SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળાચરણ. સગ ૧ લે. अनेकांतमतांभोधि-समुल्लासनचंद्रमाः । दद्यादमंदमानंदं भगवानभिनंदनः ॥६॥ સ્યાદ્વાદમતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રરૂપ એવા “શ્રી અભિનંદન' ભગવાન અત્યંત આનંદને આપો. | ૬ | घुसकिरीटशाणाग्रो-त्तेजितांघ्रिनखावलिः । भगवान् मुमतिस्वामी, तनोत्वभिमतानि.वः ॥७॥ દેવતાઓના મુગટરૂપી શરાણના અગ્રભાગના ખૂણાઓથી જેમની નખ પંકિત તેજવંત થએલી છે એવા “સુમતિ સ્વામી ભગવાન તમારા વાંછિતેને વિસ્તારો. . ૭ पनप्रभप्रभोर्देह-भासः पुष्णंतु वः श्रियम् । अंतरंगारिमथने, कोपाटोपादिवारुणाः ॥८॥ અંતરંગ શત્રુઓ જે કામક્રોધાદિ તેઓને મથન (દર) કરવાને કરેલા કેપના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી “પહાપ્રભ' પ્રભુના દેહની અરુણ (રાતી) કાંતિ તમારી માક્ષલકમીનું પિષણ કરે. . ૮ છે श्रीसुपार्श्वजिनेन्द्राय, महेंद्रमहितांघ्रये । नमश्चतुर्वर्णसंघ-गगनाभोगभास्वते ॥९॥ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી આકાશમાં પ્રકાશને વિસ્તારવામાં સૂર્ય સમાન અને જેના ચરણેની ઇંદ્રોએ પૂજા કરી છે એવા “શ્રી સુપાર્શ્વજિનેક ને નમસ્કાર છે. ૯ ! चंद्रप्रभप्रमोश्चंद्र-मरीचिनिचयोज्ज्वला। मूर्तिमूर्तसितध्यान-निर्मितेव श्रियेऽस्तु वः ॥१०॥ ચંદ્રકિરણોના સમૂહથી પણ ઉજવળ–તેથી જાણે મૂર્તિમંત એવા શુકલ ધ્યાનવડે જ બનાવી હોય તેવી “ચંદ્રપ્રભ” પ્રભુની મૂત્તિ, તમને જ્ઞાનલક્ષમી માટે થાઓ. ૧૦ करामलकवद्विश्वं, कलयन् केवलश्रिया । अचिंत्यमाहात्म्यनिधिः सुविधिबोधयेऽस्तु वः॥१२॥ જે પિતાની કેવળજ્ઞાનરૂપી લક્ષમીથી, સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય તેવા માહાભ્યના નિધાનરૂપ છે, એવા “અવિધિઓ ભગવાન તમારા બધાને માટે થાઓ. ૧૧ છે सत्वानां परमानंद-कंदोदभेदननवांबुदः। स्याद्वादामृतनिस्यदी, शीतलः पातु वो जिनः ॥१२॥ પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘના જેવા અને સ્યાદ્વાદ મતરૂપી અમૃતને ઝરનારા “શ્રી શીતલ” તીર્થકર તમારી રક્ષા કરે. જે ૧૨ भवरोगाजंतूना-मगदंकारदर्शनः । निःश्रेयसश्रीरमणः श्रेयांसः श्रेयसेऽस्तु वः ॥१॥ જેમનું દર્શન સંસારરૂપી રેગથી પીડાયેલા છેને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષમીના સ્વામી છે એવા “શ્રી શ્રેયાંસ'ભગવાન તમારા કલ્યાણનેં અર્થે થાઓ. ૧૩ विश्वोपकारकीभूत-तीर्थकृत्कर्मनिर्मितिः। सुरासुरनरैः पूज्यो, वासुपूज्यः पुनातु कः॥१४॥ જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવા તીર્થકર નામકર્મને નિષ્પન્ન કરેલું છે અને * અહીં દર્શન એટલે “સમ્યકત્વ” એવો અર્થ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy