SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું પરમાત્માનું ચારિત્ર-ગ્રહણ કરનારા પિતાના ભારે નિતંબની નિંદા કરતી હતી; માગમાં આવેલા ઘરમાં રહેનારી, કેટલીએક કુળવધૂઓ સુંદર કસુંબી વસ્ત્ર પહેરી પૂર્ણ પાત્રને ધારણ કરતી ઊભી રહી હતી. તેથી તેઓ શશાંક સહિત સંધ્યાના જેવી જતી હતી કેટલીએક ચપલનયનાએ પ્રભુને જેવા માટે પિતાના હસ્તકમલથી ચામરની પેઠે વસ્ત્રના છેડાને ચલિત કરતી હતી. કેટલીએક સ્ત્રીઓ નાભિકુમાર ઉપર પાણી નાંખતી હતી, તે જાણે પિતાના પુણ્યબીજ નિર્ભરપણે વાવતી હોય તેવી જણાતી હતી; કેટલીએક સ્ત્રીઓ જાણે ભગવંતના કુળની સુહાસ હોય તેમ “ચિરંજીવ, ચિરં નંદ” એવી આશીષ આપતી હતી, અને કેટલીએક ચપલાક્ષી નગરનારીઓ નિશ્ચલાક્ષી થઈને તેમજ મંદગામિની શિઘગામિની થઈને પ્રભુની પછવાડે જવા લાગી હતી. તથા તેમને જેવા લાગી હતી. હવે પિતાના મોટા વિમાનોથી પૃથ્વીતલને એક છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતાઓ આકાશમાં આવવા લાગ્યા. તેમાં કેટલા એક ઉત્તમ દેવતાઓ મદજીને વરસતા હાથીઓ લઈને આવતા હતા, તેથી જાણે તેઓ આકાશને મેઘમય કરતા હોય તેવાં જણાતા હતા; કેટલાએક દેવતાઓ આકાશરૂપી ઉદધિમાં નાવરૂપ તુરંગે ઉપર બેસીને ચાબુકરૂપ નાવના દંડ સહિત જગત્પતિને જોવા આવતા હતા અને કેટલાએક દેવતાઓ જાણે મૂત્તિ. માન પવન હોય તેવા અતિવેગી રથમાં બેસી નાભિનંદનને જોવા આવતા હતા; જાણે પરસ્પર વાહનની ક્રીડામાં દાવ રમવાની પ્રતિજ્ઞા કરી હોય તેમ તેઓ મિત્રની પણ રાહ જેતા નહતા. પિતાને ગામે પહોંચેલા વટેમાર્ગુની પેઠે “આ સ્વામી, આ સ્વામી” એમ પરસ્પર બેલતા તેઓ પિતાના વાહનને સ્થિર કરતા હતા. વિમાનરૂપી હવેલીઓથી અને હાથી, ઘોડા તથા રથાથી આકાશમાં જાણે બીજી વિનીતાનગરી વસી હોય તેમ જણાતું હતું. સૂર્ય અને ચંદ્રથી વીંટાયેલા માનુષોત્તર પર્વતની પેઠે જગત્પતિ અનેક દેવતા અને મનુષ્યોથી વીંટાઈ રહ્યા હતા. તેમની બંને બાજુએ ભરત અને બાહુબલિ સેવા કરતા હતા, તેથી બંને તટથી સમુદ્ર શોભે તેમ તેઓ શેભતા હતા. હસ્તીઓ જેમ પિતાના યૂથપતિને અનુસરે તેમ બીજા અઠ્ઠાણું વિનીત પુત્રે પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુનંદા ને સુમંગલા, પુત્રી બ્રાહ્મી ને સુંદર અને બીજી સ્ત્રીઓ, જાણે હિમકરણ સહિત પઢિનીઓ હોય તેમ અશ્રુ સહિત પ્રભુની પછવાડે ચાલતી હતી. એ રીતે જાણે પૂર્વજન્મવાળું સર્વાર્થસિદ્ધ વિમાન હોય તેવા સિદ્ધાર્થ નામના ઉધાનમાં જગત્પતિ પધાર્યા. ત્યાં મમતા રહિત મનુષ્ય જેમ સંસારથી ઉતરે-નાભિકુમાર શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઉતર્યા અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર, માલ્ય અને આભૂષણે તત્કાળ તજી દીધાં. તે વખતે ઈંદ્ર પાસે આવી જાણે ચંદ્રના કિરણેથી જ વણેલું હોય તેવું ઉજજવળ અને ઝીણું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધભાગ ઉપર આરોપણ કર્યું. પછી ચિત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યું હતું તે સમયે દિવસના પાછલા પહોરે જય જય શબ્દના કેલાહલના મિષથી જાણે હદગાર કરતા હોય તેવા અસંખ્ય દેવતા અને મનુષ્ય સમક્ષ જાણે ચાર દિશાઓને પ્રસાદ આપવાના મનવાળા હોય તેમ પ્રભુએ ચાર મુષ્ટિથી પિતાના કેશને લંચિત કર્યા. પ્રભુના કેશને સૌધર્મપતિએ પિતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યા, તેથી જાણે એ વસ્ત્રને જુદા વર્ણના ૧ ચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy