SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. અધ્યા પ્રતિ પ્રયાણ. હોય તેવા પિતાના આશ્રિત બત્રીસ હજાર રાજાએ તથા વિધ્યાદ્રિની જેવા રાશી લાખ હાથીઓથી વિરાજિત અને જાણે અખિલ વિશ્વમાંથી આયા હોય તેવા ચોરાશી લાખ અશ્વ, તેટલા જ રથ અને ભૂમિને આચ્છાદન કરનારા છ– કટી સુભટેથી વીંટાયેલા ભરત ચક્રવર્તી પ્રયાણના પ્રથમ દિવસથી સાઠ હજાર વર્ષે ચક્રના માર્ગને અનુસરતા અયોધ્યા તરફ ચાલ્યા. માર્ગે ચાલતા ચકી સૈન્યથી ઊડેલી રજસમૂહના સ્પર્શથી મલિન થયેલા ખેચરોને જાણે પૃથ્વીમાં આલોટયા હોય તેવા કરતા હતા; પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલા ભવનપતિ અને વ્યંતરોને સિન્યના ભારથી પૃથ્વી ફાટવાની શંકાને ઉત્પન્ન કરી ભય પમાડતા હતા, ગોકુળ ગોકુળે વિકસ્વર દષ્ટિવાળી ગોપાંગનાઓનું માખણુરૂપ અર્થે અમૂલ્ય હોય તેમ ભક્તિથી સવીકારતા હતા; વને વને હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલા મુક્તાફળ વિગેરેની કિરાત લોકોએ આપેલી ભેટે ગ્રહણ કરતા હતા, પર્વતે પર્વતે પર્વતરાજાઓએ આગળ ધરેલાં રત્ન સુવર્ણની ખાણુના મહસારને અનેક વખત અંગીકાર કરતા હતા; ગામે ગામે જાણે ઉત્કંઠિત બાંધવ હોય તેવા ગ્રામવૃદ્ધોના ઉપાયન પ્રસન્નપણે ગ્રહણ કરી તેમના ઉપર અનુગ્રહ કરતા હતા; ક્ષેત્રમાં પડતી ગાયની જેમ ગ્રામમાં ચિતરફ પ્રસરતા સૈનિકને પિતાની આજ્ઞારૂપી ઉગ્ર દંડથી અટકાવી રાખતા હતા; વાનરેની પેઠે વૃક્ષ ઉપર ચડી પિતાને હર્ષપૂર્વક જેનારા ગ્રામ્યબાળકોને પિતાની જેમ પ્યારથી જોતા હતા; ધાન્ય, ધન અને વિતવડે નિરુપદ્રવી ગામડાંઓની સંપત્તિને પિતાની નીતિરૂપી લતાના ફળપણે અવલેતા હતા. સરિતાઓને પંકિલ કરતા હતા; સરેવરનું શોષણ કરતા હતા. આ વાવ તથા કૂવાને પાતાલવિવરની જેમ ખાલી કરતા હતા. દુવિનયી શત્રુને શિક્ષા કરનાર મહારાજા એ પ્રમાણે મલયાચલના પવનની પેઠે લેકને સુખ આપતા અને ધીમે ધીમે ચાલતા અયોધ્યાપુરીની સમીપે આવી પહોંચ્યા. જાણે અધ્યાને અતિથિરૂપ થયેલ સદર હેય તેવે સ્કંધાવાર મહારાજાએ અયોધ્યાની નજીક ભૂમિમાં નંખાવ્યું. રાજશિરોમણિ ભરતે રાજધાનીને મનમાં ધારી નિરુપદ્રવની પ્રતીતિ આપનાર અઠ્ઠમ તપ કર્યો. અષ્ટમ ભકતને અંતે પૌષધાલયમાંથી બહાર નીકળી ચકીએ બીજા રાજાઓની સાથે દિવ્ય રસાઈથી પારણું કર્યું. અહીં અયોધ્યામાં સ્થાને સ્થાને જાણે દિગંતરથી આવેલી લક્ષમીને કીડા કરવાના હિંડેલા હોય તેવા ઊંચા તોરણ બંધાવા લાગ્યા, ભગવંતના જન્મસમયે દેવતાઓ સુગધી જળની વૃષ્ટિ કરે તેમ નગરલેકે દરેક માગે કેશરના જળથી છંટકાવ કરવા લાગ્યા, જાણે નિધિઓ અનેક રૂપે થઈ અગાઉથી આવ્યા હોય તેવા માંચાઓ સુવર્ણસ્તંભથી રચાવા લાગ્યા. ઉત્તરકુરુમાં પાંચ દ્રહની બંને બાજુએ રહેલા દશ દશ સુવર્ણગિરિ શેશે તેમ માર્ગની બંને બાજુએ સામસામાં રહેલા માંચાઓ શોભવા લાગ્યા. દરેક માંચાએ બાંધેલા રનમય તેણે ઈન્દ્રધનુષની શ્રેણિની શેભાને પરાભવ કરવા લાગ્યા અને ગંધર્વોનું સૈન્ય જેમ વિમાનમાં બેસે તેમ ગાયન કરનારી સ્ત્રીઓ મૃદંગ તથા વીણાને બજાવનારા ગંધર્વોની સાથે તે માંચા ઉપર બેસવા લાગી. તે માંચા ઉપરના સુંદરવા સાથે બાંધેલી મોતીની ઝાલરો લક્ષમીના નિવાસગૃહની પેઠે કાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગી. જાણે પ્રમોદ પામેલી નગરદેવીના હાસ્ય હેય તેવા ચામરેથી, સ્વર્ગમંડનની રચનાવાળા ચિત્રોથી, કૌતુકથી આવેલા નક્ષત્ર હોય તેવા દર્પથી, બેચરના હાથના રૂમાલ હોય તેવા પંદર વાથી અને લક્ષમીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy