SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ | વિજયા અને વૈજયંતીએ જોયેલાં ચાર સ્વપ્ન. સગ ૨ જે બારમે સ્વપ્ન જાણે અનુત્તર વિમાનમાંહેનું એક વિમાન આવ્યું હોય તેવું વિચિત્ર રત્નમય ઉત્તમ વિમાન જોવામાં આવ્યું. તેરમે સ્વપ્ન રત્નગર્ભા (પૃથ્વી) એ જાણે રત્નનું સર્વસ્વ પ્રસવ્યું હોય તે ઘણું કાંતિના સમૂહવાળે ઉન્નત રત્નપુંજ જોવામાં આવ્યું. ચૌદમે સ્વને લક્ષ્યમાં રહેલા સમગ્ર તેજસ્વી પદાર્થને જાણે તેજપુંજ એકત્ર કર્યો હોય તેવો નિઈમઅગ્નિ જેવામાં આવ્યો. એવી પરિપાટીએ એ ચૌદ વપને વિજયાદેવીને પિતાના મુખકમળમાં ભ્રમરાની પેઠે પ્રવેશ કરતા જોવામાં આવ્યાં. તે સમયે ઈદ્રના આસનનો પ્રકંપ થયો, એટલે ઈદે પિતાનાં સહસ્ત્ર નેત્રોથી પણ અધિક નેત્રરૂપ અવધિજ્ઞાને જોયું. જેવાથી તીર્થકર મહારાજાને ઉદ્ભવ થયેલે જાણી રોમાંચિત શરીરવાળા ઈંદ્ર વિચારવા લાગ્યા કે “જગતને આનંદના હેતુરૂપ પરમેશ્વર વિજય નામના બીજા અનુત્તર વિમાનથી એવી હાલ જંબુદ્વીપના દક્ષિણાદ્ધ ભરતખંડના મધ્ય ભાગને વિષેવિનીતાપુરીમાં જિતશત્રુ રાજાની વિજયાદેવી નામે રાણીના ઉદરમાં અવતરેલા છે. તે આ અવસર્પિણમાં કરુણરસના સમુદ્ર એવા બીજા તીર્થકર ભગવાન થશે.” આવી રીતે ચિંતવી સંભ્રમ સહિત સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છેડી ઊભા થયા. પછી તીર્થકરની દિશા સન્મુખ સાત આઠ પગલાં ચાલી, ઉત્તરાસંગ કરી, જમણે ઢીંચણ ભૂમિએ આપી, ડાબો ગોઠણુ જરા નમાવી, મસ્તક અને હાથથી પૃથ્વીતળને સ્પર્શ કરી તેણે ભગવંતને નમસ્કાર કર્યો. ત્યાં શકસ્તવપૂર્વક જિનવંદન કરીને તે સૌધર્મેદ્ર વિનીતા નગરી માં જિતશત્રુ રાજાને ઘરે આવ્યું. બીજા ઈંદ્રો પણ આસનકંપથી અહેમંતના અવતારને જાણી ભક્તિથી તત્કાળ ત્યાં આવ્યા. એ શક્રાદિક ઇંદ્રો કલ્યાણ કરી ભક્તિવાળા થઈને સ્વામિની શ્રી વિજયાદેવીના શયનગૃહમાં આવ્યા. તે સમયે તે શયનગૃહના આંગણામાં આમળાના જેવાં સ્થળ, સમવર્તુળ અને નિર્મળ અમૂલ્ય મતીઓના સાથીઓ પૂરેલા હતા. નીલમણિની પૂતળીઓએ અંક્તિ થયેલા સુવર્ણમય સ્તંભથી અને મરકત મણિનાં પત્રોથી તેના દ્વાર ઉપર તેારણે રચેલાં હતાં. સૂરમ તંતુવાળા અને પંચવણી એવાં અખંડ દિવ્ય વસ્ત્રોને, સંધ્યા મેઘથી આકાશની જેમ તરફ ઉલેચ બાંધેલ હતું. તેની ચોતરફ જાણે સ્થાપિત યષ્ટિ હોય તેવી સુવર્ણની ધૂપઘટિકાઓના યંત્રમાંથી ધૂમાડાની ઘટાઓ નીકળી રહી હતી. તે ગૃહની અંદર બંને તરફ ઊંચી, મધ્ય ભાગમાં જરા નીચી, હંસની રેમલતાના રૂથી ભરેલી, ઓશીકાથી શોભતી અને ઉજ્જવળ ઓછાડ સહિત એવી સુંદર શય્યા ઉપર રહેલા વિજયાદેવી ગંગાના તીર ઉપર રહેલી હંસલીની જેમ ઇદ્રોના જોવામાં આવ્યા. પિતાને ઓળખાવી, તેમને નમસ્કાર કરી તેમણે તીર્થકરના જન્મને સૂચવનારું સ્વપ્નનું ફળ કહ્યું. પછી સૌધર્મેદ્ર કુબેરને આજ્ઞા કરી કે “જેમ રાષભદેવના રાજ્યની આદિમાં તમે • આ નગરીને રત્નાદિકથી પૂરેલી હતી તેવી રીતે વસંતમાસ જેમ નવીન પદ્વવાદિકથી ઉદ્યાનને નવું કરે તેમ આ નગરીને નવીન ગૃહ વિગેરેથી નવી કરે અને મેઘ જેમ જળવડે પૃથ્વીને પૂરે તેમ સુવર્ણ, ધન, ધાન્ય અને વોથી ચેતરફ આ નગરીને પૂરી ઘો.” એવી રીતે કહી શકે અને બીજા સર્વ ઇંદ્રોએ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અર્વતની પ્રતિમા ને અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો અને ત્યાંથી સર્વે પિતાને સ્થાનકે ગયા. કુબેર પણ ઇંદ્રની આજ્ઞા પ્રમાણે કરીને ત્યાંથી પિતાની અલકાપુરીમાં ગયે. જાણે મેરુપર્વતના શિખરે હોય તેવા ઊંચા સુવર્ણના રાશિઓથી, જાણે વૈતાઢ્ય પર્વતનાં શિખર હોય તેવા રૂપાના ઢગલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy