SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. સમવસરણની રચના. ૧૭ ચાર ચાર દરવાજા હતા તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ગોખ હોય તેવા જણાતા હતા. તે દરેક દ્વારે વ્યંતરેએ મૂકેલા ધૂપના પાત્ર ઈંદ્રનીલમણિના સ્તંભની જેવી ધૂમ્રલતાને છોડતા હતા. તે સમવસરણને દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર રસ્તા(દ્વાર)વાળી અને સુવર્ણના કમલવાળી વાપિકાએ કરી હતી અને બીજા ગઢમાં ઈશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવાને માટે એક દેવછંદ રચ્યો હતે. અંદરના–પ્રથમ ગઢના પૂર્વ દ્વારમાં બંને તરફ સુવર્ણના જેવા વર્ણવાળા બે વૈમાનિક દેવતા દ્વારપાળ થઈને રહ્યા હતા, દક્ષિણ દ્વારમાં બંને બાજુએ જાણે એક બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજજવળ વર્ણવાળા વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા, પશ્ચિમ દ્વારમાં સાયંકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્ત વર્ણવાળા બે જ્યોતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા અને ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હોય તેવા કૃષણવર્ણવાળા બે ભુવનપતિ દેવતાઓ બંને તરફ દ્વારપાળ થઈને રહ્યા હતા. બીજા ગઢના ચારે દ્વારે બંને તરફ અનુક્રમે અભય, પાસ, અંકુશ અને મુદુગરને ધારણ કરનારી વેતામણિ, શણમણિ, સ્વર્ણમણિ અને નીલમણિના જેવી કાંતિવાળી પ્રથમ પ્રમાણે ચારે નિકાયની જ્યા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીએ પ્રતિહાર થઈને ઊભી રહી હતી. છેલ્લા બહારના ગઢને ચાર દ્વારે તુંબર, ખટવાંગધારી, મનુષ્યમસ્તક માલાધારી અને જટામુગટમડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરેએ ત્રણ કેશ ઊંચું એક ચૈત્ય (અશોક) વૃક્ષ રચ્યું હતું, તે જાણે ત્રણ રત્ન(જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના ઉદયને ઉદ્દેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રનથી એક પીઠ રચી હતી અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક ઈદક ર હતો. ઈકની મધ્યમાં પૂર્વ દિશા તરફ સર્વ લક્ષમીને સાર હોય તેવું પાતપીઠ સહિત રત્નસિંહાસન રચ્યું હતું અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણુનાં ત્રણ ચિહ્યો હોય તેવાં ઉજજવળ ત્રણ છગે રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુએ બે યક્ષો જાણે હદયમાં નહી સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા ઉજજવળ ચામરો લઈને ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર અદ્દભૂત કાંતિના સમૂહવાળું એક એક ધર્મચક સુવર્ણના કમલમાં રાખ્યું હતું. બીજું પણ જે જે કરવા ગ્ય હતું તે સર્વ કૃત્ય વ્યંતરોએ કર્યું હતું, કારણ કે, સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી છે. - હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના ક્રોડે દેવતાઓથી વીંટાએલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાઓ સહસ્ત્ર પત્રવાળા સુવર્ણનાં નવ કમલે રચીને અનુક્રમે પ્રભુની આગળ મૂકવા લાગ્યા. તેમાંનાં બે બે કમલ ઉપર સ્વામી પાદન્યાસ કરવા લાગ્યા અને દેવતાઓ તે કમલને આગળ આગળ સંચારવા લાગ્યા. જગત્પતિએ સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી તીર્થને નમસ્કાર કરી સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ જગતના મેહરૂપી અંધકારને દવા માટે પૂર્વાભિમુખ સિંહાસન ઉપર પ્રભુ આરૂઢ થયા, એટલે વ્યંતરેએ બીજી ત્રણ દિશાએ રત્નાં ત્રણ સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ કર્યા. દેવતાઓ પ્રભુના અંગૂઠા જેવું રૂપ કરવાને પણું સમર્થ નથી તે પણ જે પ્રતિબિંબ કર્યા તે પ્રભુના પ્રભાવથી તેવાં જ થયાં હતાં. પ્રભુના દરેક મસ્તકની ફરતું શરીરની કાંતિનું મંડલ (ભામંડલ) પ્રગટ થયું, જેની * ૧ અહીં પ્રથમ ગઢ બે બે દ્વારપાળ કહ્યા છે, સમવસરણ સ્તવમાં એકેક કહેલ છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy