SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પરમાત્માનો દીક્ષાભિષેક. સગ ૩ જે ત્યાર પછી દયાના સમુદ્રરૂપ ભગવાન અજિતસ્વામીએ વર્ષાકાળને વરસાદ જેમ વરસવાનો આરંભ કરે તેમ વાર્ષિક-દાન આપવાનો આરંભ કર્યો. તે અવસરે ઈંદ્ર આજ્ઞા કરેલા અને કુબેરે પ્રેરેલા તિર્થંભક દેવતાઓ ભ્રષ્ટ થયેલા, નષ્ટ થયેલા, સ્વામી વિનાના, ચિહ્ન વિનાના, અધિપતિ વગરના, પર્વતની ગુફામાં રહેલા, સ્મશાનમાં રહેલા અને ભવનાંતરમાં દટાઈ ગયેલા ધનને ત્યાં ઉપાડી લાવ્યા. તે ધનને ગંગાટકમાં, ચોકમાં, ત્રિકમાં અને પ્રવેશ નિર્ગમની પૃથ્વીમાં એકઠું કર્યું. પછી દરેક ત્રિકમાં, દરેક રતે અને થોકે થોકે “આ અને આ ધન ગ્રહણ કરો” એવી અજિતસ્વામીએ ઘોષણ કરાવી. પછી જે કે જે પ્રકારનું જેટલું ધન માગે તેને તેટલું ધન સૂર્યોદયથી માંડીને ભજનના વખત સુધી દાન દેવા માટે બેઠેલા પ્રભુ આપવા લાગ્યા. એમ દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સેનૈયા આપતાં એક વર્ષે ત્રણસેં અડ્યાશી ક્રોડ ને એંસી લાખ સેનિયા પ્રભુએ દાનમાં આપ્યાં. કાળના અનુભાવથી અને સ્વામીના પ્રભાવથી યાચકોને ઇચ્છિત દાન આપતાં છતાં પણ તેઓ પોતપોતાના ભાગ્યથી અધિક દ્રવ્યને ગ્રહણ કરી શકતા નહોતા. અચિંત્ય મહિમાવાળા અને દયારૂપી ધનવાળા પ્રભુએ એક વર્ષ સુધી પૃથ્વીને ચિંતામણિની જેમ ધનથી તૃપ્ત કરી દીધી. વાર્ષિક-દાનને અંતે ઇંદ્રનું આસન કંપાયમાન થયું, એટલે અવધિજ્ઞાનવડે પ્રભુને દીક્ષાઅવસર જાણી ભગવાનને નિષ્કમણત્સવ કરવા સારુ સામાનિક વિગેરે દેવતાઓની સાથે ઈદ્ર પ્રભુ પાસે આવવા નીકળ્યા. તે વખતે ઇંદ્ર વિમાનેથી દિશાઓમાં જાણે ચાલતા મંડપ રચતા હતા, ઊંચા હાથીઓથી જાણે તેમાં પર્વતે ઊડતા હોય તેમ કરતા હતા, તરંગથી સમુદ્રની જેમ અશ્વોથી આકાશને આક્રમણ કરતા હતા, અસ્મલિત ગતિવાળા રથી સૂર્યના રથની સાથે સંઘટ્ટ કરતા હતા અને ઘુઘરીઓની માળાના ભારવાળા દિગ્ગજેના કર્ણતાને અનુસરતા ધ્વજાંકુશોથી આકાશતલને તિલક્તિ કરતા હતા. કેટલાએક દેવતાઓ ગાંધાર સ્વરથી ઊચે પ્રકારે તેમની પાસે ગાયન કરતા હતા. કેટલાએક દેવતાઓ નવા બનાવેલાં કાવ્યોથી તેમની સ્તવના કરતા હતા, કેટલાક દેવતાઓ મુખ ઉપર વસ્ત્રાંચળ રાખી વિજ્ઞપ્તિ કરતા હતા અને કેટલાક દેવતાઓ પૂર્વ તીર્થકરેનાં ચરિત્ર સંભારી આપતા હતા. એવી રીતે સ્વામીના ચરણકમળથી પવિત્ર થયેલી વિનીતાનગરીને દેવલેક કરતાં પણ અધિક માનતા ઈદ્ર ક્ષણવારમાં ત્યાં આવી પહોંચ્યા. તે વખતે બીજા પણ સુરેદ્ર અને અસુરેદ્ર આસનકંપથી પ્રભુનો દીક્ષાઅવસર જાણી વિનીતાનગરીમાં આવ્યા. ત્યાં અસ્કૃત વિગરે દેવેંદ્રો અને સગરાદિક નરેંદ્રએ અનુક્રમે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી મણિકાર જેમ માણિક્યનું માર્જન કરે તેમ ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્રવડે પ્રભુના સ્નાનેદકથી ભીના થયેલા શરીરને માર્જન કર્યું અને ગંધકારની જેમ પોતાના હાથથી જગદ્ગુરુને સુંદર અંગરાગથી ચર્ચિત કર્યા. ધર્મવાસનારૂપી ધનવાળા ઈકે પ્રભુના અંગ પર અદ્દષિત દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવ્યાં અને મુગટ, કુંડળ, હાર, બાજુબંધ, કંકણુ તથા બીજા પણ અલંકારે જગતપતિને ધારણ કરાવ્યાં. પુષ્પની દિવ્ય માળાઓથી જેમના કેશ અને જાણે ત્રીજું નેત્ર હોય તેવા તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, દેવી, દાનવી અને માનવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy