SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ હું મરૂદેવા માતાને વિલાપ માટે પ્રાતઃકાળે ગયા. પિતાના પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલા અવિશ્રાંત અશ્રુજળથી આંખમાં પડળ આવી જવાને લીધે જેનાં નેત્રકમલ લુપ્ત થઈ ગયાં છે એવા પિતામહીને આ તમારે જ્યેષ્ઠ પૌત્ર ચરણકમલમાં નમસ્કાર કરે છે ' એમ જણાવી ભરતે પ્રણામ કર્યા. સ્વામિની મરુદેવાએ ભરતને આશીષ આપી અને પછી જાણે હૃદયમાં શેક સમાયે ન હોય તેમ તેમણે વાણીને ઉદ્દગાર કહેવા માંડ–“હે પૌત્ર ભારત ! મારે પુત્ર ત્રષભ મને, તને, પૃથ્વીને, પ્રજાને અને લક્ષમીને તૃણની જેમ છેડી એકાકી ચાલ્યા ગયે. તથાપી આ મરુદેવા મૃત્યુ પામી નહીં ! મારા પુત્રના મસ્તક ઉપર ચંદ્રના આતપની કાંતિ જેવું છત્ર રહેતું હતું તે ક્યાં અને હાલ છન્ન રહિત થવાથી સર્વ અંગને સંતાપ કરનારા સૂર્યનો તાપ લાગતું હશે તે કયાં ? પ્રથમ તે લીલા, સહિત ગતિવાળા હસ્તી વિગેરે વાહનમાં બેસીને તે ફરતે અને હાલ પથિકની જેમ પગે ચાલે છે. પ્રથમ તે મારા પુત્રને વારાંગનાએ મનહર ચામર ઢળતી અને હાલ તે ડાંસ તથા મસલાને ઉપદ્રવ સહન કરે છે ! પ્રથમ તે દેએ લાવેલ દિવ્ય આહારનું ભજન કરતા અને હાલ અજન સરખું શિક્ષાભેજન કરે છે.! મોટી અદ્ધિવાળો તે પ્રથમ રત્નના સિંહાસન ઉપર બેસતે અને હાલ ગુંડાની પેઠે આસનરહિત રહે છે ! પુરરક્ષક અને શરીરરક્ષકોથી રક્ષણ કરેલા નગરમાં તેની સ્થિતિ હતી તે હાલ સિંહ વિગેરે દુષ્ટ સ્થાપના સ્થાનરૂપ વનમાં નિવાસ કરે છે ! કર્ણને વિષે અમૃતરસાયનરૂપ દિવ્યાંગનાનું ગાયન સાંભળનારે તે હાલ ઉન્મત્ત સર્પના કર્ણના વિષે સેય સમાન કુંફાડા સાંભળે છે; કયાં તે પૂર્વ સ્થિતિ અને જ્યાં હાલની સ્થિતિ ! અહા ! મારો પુત્ર કેટલું કષ્ટ ભેગવે છે કે જે પોતે પદ્યના ખંડની જે કેમળ છતાં વર્ષાઋતુમાં જળને ઉપદ્રવ સહન કરે છે, હેમંતઋતુમાં અરયની માલતીના સ્તંબની પેઠે હમેશાં હિમપાતના કલેશથી પરવશ દશા ભોગવે છે અને ઉષ્ણતુમાં વનવાસી હસ્તીની પેઠે સૂર્યના અતિ દારૂણ કિરણેથી અધિક સંતાપને અનુભવ કરે છે ! આવી રીતે સર્વ કાળ મારો પુત્ર વનવાસી થઈ આશ્રય વિનાના સાધારણું માસની પેઠે એકાકી ફરી દુઃખપાત્ર થઈ રહ્યો છે. આવા દુઃખથી આકુળ પુત્રને પુત્રને જાણે દષ્ટિ આગળ હેય તેમ હું જોઉં છું અને હમેશાં આ પ્રમાણે કહેવાથી તેને પણ દુખી કરું છું.' મરૂદેવા માતાને આવી રીતે દુખાકુળ જેઈ ભરતરાજા અંજલિ જેડી અમૃતતુલ્ય વાણીથી બે -“હે દેવી ! સ્વૈર્યના પર્વતરૂપ, વજના સારરૂપ અને મહાસત્વજનેમાં શિરોમણી એવા મારા પિતાની જનની થઈને તમે આ પ્રમાણે ખેદ કેમ કરે છે ? પિતાજી હાલ સંસારસમુદ્ર તરવાને એકદમ ઉદ્યમવંત થયા છે તેથી કંઠે બાંધેલી શિલા જેવા જે આપણે તેને તેમણે ત્યાગ કર્યો છે. વનમાં વિહાર કરનારા તેઓને તેમના પ્રભાવથી શીકારી પ્રાણીઓ પણ જાણે પાષાણના ઘડેલા હોય તેમ ઉપદ્રવ કરવાને સમર્થ થતા નથી. સુધા, તૃષા અને આતપ વિગેરે દુસહ પરીષહ કર્મરૂપી શત્રુઓને નાશ કરવામાં ઉલટા પિતાજીને સહાયભૂત છે. જે આપને મારા વચન ઉપર વિશ્વાસ ન આવતું હોય તો થોડા જ કાળમાં તમને તમારા પુત્રને કેવળજ્ઞાન થયાના ઉત્સવની વાર્તા સાંભળીને પ્રતીતિ થશે.” એ જ વખતે છડીદારે મહારાજા ભરતને નિવેદન કરેલા યમક અને શક નામના એ પુરુષે ત્યાં આવ્યા. તેમાંના ચમકે ભરતરાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે- હે દે ! આજે પુરિમતાલ નગરના શકટાનન ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવળજ્ઞાન ઉત્પન થઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy