SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સ્ત્રીરત્નની પ્રાપ્તિ. સગ ૪ છે. સેવકથી આવૃત્ત હોય તેમ ચૌવનાવસ્થાથી તથા નિત્ય સ્થિર રહેનાર ભાવાળા કેશ અને નથી તે અત્યંત શેભતી હતી; દિવ્ય ઔષધની પેઠે તે સર્વ રોગને શાંત કરનારી હતી અને દિવ્ય જળની પેઠે તે ઈચ્છાનુકૂળ શીત અને ઉષ્ણુ સ્પર્શવાળી હતી. તે ત્રણ ઠેકાણે શ્યામ, ત્રણ ઠેકાણે વેત, ત્રણ ઠેકાણે તામ્ર, ત્રણ ઠેકાણે ઉન્નત, ત્રણ ઠેકાણે ગંભીર, ત્રણ ઠેકાણે વિસ્તીર્ણ, ત્રણ ઠેકાણે દીર્ઘ અને ત્રણ ઠેકાણે કૃશ હતી. પિતાના કેશકલાપથી તે મયૂરના કલાપને જીતતી હતી અને લલાટથી અષ્ટમીના ચંદ્રને પરાભવ કરતી હતી. રતિ અને પ્રીતિની કીડાવાપી હોય તેવી તેની સુંદર દૃષ્ટિ (નેત્ર) હતી; લલાટના લાવણ્યજળની ધારા હોય તેવી તેની દીર્ઘ નાસિકા હતી; નવીન દર્પણના જેવા સુંદર તેના ગાલ હતા; જાણે બે હીંચકા હોય તેવા ખભા સુધી પહોંચતા તેના બે કર્ણ હતો; બે સાથે થયેલા બિંબફળની જેવા તેના અધર હતા; હીરાકણુઓની શ્રેણીની શોભાને પરાભવ કરનારા દાંત હતા; ઉદરની પેઠે ત્રણ રેખાવાળું તેનું કંઠદળ હતું; કમલનાળ જેવી સરલ અને બિસના જેવી કોમળ તેની ભુજાઓ હતી; કામદેવના બે કલ્યાણકળશ હોય તેવા તેના સ્તન હતા; સ્તને એ જાણે પુષ્ટતા હરી લીધી હોય અને તેથી કૃશ થયું હોય એવું તેનું કમળ ઉદર હતું; સરિતાની ભમરી ‘જેવું તેનું નાભિમંડળ હતું; નાભિરૂપી વાપિકાના તીર ઉપરની દુર્વાવલિ હોય તેવી તેની માવલિ હતી; કામદેવની જાણે શય્યા હોય તેવા તેના વિશાળ નિતંબ હતા; હીંડોળાના બે સુવર્ણ સ્તંભ હોય તેવા સુંદર તેના ઉરૂદંડ હતા; મૃગલીની ધાને તિરસ્કાર કરનારી તેની જંઘા હતી, હસ્તની પેઠે તેના ચરણ પણ કમલને તિરસ્કાર કરનારા હતા; કરચરણની અંગુલીરૂપી દળથી જાણે પલ્લવિત વલી હોય તેવી તે જણાતી હતી; પ્રકાશમાન નખરૂપી રત્નોથી રતનાચળની તટી હોય તેવી જણાતી હતી વિશાળ, સ્વચ્છ, કોમળ અને સુંદર વસ્ત્રોથી તે મૃદુ પવનના પડવાથી તરંગિત થયેલી સરિતા જેવી લાગતી હતી; સ્વચ્છ કાંતિથી તરંગિત થયેલા મનહર અવયથી તે પોતાના સુવર્ણ તથા રત્નમય આભૂષણેને ઉલટી શોભાવતી હતી; તેની પાછળ છાયાની જેમ છત્રધારિણી સ્ત્રી સેવા કરતી હતી; બે હંસથી કમલિનીની પેઠે સંચાર કરતા બે ચામરેથી તે શેભતી હતી અને અપ્સરાથી લક્ષમીની જેમ તથા સરિતાઓથી જાન્હવીની જેમ તે સુંદર બાળા સમાન વયવાળી હજારે સખીઓથી પરિવૃત હતી. નમિરાજાએ પણ મહા મૂલ્યવંત રત્ન ચક્રવતીને ભેટ કર્યા, કેમકે સ્વામી ઘેર આવે ત્યારે મહાત્માઓને શું અદેય છે ? પછી ભરતપતિએ વિદાય કરેલા નમિવિનમિએ પોતાના પુત્રોના પુત્રોને રાજ્ય સોંપી, વિરકત થઈ ઋષભદેવ ભગવંતના ચરણ મૂળમાં જઈ વ્રત ગ્રહણ કર્યું. ત્યાંથી ચક્રરત્નની પછવાડે ગમન કરતા તીવ્ર તેજસ્વી ભરતરાજા ગંગાના તટ ઉપર આવ્યા. જાન્હવીના સ્થાનથી દૂર નહીં તેમ નજીક નહીં એવે સ્થાનકે પૃથ્વીના ઈઢે પિતાના સૈન્યને પડાવ નખાવ્યું. મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિએ સિંધુની પેઠે ગંગા ઉતારી તેને ઉત્તરનિકૂટ સાથે (તાબે કર્યો). પછી ચક્રવતીએ અષ્ટમભકતથી ગંગાદેવીની સાધના કરી, સમર્થ પુરુષોને ઉપચાર તત્કાળ સિદ્ધિને માટે થાય છે. ગંગાદેવીએ પ્રસન્ન થઈ મહારાજાને બે રત્નમય સિંહાસન અને એક હજાર ને આઠ રત્નમય કુંભે આપ્યાં. તે ગંગાદેવી રૂપલાવણ્યથી કામદેવને પણ કિકરતુલ્ય કરનારા ભરતરાજાને જોઈ ક્ષોભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy