SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું જન્માભિષેક માટે મેરુપર્વત પર આગમન. ૨૪૫ પ્રણામ કર્યા. પછી બંનેની ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કારપૂર્વક વંદના કરી, અંજલિ જેડી તે આ પ્રમાણે બોલ્યો-“ઉદરમાં રનને ધારણ કરનારા, વિશ્વને પવિત્ર કરનારા અને જગદીપકને આપનારા હે જગતમાતા ! તમને હું નમસ્કાર કરું છું. હે માતા ? તમે જ ધન્ય છે કે જેમણે કલ્પવૃક્ષને પ્રસવનાર પૃથ્વીની જેમ બીજા તીર્થકરને જન્મ આપ્યો છે. હે માતા ! હું સૌધર્મપતિ ઇંદ્ર પ્રભુને જન્મ મહોત્સવ કરવાને માટે અહીં આવ્યો છું; એથી તમારે ભય રાખવો નહિ. ” એમ કહી માતાને અવસ્થાપિની નિદ્રા મૂકી, તીર્થકરનું બીજું રૂપ રચી તેમની પડખે મૂકયું. પછી તરતજ પિતાના પાંચ રૂપ કર્યા કામરૂપી દેવતાઓ એક છતાં અનેક રૂપવાળા થઈ શકે છે. તે પાંચ ઈંદ્રોમાંથી એકે પુલકાંકિત થઈ ભક્તિથી મનની જેમ શરીરથી પણ શુદ્ધ થઈ નમસ્કાર કરી ભગવન્! આજ્ઞા આપો” એમ કહી, ગોશીષરસથી લિપ્ત કરેલા પિતાના હાથમાં પ્રભુને ગ્રહણ કર્યા, બીજા ઈંદ્ર પાછળ રહી પર્વતના શિખર ઉપર રહેલા પૂર્ણિમાના ચંદ્રા વિભ્રમને બતાવતું સુંદર છત્ર પ્રભુની ઉપર ધારણ કર્યું, બે ઈકોએ બે પડખે રહી સાક્ષાત્ ગ્રહણ કરેલા જાણે પુણ્યના સમૂડ હોય તેવાં બે ચામરો ધારણ કર્યા અને એક ઈદ્ર પ્રતિહારની જેમ વજને ઉલાળતે તેમજ પોતાની ગ્રીવાને જરા વાંકી વાળી પ્રભુને જેત આગળ ચાલ્યો. ભમરાઓ કમલને જેમ વીંટી વળે તેમ સામાનિક પર્ષદાના દે, ત્રાયશ્વિશ દેવા અને બીજા પણ સર્વ દેવો પ્રભની આપાસ વીં'ટાઈ વલ્યા. પછી ઈન્દ્ર પ્રભુને યત્નથી હાથવતી ધારણ કરી જન્મોત્સવ કરવાની ઈચ્છાથી મેરુપર્વત ઉપર ચાલે. ગીતની પછવાડે મૃગની જેમ પરસ્પર અથડાતા દેવતાઓ પ્રભુની પાછળ અહંપૂર્વિકાએ દેડવા લાગ્યાં, પ્રભુને દૂરથી જોનારા દેવતાઓના દષ્ટિપાતાવડે, સર્વ આકાશ જાણે પ્રકુલિત નીલકમળના વનથી વ્યાપ્ત થયું હોય તેવું જણાવા લાગ્યું. ધનપતિ જેમ પોતાના દ્રવ્યને જુએ તેમ દેવતાઓ વારંવાર આવીને પ્રભુને નીરખવા લાગ્યા. એકસાથે આવી ઉપરાઉપર પડતા દેવતાઓ સંમર્દથી સમુદ્રના તરંગેની જેમ પરસ્પર અફળાવા લાગ્યા, આકાશમાં ઈદ્રરૂપ વાહનવડે ચાલતા પ્રભુની આગળ ગ્રહ, નક્ષત્ર અને તારાઓ પુષ્પના સમૂહપણને પામવા લાગ્યા. એક મુહૂર્તમાં ઈદ્ર મેરુપર્વતના શિખર ઉપર દક્ષિણચૂલા ઉપર રહેલી અતિપાંડકંબલા નામની શિલા પાસે આવ્યો અને રત્નસિંહાસન ઉપર પોતાના ખોળામાં પ્રભુને લઈને પૂર્વાભિમુખ બેઠે. તે જ સમયે ઇશાનકલપના ઈદ્ર પોતાના આસનનો કંપ થતાં અવધિજ્ઞાને શ્રીમાન સર્વજ્ઞને જન્મ જાણે, તેણે પણ પહેલા ઈન્દ્રની જેમ રત્નસિંહાસન વિગેરે છેડી દઈ, સાત આઠ પગલાં સન્મુખ ચાલી પ્રભુને નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી લઘુપરાક્રમ નામના સેનાપતિએ મોટા સ્વરવાળી મહાઘોષા નામની ઘંટા વગાડી. તેના નાદથી ઉશ્કેલ સમુદ્રના ધ્વનિથી કાંઠાના પર્વતની ગુફાની જેમ અઠ્ઠાવીશ લાખ વિમાને પૂરાઈ ગયાં. પ્રભાતે શંખના ધ્વનિથી સૂતેલા રાજાઓ જાગૃત થાય તેમ તેના અવાજથી તે વિમાનના દેવતાઓ જાગૃત થયા. મહાઘેષા ઘંટાને નાદ શાંત થતાં સેનાપતિએ મેઘના જેવા ગંભીર ધ્વનિથી આ પ્રમાણે ઘેષણું કરી-જબૂદ્વીપના ભરતખંડની અંદર વિનીતાપુરીમાં વિજયા અને જિતશત્રુ રાજાથી બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેમના જન્મા ભિષેકને માટે આપણે સ્વામી ઈંદ્ર મેરુપર્વત ઉપર જશે; માટે હે દેવતાઓ! તમે સવ સ્વામીની સાથે આવવા તૈયાર થાઓ.” આવી ઊંચી ઘોષણ થતાં જાણે મંત્રથી ખેંચાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy