________________
૧૦૮ સમવસરણની રચના.
સગ ૩ છે. આગળ સૂર્યનું મંડલ પણ ખવાત જેવું જણાવા લાગ્યું. પ્રતિશબ્દોથી ચારે દિશાને શખદાયમાન કરતી–મેઘની જેવા ગંભીર સ્વરવાળી દુંદુભિ આકાશમાં વાગવા લાગી. પ્રભુના સમીપે એક રત્નમય ધ્વજ' હતું, તે જાણે ધમે આ એક જ પ્રભુ છે એમ કહેવાને પિતાને એક હાથ ઊંચે કર્યો હોય તે શોભતે હતો. '
હવે વિમાનપતિઓની સહીઓ પૂર્વકારથી પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, તીર્થકર તથા તીર્થને નમરકાર કરી, પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છેડી દઈ, તેના સ્થાનની મધ્યમાં અગ્નિખૂણે ઊભી રહી. ભુવનપતિ, તિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દિશાના હારથી પસી અનુક્રમે પૂર્વ પ્રમાણે વિધિ કરી નૈચખૂણે ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતા પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશામાં બેઠા. વિમાનિક દેવતાઓ, મનુષ્ય અને મનુષ્ય ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા. ત્યાં પ્રથમ આવેલા અહ૫ મહિવાળા, મોટી ઋદ્ધિવાળા જે કઈ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હોય તેને નમીન આગળ જતા. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કેઈ જાતની વિકથા નથી, વિરોધીઓને પણ પરસ્પર વૈર નથી તેમ કેઈને એક બીજાને ભય નથી. બીજા ગઢની અંદ૨ તિર્યંચા આવીને બેઠા અને ત્રીજા ગઢના મધ્યમાં સર્વના વાહને રહ્યાં. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચે, મનુષ્ય અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા. એવી રીતે સમવસરણની રચના થયા પછી સૌધર્મકલ્પને ઇંદ્ર અંજલિ જેડી, જગત્પતિને નમસ્કાર કરી, રોમાંચિત થઈ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે-“હે સ્વામિન ! બુરિને દરિદ્ર એ હું ક્યાં અને કૃષ્ણના પર્વત એવા આપ ક્યાં ? તથાપિ ભક્તિએ અત્યંત વાચાળ કરેલે હું આપની સ્તુતિ કરું છું. હે જગત્પતે ! રત્ન વડે રત્નાકર શોભે તેમ આપ એક જ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદથી શો છો. હે દેવ ! આ ભરતક્ષેત્રમાં ઘણાં કાળથી નષ્ટ થયેલ ધર્મરૂપ વૃક્ષને પુનઃ ઉત્પન્ન કરવામાં તમે બીજ સમાન છે. વળી હે પ્રભુ ! તમારા માહાઓને કાંઈ અવધિ નથી, કારણકે પિતાના સ્થાનકે રહેલા અનુત્તર વિમાનના દેવેના સંદેહને તમે અહીં રહ્યા છતાં જાણે છે અને તે સંદેહનું નિવારણ પણ કરે છે. મહેટી ઋદ્ધિવાળા અને કાંતિથી પ્રકાશી રહેલા આ સર્વ દેવતા એને જે સ્વર્ગમાં નિવાસ છે તે તમારી ભક્તિના લેશમાત્રનું ફળ છે. મૂખજનને ગ્રંથને - અભ્યાસ જેમ કલેશને અર્થે જ થાય છે તેમ તમારી ભકિત વિનાના મનુષ્યના મોટા તપ પણ અમને માટે જ થાય છે. હે પ્રભુ! તમારી સ્તુતિ કરનાર અને તમારે ઠેષ કરનાર બંને ઉપર તમે તો સમાન દષ્ટિવાળા છો, પરંતુ તેઓને શુભ અને અશુભ એમ ભિન્ન ભિન્ન ફળ થાય છે તેથી અમને આશ્ચર્ય થાય છે. હે નાથ ! મને સ્વર્ગની લહમીથી પણ સંતેષ નથી તેથી હું એવું માગું છું કે મારી તમારે વિષે અક્ષય અને અપાર ભક્તિ થાઓ. ' એ પ્રમાણે સ્તુતિ કરી, નમસ્કાર કરી નારી, નર, નરદેવ અને દેવતાઓને અગ્રભાગે ઈંદ્ર અંજલિ જોડી રાખીને બેઠા. .
અહીં અધ્યા નગરીમાં વિનયી ભરત ચક્રવતી મરુદેવા માતાને નમસ્કાર કરવાને ૧. સમવસરણરાવમાં ચારે દિશાએ ચાર ધ્વજ કા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org