________________
શતબલ રાજવીની દીક્ષા અને સ્વર્ગગમન
સર્ગ ૧ લે. લાગ્યા. ચંદ્રના ઉદય સમયે જેમ સમુદ્ર ધ્વનિ કરે તેમ તેને અભિષેક સમયે દિશાઓને ગજાવી મૂકતે મંગળ વાજીંત્રોને ધ્વનિ ગંભીર શબ્દ કરવા લાગ્યો. રૂપાંતરે જાણે બીજે શતબળ રાજા હોય તેમ સામત અને મંત્રીઓ તેની પાસે આવી તેને માન્ય કરવા લાગ્યા.
આવી રીતે પુત્રને રાજ્યપદે બેસાડી શતબળ રાજાએ આચાર્યના ચરણ સમીપે જઈ શમસામ્રાજ્ય (ચારિત્ર) ગ્રહણ કર્યું. તેણે અસાર વિષયોને છેડી દઈ સારરૂપ ત્રણ રત્ન (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કર્યા, તથાપિ તેની સમચિત્તતા અખંડ રહી. તે જિતેન્દ્રિય પુરુષે કષાયને, નદી જેમ કાંઠાના વૃક્ષને ઉમૂલન કરે તેમ મૂળથી ઉમૂલન કર્યા. તે મહાત્મા મનને આત્મસ્વરૂપમાં લીન કરી, વાણુને નિયમમાં રાખી અને કાયાથી નિયમિત ચેષ્ટાવંત થઈને મહોત્સવપણે દુસહ પરિષહોને સહન કરવા લાગ્યા. મથ્યાદિક ભાવનાથી જેની ધ્યાનસંતતિ વૃદ્ધિ પામેલી છે એવા તે શતબળરાજર્ષિ જાણે મુક્તિમાં હોય તેમ અમંદ આનંદમાં મગ્ન રહેવા લાગ્યા. ધ્યાન અને તપવડે પિતાના આયુષ્યને લીલામાત્રમાં નિગમન કરી તે મહાત્મા દેવતાઓના સ્થાનને પ્રાપ્ત થયા.
મહાબળકુમાર પણ પિતાના બળવંત વિદ્યાધરના પરિવારવડે ઈન્દ્રની પેઠે અખંડ શાસનથી પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો. હંસ જેમ કમલિનીના ખંડમાં કીડા કરે તેમ તે રમણિયોની સાથે વીંટાઈ સુંદર આરામપંક્તિઓમાં હર્ષથી ક્રિીડા કરવા લાગ્યું. તેના નગરમાં હમેશાં થતાં સંગીતના પ્રતિશબ્દોથી જાણે સંગીતનો અનુવાદ કરતી હોય તેવી વતાવ્ય પર્વતની ગુફાઓ જણાવા લાગી. આગળ, પા ભાગમાં અને પશ્ચાત્ ભાગમાં સ્ત્રીઓથી વીંટાઈ રહે તે જાણે મૂર્તિમાન શંગારરસ હોય તે દીપવા લાગ્યા. સ્વછંદતાથી વિષયક્રીડામાં આસક્ત થયેલા તેને વિષુવવૃતની પેઠે રાત્રિદિવસ સરખા લાગવા લાગ્યા. " એક દિવસ જાણે બીજા મણિર્તા હોય એવા અનેક અમાત્ય સામંતોથી અલંકૃત થયેલી સભાભૂમિમાં કુમાર બેઠે હતું અને તેને નમસ્કાર કરીને સર્વ સભાસદે પણ પિતપિતાના યોગ્ય સ્થાન પર બેઠા હતા. તેઓ કુમારને વિષે એકાગ્ર નેત્ર કરી જાણે ગની લીલા ધારણ કરતા હોય તેવા જણાતા હતા. સ્વયં બુદ્ધ, સંભિન્નમતિ, શતમતિ અને મહામતિ એ ચાર મુખ્ય મંત્રીઓ પણ આવીને બેઠા હતા; તેમાં સ્વામીની ભક્તિમાં અમૃતના સિંધતત્ય, બુદ્ધિરૂપી રત્નમાં રોહણાચળ પર્વત સમાન અને સમ્યગૃષ્ટિ એ સ્વયં બુદ્ધ મંત્રી તે સમયે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો.- “ અહે ! અમે જોતાં છતાં આ વિષયાસક્ત અમારા સ્વામીનું દુષ્ટ અશ્વોની પેઠે ઇંદ્રિયોથી હરણ થાય છે. તેની ઉપેક્ષા કરનારા અમને ધિક્કાર છે ! આવા વિષયવિનોદમાં વ્યગ્ર થયેલા અમારા સ્વામીને જન્મ વ્યર્થ જાય છે, એમ જાણીને થોડા જળમાં જેમ મીન ટળવળે તેમ મારું મન દુઃખી થાય છે. અમારા જેવા મંત્રીઓથી જે આ કુમાર ઉચ્ચ પદને પ્રાપ્ત ન થાય તે અમારામાં અને પરિહાસિક મંત્રીઓમાં તફાવત છે? માટે અમારો આ સ્વામીને વિજ્ઞપ્તિ કરી હિતમાગમાં લાવવા જોઈએ; કારણ કે રાજાઓ સારણીની પેઠે, પ્રધાનો જ્યાં દોરે ત્યાં દોરી શકાય છે. કદાપિ સ્વામીના વ્યસનથી જીવનારા લોકે અપવાદ બાલશે તે પણ અમારે કહેવું
૧ મત્રી. કરણા, પ્રમોદ અને માદયસ્થ એ ચાર ભાવના. ૨ તુલા અને મેષ રાશિના સર્મ થાય ત્યારે દિવસ રાત્રિ સરખા થાય છે તેને વિષુવવૃત કહે છે. ૩ મરા. ૪. નીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org