેશ, નાંદિપુરથી સંદર્ભ દેશ, ઉંચ્છાપુરીથી વરુણદેશ, વિરાટનગરીથી મત્સ્યદેશ, શક્તિમતી પુરીથી ચેટીદેશ, મૃત્તિકાવતીથી દશાર્ણદેશ, વીતભયપુરથી સિંધુદેશ, મથુરાપુરીથી સૌવીરદેશ, અપાપાપુરીથી શૂરસેનદેશ, ભંગીપુરીથી માસપુરીવત્ત દેશ, શ્રાવસ્તીપુરીથી કુણાલદેશ, કેટિવર્ષપુરીથી લાટદેશ અને તાંબાપુરીથી કેતકાદ્ધ દેશ-એમ સાડી પચીસ આર્યદેશે આ નગરોથી ઓળખાય છે. તીર્થકર, ચક્રવત્તી, વાસુદેવ અને બળભદ્રના તે દેશોમાં જ જન્મ થાય છે. ઈવાકુવંશ, જ્ઞાતવંશ, વિદેહવંશ, કુરુવંશ, ઉગ્રવંશ, ભેજવંશ અને રાજન્યવંશ એ વિગેરે વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય જાતિઆર્ય કહેવાય છે તથા કુલકર, ચક્રવતી, વાસુદેવ અને બલભદ્ર તથા તેમની ત્રીજી, પાંચમી કે સાતમી પેઢી સુધી ચાલેલા શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા હેય તે કુળઆ કહેવાય છે. પૂજન કરવું અને કરાવવું, શાસ્ત્ર ભણવા અને ભણાવવા તેથી અને બીજા શુભ પ્રયાગથી જેએ આજીવિકા ચલાવે તે કર્માર્ય કહેવાય છે. છેડા પાપવ્યાપારવાળા, વસ્ત્ર વણનારા, વસ્ત્ર તૈણનાર, કુંભાર, નાપિક અને દેવળના પૂજારી વિગેરે શિલ્પાય કહેવાય છે. જે ઊંચી ભાષાના નિયમવાળા વણેથી પૂર્વોક્ત પાંચ પ્રકારના આર્યોના વ્યવહારને કહે છે, તે ભાષાર્થ કહેવાય છે. “પ્લે માં શાક, યવન, શબર, બબ૨, કાયા, મુકુંડ, ઉડ, ગોડ, પત્કણક, આરપાક, હુણ, રમક, પારસી, ખસ, ખાસિક, ડોંબલિક, લકુસ, ભિલ, અંધ, બુક્કસ, પુલિંદ, કૌચક, ભ્રમરરૂત, કુંચ, ચીન, વેચક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાત, કંકય, હયમુખા, હાથીમુખા, અશ્વમુખા, અજમુખા, અશ્વકર્ણા, ગજકર્ણા, અને બીજા પણ અનાર્યો કે જેઓ ધર્મ એવા અક્ષરને પણ જાણતા નથી તેમજ ધર્મ તથા અધર્મને પૃથક સમજતા નથી તેઓ પ્લેચ્છ કહેવાય છે.” - “બીજા અંતરદ્વીપમાં મનુષ્યો છે. તેઓ પણ ગુગલિઆ હેવાથી ધર્મ–અધર્મને જાણતા નથી. એ અંતરદ્વીપ છપ્પન્ન છે; તેમાં અઠ્યાવીશ દ્વીપ સુદ્રહિમાલય પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુને છેડે ઈશાનકૂણ વિગેરે ચાર વિદિશામાં લવણસમુદ્રમાં નીકળેલી દાઢાએની ઉપર રહેલા છે તેમાં ઈશાનકૂણમાં જંબુદ્વીપની જગતીથી ત્રણ સે યોજન લવણસમુદ્રમાં જઈએ ત્યાં તેટલે જ લાંબે અને પહોળો એ પ્રથમ એકરૂક નામે અંતરદ્વીપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy